________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૪-૫
ગાથાર્થ ઃ
પૂર્વમાં જે ઘટ શ્યામભાવમાં છે તે પાછળથી રાતો ભિન્ન છે. ઘટભાવથી ભિન્ન જણાય નહીં=શ્યામઘટ અને રક્તઘટ ઘટભાવથી ભિન્ન જણાય નહીં, વિરોધની શી વાતો ? તેથી શ્યામભાવથી રક્તભાવ પ્રાપ્ત કરેલા ઘટમાં વિરોધની વાતો કઈ રીતે કહી શકાય ? ||૪/૪।। ટબો ઃ
જે ઘટ પહિલાં શ્યામભાવ છઈં, તે પછઈં રાો ભિન્ન જણાઈ છઈં, અન-બિહું કાલિ ઘટભાવઈં અભિન્ન જ જણાઈ છઈં. શ્યામ-રક્ત અવસ્થાભેદઈં ઘટ એક જ છઈં, તો ઈહાં વિરોધની વાત સી કહવી ? ||૪/૪||
૧૪
-
ઢબાર્થ ઃ
જે ઘટ, પહેલાં શ્યામભાવમાં છે, તે ઘટ, પછી રાતો – ભિન્ન જણાય છે=બીજી ક્ષણોમાં રક્ત થયેલો જુદો જણાય છે અને બેઉ કાળમાં ઘટભાવથી અભિન્ન જ જણાય છે. તો=તેથી અર્થાત્ શ્યામ અને રક્ત અવસ્થાભેદમાં ઘટ એક જ છે તો, ઈહાં=ભેદાભેદમાં, વિરોધની વાત કઈ રીતે કહેવાય ? અર્થાત્ કહી શકાય નહીં. ।।૪/૪/
ભાવાર્થ :
દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ છે અને અભેદ પણ છે. કઈ અપેક્ષાએ અભેદ છે ? તો કહે છે કે દ્રવ્યની અપેક્ષાએ અભેદ છે અને કઈ અપેક્ષાએ ભેદ છે ? તો કહે છે કે પર્યાયની અપેક્ષાએ ભેદ છે. તે અનુભવથી દેખાડે છે. જેમ,
જે શ્યામભાવવાળો ઘટ પહેલાં છે તે પકવવાની ક્રિયા પછી રાતાભાવવાળો થાય છે. તેથી શ્યામભાવવિશિષ્ટઘટ પાછળથી રક્તભાવવિશિષ્ટઘટ બને છે, તે અપેક્ષાએ ઘટમાં ભેદ છે. વળી, શ્યામભાવના ઘટમાં અને રક્તભાવના ઘટમાં ઘટભાવથી ભિન્નતા જણાતી નથી. તે અપેક્ષાએ ઘટમાં અભેદ છે. તેથી કોઈક દૃષ્ટિથી ઘટમાં ભેદ દેખાય છે તો અન્ય દૃષ્ટિથી ઘટમાં અભેદ દેખાય છે; કેમ કે ઘટમાં વર્તતા શ્યામભાવ અને રક્તભાવ જોનારી દૃષ્ટિથી ઘટનો ભેદ જણાય છે. જ્યારે શ્યામભાવ અને રક્તભાવ બંનેમાં ઘટભાવને જોનારી દૃષ્ટિથી અભેદ જણાય છે. તેથી એક ઘટરૂપ વસ્તુમાં ભેદ પણ છે અને અભેદ પણ છે તેનો વિરોધ નથી.
તેમ, એક વસ્તુમાં રહેલા ગુણપર્યાયનો દ્રવ્યથી ભેદ પણ છે અને તે વસ્તુમાં રહેલા ગુણપર્યાયનો દ્રવ્યથી અભેદ પણ છે. ૪/૪
અવતરણિકા :
હવઈ આત્મદ્રવ્યમાંહિ ભેદાભેદો અનુભવ દેખાડઈ છઈ –