________________
૧૮૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫| ગાથા-૧૨-૧૩ ટબાર્થ :
ત્રીજો ભેદ, ભેદકલ્પનાથી હીન શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ છે તે અર્થને સ્પષ્ટ કરે છે –
ભેદકલ્પનાથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકાય એ ત્રીજો ભેદ છે. જેમ, એક જીવને કે એક પગલાદિ દ્રવ્યને પોતાના ગુણપર્યાયથી અભિન્ન કહે છે=શુદ્ધ દ્રવ્યાધિકતય કહે છે.
કેમ અભિન્ન કહે છે ? તે સ્પષ્ટ કરે છે –
ભેદ છે–પોતાનાથી ગણપર્યાયનો ભેદ છે, પણ તેનીeભેદની અર્પણા ન કરી, પરંતુ અભેદની અર્પણા કરે. તે માટે અભિન્ન છે=પોતાના ગુણપર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. એ ત્રણ ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિકનયના આ ત્રણ ભેદો શુદ્ધ છે. પ/૧રા ભાવાર્થ
શુદ્ધ દ્રવ્યને જોનારી ત્રણ દૃષ્ટિ છે. પ્રથમ દૃષ્ટિથી “કર્મની ઉપાધિથી રહિત એવું શુદ્ધ આત્મદ્રવ્ય” જોવાનો ઉપયોગ મૂકવામાં આવે ત્યારે સંસારવર્તી સર્વ જીવો સિદ્ધસદશ દેખાય છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ પ્રથમ ભેદ છે, જે કેવલ શુદ્ધ દ્રવ્યરૂપ જીવને આશ્રયીને જ જોવાના વ્યાપારરૂપ છે.
વળી, કોઈ જીવદ્રવ્યને જોતી વખતે તેના દ્રવ્યને જોવામાં આવે, તો તેનું દ્રવ્ય ત્રણેય કાળમાં દ્રવ્યરૂપે અસ્તિત્વ ધરાવે છે અને તે રીતે પુદ્ગલાદિ કોઈપણ દ્રવ્યને જોવામાં આવે તો તે પુદ્ગલદ્રવ્ય દ્રવ્યરૂપે ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. તે દૃષ્ટિથી દ્રવ્યને જોવાનો ઉપયોગ પ્રવર્તે ત્યારે શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ બીજો ભેદ પ્રાપ્ત થાય છે.
વળી, કોઈ એક જીવદ્રવ્યને જોતી વખતે તે દ્રવ્યમાં વર્તતા ગુણપર્યાયને દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે ત્યારે તેના ગુણપર્યાયો દ્રવ્યથી પૃથફરૂપે જણાતા નથી, પરંતુ તે ગુણપર્યાયરૂપ જ તે દ્રવ્ય છે તેમ જણાય છે; કેમ કે એક પ્રદેશથી દ્રવ્યની સાથે ગુણપર્યાયો વળગેલા છે. તેથી ગુણપર્યાયથી અભિન્ન દ્રવ્યને જોનારી, દૃષ્ટિ એ શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ ત્રીજો ભેદ છે અને આ ભેદને જોનાર પણ સ્યાદ્વાદી છે. તેથી પર્યાયાર્થિકનયથી ગુણપર્યાય દ્રવ્યથી પૃથફ જણાય છે તોપણ ગુણપર્યાયના ભેદની અર્પણ કર્યા વગર દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયના અભેદની અર્પણ કરીને આ નયદષ્ટિ પ્રવર્તે છે.
દ્રવ્યાર્થિકનયના આ ત્રણે ભેદો શુદ્ધ છે; કેમ કે અશુદ્ધ અર્થને સ્પર્શતા નથી. જેમ, પ્રથમ ભેદમાં કર્મઉપાધિરૂપ અશુદ્ધ અંશનો સ્પર્શ નથી માટે શુદ્ધ છે, બીજા ભેદમાં ઉત્પાદવ્યયરૂપ પર્યાય અંશનો સ્પર્શ નથી માટે શુદ્ધ છે અને ત્રીજા ભેદમાં ગુણપર્યાયના ભેદ અંશનો સ્પર્શ નથી માટે શુદ્ધ છે. પ/૧રા અવતરણિકા :દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ બતાવે છે –
ગાથા :
અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે; કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે. ગ્યાન પ/૧૩