________________
૧૯૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫| ગાથા-૧૩ ગાથાર્થ :
એહનો દ્રવ્યાર્થિકનયનો, કર્મઉપાધિથી અશુદ્ધ ચોથો ભેદ છે. જેમ ક્રોધાદિક કર્મભાવમય આતમા વેદો છો અનુભવો છો. I૫/૧૩ બો :
એંર્થો એહનો-દ્વવ્યાર્થિકનો ભેદ ઉપાધિથી અશુદ્ધ કહ. “પથિસાપેક્ષોशुद्धद्रव्यार्थिकः" इति चतुर्थो भेदः।
જિમ-ક્રાદિક-કર્મભાવમય આતમા વૈદ છ-જાણો છં. જિવાઈ-જે દ્રવ્ય, જે ભાવૐ પરિણમઈ, તિવારઈ-તે દ્રવ્ય, તન્મય કરિ જાણવું. જિમ-લોહ અગ્નિપણઈં પરિણમિઉં, તે કાલિ-લોહ અગ્નિરૂપ કરી જાણવું. ઈમ-ક્રોધમોહનીયાદિકર્મોદયનઈ અવસર્જી ક્રોધાદિભાવપરિણત આત્મા, ક્રોધાદિરૂપ કરી જાણવ. ગત વ-આઠ આતમારા ભેદ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છઈ. પ/૧all ટબાર્થ:
એહનો દ્રવ્યાર્થિકનો, ચોથો ભેદ કર્મઉપાધિથી અશુદ્ધ કહેવો. તે જ સ્પષ્ટ કરે છે –
કર્મઉપાધિસાપેક્ષ એવો અશુદ્ધ દ્રવ્યાર્થિક એ ચોથો ભેદ છે. જેમ, ક્રોધાદિ કર્મભાવમય આત્મા વેદો છો=જાણો છો=તે તે ભાવરૂપે આત્માનો અનુભવ કરો છો.
ક્રોધાદિભાવરૂપે આત્મા કેમ વેદન કરે છે તે સ્પષ્ટ કરે છે –
જે વખતે જે દ્રવ્ય જે ભાવે પરિણમે તે વારેતે વખતે, તે દ્રવ્ય તન્મય કરી જાણવો=તે ભાવમય જાણવો. જેમ, લોખંડ અગ્નિપણે પરિણમે અગ્નિથી તપાવીને લાલચોળ બને, તે કાળે લોખંડ અગ્નિરૂપ કરી જાણવું એમ, ક્રોધમોહનીયાદિ કર્મના ઉદયના અવસરે ક્રોધાદિ ભાવપરિણત આત્મા ક્રોધારિરૂપ કરી જાણવો. આથી જ આત્માના આઠ ભેદ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. I૫/૧૩ ભાવાર્થ
પારમાર્થિક દૃષ્ટિથી સંસારી અવસ્થામાં રહેલા જીવો આત્મદ્રવ્યરૂપે આત્મા છે અને આત્મા સાથે એક પ્રદેશથી વળગેલાં કર્મો પણ પુદ્ગલરૂપ હોવાથી પુદ્ગલ જ છે, છતાં આત્મા અને કર્મો કથંચિત્ એકત્વ ભાવને પામેલાં છે. તેથી કર્મની ઉપાધિથી આત્મા અશુદ્ધ ભાવવાળો છે; કેમ કે પોતાનો શુદ્ધ ભાવ શક્તિરૂપે હોવા છતાં કર્મના ઉદયને કારણે પ્રગટરૂપે અશુદ્ધ ભાવો વર્તે છે અને કર્મની ઉપાધિથી યુક્ત એવાં અશુદ્ધ ભાવવાળા આત્મદ્રવ્યને જોનારી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે.
આ ચોથા ભેદની દૃષ્ટિથી સંસારી આત્મા જે જે કર્મના ઉદયથી જે જે ભાવોનું વેદન કરે છે, તે ભાવમય તે આત્મા કહેવાય છે. જેમ, અગ્નિથી તપાવેલું લોઢું લાલચોળ બને તે વખતે લોઢું તો લોઢું જ છે