________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૪
૧૭૫
અવતરણિકા:
ગાથા-રમાં દ્રવ્યાર્થિકનય દ્રવ્યગુણપર્યાયનો અભેદ કઈ રીતે માને છે અને ભેદ કઈ રીતે માને છે તે બતાવ્યું અને ગાથા-૩માં પર્યાયાધિકનય દ્રવ્યગુણપર્યાયનો ભેદ કઈ રીતે માને છે અને અભેદ કઈ રીતે માને છે તે બતાવ્યું. તેથી પ્રશ્ન થાય કે એક તય ભેદ અને અભેદ બેય કઈ રીતે સ્વીકારી શકે ? તેના સમાધાન અર્થે કહે છે – ગાથા -
દોઈ ધર્મ નય જે ગ્રહઈ, મુખ્ય અમુખ્ય પ્રકારો રે;
તે અનુસારઇ કલ્પિઈં, તાસ વૃત્તિ ઉપચારો રે. ગ્યાન પ/૪ ગાથાર્થ :- નય બેઉ ધમ મુખ્ય અમુખ્ય પ્રકારે જે ગ્રહણ કરે છે, તે અનુસારે=બે ધમ ગ્રહણ કરે છે તે અનુસાર, તાસ તે બે નયની, વૃત્તિ અને ઉપચાર કહ્યું છે કલ્પના કરે છે. પ/૪ ટબો:
બહુ ધર્મ=ભેદ-અભેદ પ્રમુખ, જે નવ-વ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ગ્રહઈ-ઊહાખ્ય પ્રમાણઈ ધારઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારÚ-સાક્ષાત્ સંકેતઈં તથા વ્યવહિત સંકેતછે, તે નયની વૃતિ અનઈં તે નથનો ઉપચાર કલ્પિઈ. જિમ-ગંગા પદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઈં વિષથઈં છઇં, તે માટઈં પ્રવાહૐ શક્તિ તથા ગંગાતીરછેં ગંગાસંકેત વ્યવહિત સંકેત છઇં, તે માટ6 ઉપચાર. તિમ દ્રવ્યાર્થિકનયન સાક્ષાત્ સંકેત અભેદઈ છઇં, તે માટઈં-તિહાં શક્તિ ભેદઈ વ્યવહિત સંકેત છઈ તે માટઈં-ઉપચાર. ઈમ પર્યાયાર્થિનથની પણિ શક્તિ, ઉપચાર ભેદ, અભેદનઈં વિષથઈં જોડવા. પ/૪ ટબાર્થ :
ભેદ-અભેદ વગેરે બે ધમ=નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે બે ધર્મો, જે દ્રવ્યાર્દિકતય અથવા પર્યાયાર્થિકનથ ગ્રહણ કરે છે=ઊહાગ પ્રમાણથી ધારણ કરે છે–પોતાની જયદષ્ટિની વિચારણારૂપ બોધથી ધારણ કરે છે.
કઈ રીતે ભેદ-અભેદ બેઉ ધર્મો ધારણ કરે છે ? તેથી કહે છે –
મુખ્ય-અમુખ્ય પ્રકારે ધારણ કરે છે અર્થાત્ સાક્ષાત્ સંકેતથી અને વ્યવહિત સંકેતથી ધારણ કરે છે, તે નયની વૃત્તિ અને તે નયનો ઉપચાર કલ્પાય છે અર્થાત્ જે સાક્ષાત્ સંકેતથી ગ્રહણ કરે છે તે નયની વૃત્તિ છે એમ કલ્પના કરાય છે અને જે વ્યવહિત સંકેતથી ગ્રહણ કરે છે તે નયનો ઉપચાર છે એમ કલ્પના કરાય છે.