________________
૧૭૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫| ગાથા-૪ જેમ, ‘ગંગા' પદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થના વિષયમાં છે તે માટે પ્રવાહની શક્તિ છે= ગંગા પદમાં પ્રવાહને કહેવાની શક્તિ છે અને “ગંગાતીર'માં ‘ગંગાનો સંકેત વ્યવહિત સંકેત છે="ગંગા પદમાં ‘ગંગાતીર'ને કહેવાની શક્તિ વ્યવહિત સંકેત છે તે માટે ઉપચાર છે="ગંગા' પદનો અર્થ ‘ગંગાનું તીર' ઉપચારથી છે.
તેમ, દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદમાં છે તે માટે ત્યાંગદ્રવ્યગુણપર્યાયના અભેદની વિચારણામાં, શક્તિ છે અને ભેદમાં વ્યવહિત સંકેત છે=વ્યાર્થિકનયની દૃષ્ટિથી સાક્ષાત્ સંકેત નથી પરંતુ વ્યવહિત સંકેત છે. તે માટે ઉપચાર છે=ભેદમાં ઉપચાર છે. એમ=જેમ દ્રવ્યાયિકનયમાં ગ્રંથકારશ્રીએ જોડીને બતાવ્યું એમ, પર્યાયાયિકલયમાં પણ શક્તિ અને ઉપચાર ભેદ અને અભેદ વિષે જોડવા=ભેદમાં શક્તિ છે અને અભેદમાં ઉપચાર છે તેમ જોડવું. પ/૪ ભાવાર્થ
સામાન્યથી વિચારીએ તો નદૃષ્ટિ એક ધર્મને ગ્રહણ કરીને પ્રવર્તે છે તેથી દ્રવ્યાર્થિકનય દ્રવ્યગુણપર્યાયના અભેદને કઈ રીતે સ્વીકારે છે? તે ગાથા-રમાં બતાવ્યું અને પર્યાયાર્થિકનય દ્રવ્યગુણપર્યાયના ભેદને કઈ રીતે સ્વીકારે છે ? તે ગાથા-૩માં બતાવ્યું. તેથી વિચારકને શંકા થાય કે દ્રવ્યાર્થિકનય ભેદ અને અભેદ બંનેને એક સાથે કઈ રીતે ગ્રહણ કરે છે ? અને પર્યાયાર્થિકનય ભેદ અને અભેદ બંનેને એકસાથે કઈ રીતે ગ્રહણ કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય ભેદભેદરૂપ બે ધર્મોને મુખ્ય-અમુખ્યરૂપે સ્વીકારે છે અર્થાત્ મુખ્યગૌણરૂપે સ્વીકારે છે; કેમ કે સુનય પોતાની દૃષ્ટિને મુખ્યરૂપે સ્વીકારીને અન્ય નયની દૃષ્ટિને સર્વથા ન જ સ્વીકારે તો તે નય દુર્નય બને. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જે ભેદભેદરૂપ બને ધર્મો મુખ્યઅમુખ્યરૂપે સ્વીકારે છે તે અનુસાર તે નયની એક વૃત્તિ છે અને એક ઉપચાર છે.
જેમ, દ્રવ્યાર્થિકનયની અભેદમાં વૃત્તિ છે અને ભેદમાં ઉપચાર છે તથા પર્યાયાર્થિકનયની ભેદમાં વૃત્તિ છે અને અભેદમાં ઉપચાર છે. તેથી એ ફલિત થાય કે, દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદમાં છે અને વ્યવહિત સંકેત ભેદમાં છે. જે સાક્ષાત્ સંકેત છે તે, નયનો વિષય છે અને જે વ્યવહિત સંકેત છે તે, તે નયનો વિષય નથી, પરંતુ તેના પ્રતિપક્ષ નયનો વિષય છે. અને સુનય પ્રતિપક્ષના વિષયને ગૌણરૂપે સ્વીકારે છે, તેની=પ્રતિપક્ષનયના વિષયની પ્રાપ્તિ લક્ષણાથી થાય છે. આથી તત્ત્વાર્થ સૂત્રમાં “અર્પિતથી અનર્પિતાની સિદ્ધિ છે એ પ્રકારનું સૂત્ર છે. તે પ્રમાણે દ્રવ્યાર્થિકનય અભેદની અર્પણ કરે છે, જે મુખ્યરૂપે છે અને તેના દ્વારા ભેદની સિદ્ધિ છે, જેને ગણરૂપે સ્વીકારે છે.
અહીં અર્પિત કહો કે, મુખ્યવૃત્તિ કહો કે, સાક્ષાત્ સંકેત કહો કે, વૃત્તિ કહો, તે એકાર્યવાચક છે. વળી, અનર્પિત કહો, કે અમુખ્યવૃત્તિ કહો, અર્થાત્ લક્ષણા કહો કે, ઉપચાર કહો, વ્યવહિત સંકેત કહો, તે એકાર્યવાચક છે.
મૂળ ગાથામાં “ગ્રહઈ” શબ્દ છે તેનો અર્થ ટબામાં કર્યો કે “ઊહાગ પ્રમાણથી ધારણ કરે છે, તેથી એ