________________
કવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪નું યોજના સ્વરૂપ
૧૬૧ છે. આથી જીવ પોતાના દેહથી જે કૃત્યો કરે છે તે કૃત્યોને અનુરૂપ પોતાને શુભ કે અશુભ ભાવો થાય છે. તેથી વિવેકી પુરુષ પોતાના દેહથી પોતાનો અભેદ છે તેવી બુદ્ધિથી પોતાના દેહને યોગમાર્ગમાં પ્રવર્તાવવા યત્ન કરે છે અને વિચારે છે કે, “અનાદિના કર્મના સંસર્ગને કારણે મને દેહની સાથે અભેદની પ્રાપ્તિ થઈ છે અને જો આ દેહને અનુકૂળ ક્રિયામાં પ્રવર્તાવીશ અથવા “આ ક્રિયા દેહ કરે છે, હું કરતો નથી' એવું વિચારીશ તોપણ દેહથી કરાયેલી ક્રિયાને અનુકૂળ મને જે ભાવો થાય છે તે સર્વ દેહની સાથે મારો અભેદ ન હોય તો સંભવે નહીં.” જેમ અન્યના દેહથી કરાયેલી ક્રિયાથી પોતાને કોઈ ભાવો થતા નથી, માટે પોતાના દેહની સાથે પોતાનો કથંચિત્ અભેદ છે તેમ વિચારીને પદાર્થને યથાર્થ જોનારી નિર્મળ દૃષ્ટિવાળો જીવ પોતાનાથી અભિન્ન એવાં દેહને પોતાના આત્મહિત માટે પ્રવર્તાવે છે. આથી જ તીર્થકરો પણ નિર્લેપયોગી હોવા છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી નિર્દોષ આહારાદિમાં સર્વ ઉચિત યતનાઓ કરે છે. તેથી એ ફલિત થાય કે, ઉચિત સ્થાને જોડાયેલો ભેદ મોહના નાશનું કારણ બને છે અને ઉચિત સ્થાને જોડાયેલો અભેદ પણ મોહના નાશનું કારણ બને છે, પરંતુ મોહને પરવશ એવી અભેદબુદ્ધિ થાય તો તે અભેદબુદ્ધિ જ કર્મબંધનું કારણ બને છે.
જેમ, સંસારી જીવોને મોહને પરવશ, દેહમાં અભેદબુદ્ધિ થાય છે, ધનાદિમાં અભેદબુદ્ધિ થાય છે કે કુટુંબમાં પણ અભેદબુદ્ધિ થાય છે, તે કર્મબંધનું કારણ છે. વળી, મોહને પરવશ ભેદબુદ્ધિ કરવામાં આવે તોપણ તે કર્મબંધનું કારણ બને છે.
જેમ, એકાંતનિશ્ચયનયમાં અભિનિવેશવાળા જીવો પોતાના આત્માથી દેહ ભિન્ન છે તેમ સ્વીકારીને “દેહથી કરાતી ભોગાદિ પ્રવૃત્તિઓ સાથે મારે કોઈ સંબંધ નથી” તેવી કલ્પના કરીને મનમાં સંતોષ માને છે કે અલિપ્તભાવથી કરાયેલા ભોગો પણ અનર્થકારી નથી. વસ્તુત: પોતાના દેહને અનુકૂળ ભાવો પ્રત્યેના મોહના ભાવોથી પ્રેરિત બુદ્ધિ જ તેઓને “આ દેહ કાર્ય કરે છે, હું કરતો નથી તેવા વિકલ્પો કરાવીને દેહની અનુકૂળતા અર્થે સર્વ પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે.
વળી, સંસારી જીવો પણ પોતાની સ્વાર્થવૃત્તિ હોય ત્યારે પોતાના સ્વજન આદિ સાથે ભેદબુદ્ધિ કરીને તેઓની હિતચિંતાને અનુકૂળ કોઈ પ્રયત્ન કરતાં નથી કે તેઓની સાથે પોતાનો જે સંબંધ છે તેને કારણે પોતે શું ઉચિત કરવું જોઈએ તેનો પણ વિચાર કરતાં નથી. આ સ્થાનમાં પણ તેઓની સ્વજનાદિ સાથેની ભેદબુદ્ધિ મોહથી જ પ્રેરિત છે. આથી જ વીર ભગવાને પોતાનાં માતાપિતા પ્રત્યેના હિત અર્થે તેઓના જીવતાં સંયમ ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા ગર્ભાવસ્થામાં ગ્રહણ કરી હતી; કેમ કે પોતાનાં માતાપિતા સાથે પોતાનો કથંચિત્ અભેદ છે. તેથી તે અભેદની અપેક્ષાએ ઔચિત્યનો વિચાર કર્યા વગર સંયમ ગ્રહણ કરવામાં આવે તોપણ તે સંયમ કલ્યાણનું કારણ બને નહીં.
વળી, ગાથા-૧ના ટબામાં કહ્યું કે “વિતગિચ્છાસમાપન એવાં આત્મા સમાધિને પ્રાપ્ત કરતાં નથી”, તેથી એ ફલિત થાય છે, જેઓ પોતાની શક્તિ અનુસાર શ્રતધર્મનું અવલંબન લઈને ભેદભેદનો ઉચિત નિર્ણય કરવા યત્ન કરતાં નથી, તેઓને મૃતધર્મમાં દઢ વિશ્વાસ નથી અને તે શ્રતધર્મમાં દઢ વિશ્ર્વાસ નહીં હોવાને કારણે તેઓ સમાધિને પ્રાપ્ત કરતાં નથી. માટે સમાધિના પ્રાપ્તિના અર્થીએ શક્તિના પ્રકર્ષથી