________________
૧૭૩
દ્રવ્યગુણપર્ણયનો રાસ લાભ-૧ | ઢાળ-૫| ગાથા-૨-૩ કંબુગ્રીવાદિ પર્યાયમાં નથી. આમ છતાં જ્યારે ઘટપદથી કંબુગ્રીવાદિને ઉપસ્થિત કરવા હોય તો લક્ષણાથી કરી શકાય. જેમ, જયાં પોષ: I એ પ્રકારના પ્રયોગમાં “ગંગા' પદથી “ગંગાનો પ્રવાહ” ઉપસ્થિત થાય છે, પરંતુ “ગંગા' પદથી “ગંગાનું તીર' ઉપસ્થિત થતું નથી. આમ છતાં “આ ઘોષ શીતલ છે અને પાવન છે' એ પ્રકારનો બોધ કરાવવા અર્થે “fiાય પોષ: ' એ પ્રકારનો પ્રયોગ થાય છે અને તે સ્થાનમાં કરાયેલા જયાં પોષ: I' એ પ્રકારના વચનથી વિવેકીને “ગંગાના કિનારામાં ઘોષ છે અને ગંગાના કિનારામાં હોવાથી તે ઘોષ શીતલ અને પાવન છે એ પ્રકારનો અર્થ ઉપસ્થિત થાય છે. માટે તેવા સ્થાનમાં લક્ષણાની પ્રવૃત્તિ દુર્ઘટ નથી.
તેમ, દ્રવ્યાર્થિકનયથી ઘટપદ દ્વારા ગુણપર્યાયથી અભિન્ન એવાં મૃદ્ધવ્યની ઉપસ્થિતિ હોવા છતાં કંબુગ્રીવાદિ પર્યાયની ઉપસ્થિતિ કરાવવાનું પ્રયોજન હોય ત્યારે તેવા પ્રકારના પ્રયોજનને અનુસાર લક્ષણાની પ્રવૃત્તિથી કંબુગ્રીવાદિ પર્યાયની પણ વિવેકીને ઉપસ્થિતિ થાય છે.
જેમ કોઈ વ્યક્તિને “ઘટ પદથી વાચ્ય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયથી અભિન્ન મુદ્રવ્ય છે' તેવો સામાન્ય બોધ હોવા છતાં ગમે તે મૃદ્રવ્ય ઘટપદથી વાચ્ય નથી, પરંતુ કંબુગ્રીવાદિ પર્યાયવાળું મૃદ્ધવ્ય જ ઘટપદથી વાચ્ય છે તેવો સ્પષ્ટ બોધ ન હોય તે વખતે મૃદ્રવ્યથી ભિન્ન કંબુગ્રીવાદિ પર્યાયને ઘટપદથી ઉપસ્થિત કરાવવું હોય તો દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી કહેનાર પુરુષ પણ લક્ષણા દ્વારા દ્રવ્યથી ભિન્ન એવાં કંબુગ્રીવાદિ પર્યાયનું કથન કરે તો અસંગત થાય નહીં. આપણા અવતરણિકા:
પૂર્વની ગાથામાં દ્રવ્યાર્થિકાયથી દ્રવ્યગુણપર્યાયનો મુખ્યવૃત્તિથી અભેદ છે અને ઉપચારથી ભેદ છે તેમ બતાવ્યું. હવે પયયાર્થિકનયથી દ્રવ્યગુણપર્યાયનો મુખ્યવૃત્તિથી ભેદ છે અને ઉપચારથી અભેદ છે તેમ બતાવે છે – ગાથા :
મુખ્યવૃત્તિ સવિ લેખવઈ, પર્યાયારથ ભેદઈ રે;
ઉપચાર અનુભવબલઇ, માનદં તેહ અભેદઇ રે. ગ્યાન પિ/all ગાથાર્થ -
મુખ્યવૃત્તિથી સર્વ દ્રવ્યગુણપર્યાય, પર્યાયાર્થિકનય ભેઈ=ભેદથી, લેખવે કહે. વળી, અનુભવના બળથી તેહeતેને દ્રવ્યગુણપર્યાયને, ઉપચારથી અભેદ માને. ||પ/3II રબો :
ઈમ-પર્યાયાર્થના મુખ્યવૃત્તિથક સર્વ-દ્રવ્ય, ગુણ, પર્યાય-ભેદઈ લેખવઈ, માઈં એ નથનઈં મતઈં મૃદાદિપાદન દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિ