________________
૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-કનું યોજનસ્વરૂપ ભેદભેદનો ઉચિત નિર્ણય કરીને કયા સ્થાને ભેદની વિચારણા મોહના ઉન્મેલનનું કારણ બને છે અને કયા સ્થાને અભેદની વિચારણા મોહના ઉમૂલનનું કારણ બને છે, તેનો માર્ગાનુસારી ઊહ સદા કરવો જોઈએ. જેથી શ્રુતધર્મમાં દઢ મન રહે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણીને અનુકૂળ એવાં ભેદભેદની વિચારણાનું કારણ બનશે. વળી, જેઓ તે પ્રકારના ભેદભેદનો નિર્ણય કરવા માટે યત્ન કરતાં નથી, તેઓને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા નથી. આથી જ જિનવચનાનુસાર તત્ત્વને જાણવા માટે વિશેષ પ્રકારનો ઉત્સાહ નથી તેવા જીવો સંયમની ઉચિત ક્રિયા કરતાં હોય તોપણ સમાધિને પામતા નથી. જેથી તેઓની ક્રિયાઓ સંસારના ઉચ્છેદનું કારણ બનતી નથી.
ગાથા-૩થી ૭ સુધી અનુભવને અનુરૂપ દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ બતાવ્યો અને તે ભેદભેદની વિચારણા આત્મકલ્યાણ માટે આ રીતે ઉપયોગી થાય –
જેમ સામાન્યથી સંસારી જીવ પોતાના અનુભવ અનુસાર દેહ આદિથી પોતાનો અભેદ વિચારે છે કે તેથી દેહની સારસંભાળ આદિ કરવામાં જે સુખ થાય છે તે “મને થાય છે તેમ વિચારે છે અને પ્રસંગે દેહનો કોઈક ભાગ વિષાદિથી દૂષિત થયેલો હોય તો પોતાના સુખમાં તે ભાગ બાધિત છે તેમ વિચારીને પોતાનાથી દેહનો ભેદ છે તેવી બુદ્ધિ કરીને તે ભાગનું છેદનાદિ પણ કરાવે છે. જો સર્વથા દેહાદિ સાથે અભેદબુદ્ધિ હોય તો દેહના ભાગના છેદથી “મારો જ છેદ થશે' તેવી બુદ્ધિ થાય, પરંતુ તે સમયે તે વિચારે છે કે “દેહનો આ ભાગ જ વિષાદિથી દૂષિત હોવાને કારણે મને ઉપદ્રવ કરનાર છે.” માટે ઉપદ્રવ કરનાર એવાં તે ભાગને પોતાનાથી ભિન્ન માનીને ઉચ્છેદ કરવાને માટે તૈયાર થાય છે. આ પ્રકારના દેહ સાથેની કથંચિત્ ભેદની અને કથંચિત્ અભેદની બુદ્ધિ મોહધારાના પરિણામમાંથી થયેલ હોવાથી કલ્યાણનું કારણ નથી, પરંતુ સંસારવૃદ્ધિનું જ કારણ છે; કેમ કે જેઓ માત્ર શાતામાં જ સુખની બુદ્ધિ ધારણ કરે છે, અશાતામાં દુઃખની બુદ્ધિ ધારણ કરે છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપની લેશ પણ કલ્પના જેઓ કરી શકતા નથી, તેઓ દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન એવાં આત્માના સાચા સુખના અર્થી થઈને અનુભવ અનુસાર દેહના ભેદભેદનો વિચાર કરતાં નથી. તેથી સંસારી જીવોએ સ્વીકારેલ દેહ સાથેનો ભેદભેદ પ્રમાણિક અનુભવ અનુસાર હોવા છતાં આત્માના પારમાર્થિક સ્વરૂપના અજ્ઞાનથી ઉત્થિત હોવાને કારણે સંસારનું જ કારણ બને છે.
વળી, જેઓને દેહથી પૃથફભૂત એવાં આત્માના સુખ પ્રત્યે પક્ષપાત થયેલો છે, તેઓ મોહના ઉન્મેલનનું કારણ બને તે પ્રકારે દેહની સાથે ભેદભેદનો વિચાર કરે છે. વળી, તેઓ દેહને પોતાનાથી કથંચિત્ પૃથક માનીને દેહજન્ય ભાવો આત્માના ભાવો નથી તે રૂપે જુએ છે અને દેહ આદિના સંગ વગરનો નિર્લેપ પરિણામ આત્માનો પરિણામ છે તે રૂપે જુએ છે. વળી, પોતાને દેહની સાથે કથંચિત્ અભેદ છે તેમ વિચારીને પોતાના અસંગભાવોને પ્રગટ કરવામાં દેહ કઈ રીતે ઉપકારક થાય તેનો વિચાર કરીને પોતાનાથી અભિન્ન એવાં દેહને યોગમાર્ગની સાધનામાં પ્રવર્તાવે છે. તેઓના ભેદભેદની વિચારણા જિનવચનાનુસાર હોવાથી સંયમની પરિણતિનું કારણ બને છે અને અંતે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે ત્યારે પોતાના શુદ્ધ આત્માના દ્રવ્યગુણપર્યાયનો કઈ રીતે પરસ્પર ભેદ છે તેનો અનુભવ અનુસાર ચિંતવન કરીને