________________
૧૭૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧
ઢાળ-૫ | ગાથા-૨
લક્ષણા માનઈં. મુખ્યાર્થ બાધઈ, મુખ્યાર્થ સંબંધઈં તથાવિધવ્યવહારપ્રોજન અનુસરી, તિહાં-લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. II૫/૨/
બાર્થ ઃ
મુખ્યવૃત્તિ કહેતાં શક્તિને શબ્દાર્થ કહેતો=જે શક્તિ હોય તે શક્તિને શબ્દનો અર્થ કહેતો, જે દ્રવ્યાર્થિકનય, તે તેના=દ્રવ્યગુણપર્યાયના, અભેદને વખાણે છે.
દ્રવ્યાર્થિકનય દ્રવ્યગુણપર્યાયના અભેદને કેમ કહે છે ? તેથી કહે છે
જે માટે ગુણપર્યાયથી અભિન્ન=રૂપરસાદિ ગુણ અને કંબુગ્રીવાદિ પર્યાયથી અભિન્ન, એવી મૃ દ્રવ્યાદિના વિષયમાં ઘટાદિ પદની શક્તિ છે. એહનો=દ્રવ્યગુણપર્યાયનો, પરસ્પર=માંહોમાંહિ, ભેદ છે, તે–તે ભેદ, ઉપચારથી કહેતાં લક્ષણાથી, જણાય છે.
દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ ઉપચારથી કેમ જણાય છે? તે સ્પષ્ટ કરે છે –
જે માટે દ્રવ્યથી ભિન્ન=મૃદ્રવ્યથી ભિન્ન, એવાં કંબુગ્રીવાદિ પર્યાયના વિષયમાં તે=દ્રવ્યાર્થિકતય, ઘટાદિપદની લક્ષણા માને છે.
કેમ ઘટાદિપદની લક્ષણા માને છે ? તેથી કહે છે
મુખ્યાર્થના બાધમાં=દ્રવ્યાર્થિકનયથી વાચ્ય જે મુખ્ય દ્રવ્ય, તેના અર્થના બાધમાં અર્થાત્ પર્યાયમાં તે અર્થનો બાધ છે માટે, મુખ્યાર્થ સંબંધમાં=મુખ્ય એવાં દ્રવ્ય સાથે સંબંધવાળા એવાં પર્યાયમાં, તેવા પ્રકારના વ્યવહારના પ્રયોજનને અનુસરીને=ઘટપદથી કંબુગ્રીવાદિ પર્યાયને કહેવાના વ્યવહારના પ્રયોજનને અનુસરીને, ત્યાં=કંબુગ્રીવાદિ પર્યાયમાં, લક્ષણાની પ્રવૃત્તિ દુર્ઘટ નથી=ઘટપદથી કંબુગ્રીવાદિ પર્યાયની લક્ષણાથી ઉપસ્થિતિ થઈ શકે છે. ।।૫/૨
ભાવાર્થ:
પૂર્વની ગાથામાં કહ્યું કે, કોઈપણ એક પદાર્થને જોવામાં આવે ત્યારે તે પદાર્થ દ્રવ્યગુણપર્યાયરૂપ જ ભાસે છે. વળી, પ્રમાણની દૃષ્ટિ તે ત્રણેને મુખ્યવૃત્તિથી જાણે છે અને નયદૃષ્ટિ તે ત્રણમાંથી એકને મુખ્યવૃત્તિથી જાણે છે અને અન્ય બેને ઉપચારથી જાણે છે. તેથી દ્રવ્યાર્થિકનય દ્રવ્યગુણપર્યાયને મુખ્યવૃત્તિથી કઈ રીતે જાણે છે ? અને ઉપચારવૃત્તિથી કઈ રીતે જાણે છે ? તે હવે બતાવે છે –
દ્રવ્યાર્થિકનય દ્રવ્યગુણપર્યાયને અભેદરૂપે દેખાડે છે. તેથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ઘટ શબ્દથી માટી દ્રવ્ય, કંબુગ્રીવાદિ પર્યાય અને રૂપાદિ ગુણો – ત્રણે અભિન્ન રીતે જણાય છે. અને ઘટપદની શક્તિ ગુણપર્યાયથી અભિન્ન મૃદ્રવ્યમાં છે; કેમ કે, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ‘ઘટ’પદથી વાચ્ય માત્ર ઘટ નથી, પરંતુ ગુણપર્યાયથી અભિન્ન એવું માટીદ્રવ્ય છે.
વળી, દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યગુણપર્યાયને ભિન્ન બતાવવા હોય તો મુખ્યવૃત્તિથી બતાવી શકાય નહીં; કેમ કે દ્રવ્યાર્થિકનયથી ઘટપદની શક્તિ ગુણપર્યાયથી અભિન્ન એવાં મૃદ્રવ્યમાં છે, પરંતુ મૃદ્રવ્યથી ભિન્ન