________________
૧૮૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ / ગાથા-૬
વળી, સમ્મતિની સાક્ષી આપતાં કહ્યું કે, સુનયનું લક્ષણ છે કે “જે નય પોતાનો અર્થ અર્થાત્ વિષય, હોય તેને ગ્રહણ કરે ત્યારે પણ ઇતર અંશનો પ્રતિક્ષેપ કરતો નથી. તેથી અર્થથી અમુખ્યરૂપે ઇતર નયનો વિષય સ્વીકારે છે, માટે તે સુનય છે. વળી, જે નય સ્વઅર્થનું ગ્રહણ કરે છે અને તે પદાર્થમાં રહેલા ઇતર અંશનો પ્રતિક્ષેપ કરે છે તે દુર્નય છે.” જેમ, નૈયાયિક જે સ્થાનમાં દ્રવ્યાર્થિકનયનો વિષય સ્વીકારે છે તે સ્થાનમાં પર્યાયાર્થિકનયના વિષયનો પ્રતિક્ષેપ કરે છે અને જે સ્થાનમાં પર્યાયાર્થિકનયનો વિષય સ્વીકારે છે તે સ્થાનમાં દ્રવ્યાર્થિકનયના વિષયનો પ્રતિક્ષેપ કરે છે. માટે તૈયાયિકે સ્વીકારેલા બંને નયો દુર્નય છે.
આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ટબામાં હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે –
આ રીતે નયના વિચારથી ભેદ-અભેદગ્રાહ્ય વ્યવહાર સંભવે છે અર્થાત્ પૂર્વમાં સ્થાપન કર્યું કે, દ્રવ્યાર્થિકનય મુખ્યરૂપે અભેદ સ્વીકારે છે અને ગૌણરૂપે ભેદ સ્વીકારે છે તથા પર્યાયાર્થિકન મુખ્યરૂપે ભેદ સ્વીકારે છે અને ગૌણરૂપે અભેદ સ્વીકારે છે એ રૂ૫ ભેદ-અભેદગ્રાહ્ય વ્યવહારનયની દૃષ્ટિથી સંભવે છે.
ગાથામાં કહેલ નયદૃષ્ટિથી ભેદ-અભેદ કઈ રીતે સંભવે છે ? તે સ્પષ્ટ કર્યા પછી હવે ગાથામાં કહેલ નયદૃષ્ટિથી ઉપચાર કઈ રીતે સંભવે છે ? તે સ્પષ્ટ કરે છે –
“અને નયના સંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણ સંભવે છે.”
આશય એ છે કે “ગંગા” શબ્દનો સાક્ષાત્ સંકેત “પ્રવાહમાં છે અને પરંપરાસંકેતરૂપ સંકેતવિશેષ ગંગાના તીર’માં છે. તે રીતે દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદમાં છે અને પરંપરાસંકેતરૂપ સંકેતવિશેષ ભેદમાં છે. વળી, તે સંકેતવિશેષથી ગ્રાહક એવી વૃત્તિવિશેષરૂપ ઉપચાર પણ નય સ્વીકારે છે સાક્ષાત્ ગ્રાહક એવી વૃત્તિથી અભેદ સ્વીકારે છે અને પરંપરાગ્રાહક એવી વૃત્તિવિશેષરૂપ લક્ષણા પણ સ્વીકારે છે, તેથી નયથી ઉપચારનો પણ સંભવ છે.
ગાથાના ઉત્તરાર્ધના કથનથી શું ફલિત થાય છે ? તે હવે બતાવે છે –
જે માટે નયવિચારથી ભેદ-અભેદનો સંભવ છે અને ઉપચારનો સંભવ છે, તે માટે ભેદ-અભેદ તે મુખ્યપણે પ્રત્યેક નયનો વિષય છે અને મુખ્ય-અમુખ્યપણે ઉભયનયનો વિષય છે.
આશય એ છે કે, પર્યાયાર્થિકનયનો મુખ્યપણે વિષય ભેદ છે અને દ્રવ્યાર્થિકનયનો મુખ્યપણે વિષય અભેદ છે. વળી, મુખ્ય-અમુખ્યપણે, દ્રવ્યાર્થિકનયનો વિષય પણ ભેદ-અભેદ છે અને પર્યાયાર્થિકનયનો વિષય પણ ભેદ-અભેદ છે. -
આ રીતે ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે, નયદૃષ્ટિથી ભેદ-અભેદ સંભવે છે” તેનો ફલિતાર્થ બતાવ્યો. હવે “નયદૃષ્ટિથી ઉપચાર સંભવે છે” તેમ કહ્યું તેનો ફલિતાર્થ શું છે ? તે સ્પષ્ટ કરે છે – “ઉપચાર તે મુખ્યવૃત્તિની જેમ નયના પરિકરપણે વિષય નથી.”
આશય એ છે કે, જે નયનો જે વિષય હોય, તે નયનો તે વિષય પરિકર કહેવાય. જેમ, દ્રવ્યાર્થિકનયનો વિષય અભેદ છે, દ્રવ્યાર્થિકનયનો વિષય નિત્ય છે અને એ સિવાય દ્રવ્યાર્થિકનયના જે જે મુખ્ય વિષય હોય