________________
૧૭૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫| ગાથા-૩ પર્યાય જ. તથા ઉપચારઈ-લક્ષણાઈ કરી અનુભવનઈં બલઈ તે અભેદઈ માનઈં. ઘટાદિ મૃદઢવાઘભિન્ન જ છઈ. એ પ્રતીતિ ઘટાદિપદની મૃદાદિદ્રવ્યનઈં વિષઈં લક્ષણા માનિઈં; એ પરમાર્થ. I૫/૩ ટબાર્થ -
એમ=જેમ દ્રવ્યાર્દિકતય માને છે તે પૂર્વમાં બતાવ્યું એમ, પર્યાયાર્થિકતય મુખ્યવૃત્તિથી સર્વ દ્રવ્યગુણપર્યાય સર્વ, ભેદથી લખે છે કહે છે.
ભેદથી કેમ કહે છે ? તેથી કહે છે –
જે માટે એ નયના મતે=પર્યાયાર્ષિકનયના મતે, મૃદાદિ પદનો દ્રવ્ય જ અર્થ છે, રૂપાદિ પદનો ગુણ જ અર્થ છે અને ઘટાદિ પદનો કબુગ્રીવાદિ પર્યાય જ અર્થ છે. તથાઅને, ઉપચારથી=લક્ષણાએ કરી, અનુભવતા બળે=પર્યાયાધિકતય લોકઅનુભવતા બળે, તે અભેદ માનેદ્રવ્યગુણપર્યાયનો અભેદ માને. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે.
‘ઘટાદિ મૃદદ્રવ્યાદિ અભિન્ન જ છે' એ પ્રતીતિ ઘટાદિપદની મૃદાદિ દ્રવ્યના વિષે લક્ષણાથી માને છે અર્થાત મુખ્યવૃત્તિથી ઘટાદિ પદની શક્તિ કંબુગ્રીવાદિ પર્યાયમાં છે એમ માને છે અને લક્ષણાથી ઘટાદિ પદથી વાચ્ય મૃદ્દદ્રવ્યથી અભિન્ન એવાં કંબુગ્રીવાદિ પર્યાયને માને છે એ પરમાર્થ છે= પર્યાયાધિકાનું એ તાત્પર્ય છે. li૫/૩ ભાવાર્થ :
પર્યાયાર્થિકનય દ્રવ્યગુણપર્યાયનો ભેદ માને છે. તેથી પર્યાયાર્થિકનયના મતે મૃદાદિ પદથી વાચ્ય દ્રવ્ય થાય છે, રૂપાદિ પદથી વાચ્ય ગુણ થાય છે અને ઘટાદિ પદથી મૃદાદિ દ્રવ્યમાં વર્તતો કબુગ્રીવાદિ પર્યાય થાય છે. તેથી પર્યાયાર્થિકનયથી પદાર્થને જોવા માટે પ્રયત્ન કરાય ત્યારે ઘટપદથી કંબુગ્રીવાદિ પર્યાયની જ ઉપસ્થિતિ થાય, પરંતુ જેમ દ્રવ્યાર્થિકનયથી ઘટ પદથી કંબુગ્રીવાદિ પર્યાયથી અભિન્ન એવાં મૃદ્રવ્યની ઉપસ્થિતિ થાય છે તેમ કંબુગ્રીવાદિ પર્યાયથી અભિન્ન એવાં મૃદ્ધવ્યની ઉપસ્થિતિ પર્યાયાર્થિકનયની મુખ્યવૃત્તિથી થાય નહીં. તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી ઘટપદથી કંબુગ્રીવાદિથી અભિન્ન એવાં મૃદ્ધવ્યની ઉપસ્થિતિ લોકઅનુભવના બળથી કરવી હોય ત્યારે પર્યાયાર્થિકનય લક્ષણાથી અભેદ માને છે=જંબુગ્રીવાદિ પર્યાયની સાથે મૃદ્ધવ્યનો અભેદ માને છે. તેથી જેમ જૂથ પોષ: I'માં “ગંગા' પદથી “ગંગાના પ્રવાહને બદલે લક્ષણા દ્વારા “ગંગાનું તીર' ઉપસ્થિત થાય છે, તેમ પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી ઘટપદથી મૃદ્ધવ્યથી ભિન્ન એવાં કંબુગ્રીવાદિ પર્યાયની ઉપસ્થિતિ થવાને બદલે કંબુગ્રીવાદિ પર્યાયની સાથે સંબંધિત એવાં મૃદ્રવ્યની ઉપસ્થિતિ લક્ષણાથી થાય છે. આથી ઘટપદથી મૃદ્ધવ્યથી અભિન્ન એવાં કંબુગ્રીવાદિની ઉપસ્થિતિ કરીને લોકઅનુભવને પર્યાયાર્થિકનય સંગત કરે છે અર્થાત્ લોકને અનુભવ છે કે ઘટ અને પટ જેમ જુદા છે તેમ કંબુગ્રીવાદિથી મુંદ્રવ્ય જુદું નથી, પરંતુ કંબુગ્રીવાદિસ્વરૂપ જ મૃદ્રવ્ય છે તે પ્રકારના લોકઅનુભવની સંગતિ પર્યાયાર્થિકનય કરે છે. પ/3I.