________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧ વળી, પૂર્વમાં જેમ ઘટમાં દ્રવ્યગુણપર્યાયનું યોજન બતાવ્યું. તેમ કર્મ આદિ અને અજીવ પદાર્થોમાં પણ દ્રવ્યગુણપર્યાયનું યોજન કરવું.
૧૬૮
વળી, આસવરૂપ એક અર્થનેપદાર્થને, ગ્રહણ કરીને વિચારીએ તો આસવ એ કર્મના આગમનને અનુકૂળ એવો જીવનો પરિણામ છે. માટે તે જીવદ્રવ્યનો પર્યાય છે, દ્રવ્યરૂપે જીવ ભાસે છે અને તે જીવદ્રવ્યના જ્ઞાનવીર્યાદિ ગુણો દેખાય છે. તેથી પ્રમાણદૃષ્ટિથી જીવદ્રવ્ય, જીવદ્રવ્યનો આસવપર્યાય અને તે જીવદ્રવ્યના જ્ઞાનવીર્યાદિ ગુણો છે તે સ્વરૂપે આસ્રવ પદાર્થ દેખાય છે.
વળી, સંવરૂપ એક અર્થને=પદાર્થને, ગ્રહણ કરીને વિચારીએ તો, સંવર એ કર્મના આગમનના રોધને અનુકૂળ એવો જીવનો પરિણામ છે. માટે તે જીવદ્રવ્યનો પર્યાય છે, દ્રવ્યરૂપે જીવ ભાસે છે અને જીવદ્રવ્યના જ્ઞાનવીર્યાદિ ગુણો દેખાય છે. તેથી પ્રમાણદૃષ્ટિથી જીવદ્રવ્ય, જીવદ્રવ્યનો સંવરપર્યાય અને તે જીવદ્રવ્યના જ્ઞાનવીર્યાદિ ગુણો છે તે સ્વરૂપે સંવર પદાર્થ દેખાય છે.
વળી, બંધ એ જીવ અને કર્મ એ બેના સંબંધરૂપ પર્યાય છે અને પ્રમાણદૃષ્ટિથી તેને જોવામાં આવે ત્યારે બંધ એ જીવ અને કર્મ એ બન્નેમાં મિશ્રદ્રવ્યનો પર્યાય દેખાય છે. તેથી પ્રમાણદૃષ્ટિથી બંધપર્યાયના દર્શનકાળમાં જીવદ્રવ્ય કર્મદ્રવ્ય સાથે મિશ્ર થયેલું એક દ્રવ્ય દેખાય છે અને જીવદ્રવ્યના જ્ઞાનવીર્યાદિ ગુણો તથા કર્મદ્રવ્યના રૂપ૨સાદિ ગુણો તે મિશ્રદ્રવ્યના ગુણો દેખાય છે.
વળી, નિર્જરા એ નિર્જરાને અનુકૂળ એવાં જીવના અધ્યવસાયથી આત્માથી છૂટા પડાયેલા કર્મની અવસ્થા છે. તેથી આત્માથી છૂટા પડેલા કર્મનો અને જીવનો નિર્જરાપર્યાય છે. તેથી આત્મદ્રવ્ય અને કર્મદ્રવ્ય બે દ્રવ્યોરૂપે જણાય છે, કર્મદ્રવ્યોનો નિર્જરાપર્યાય, આત્મદ્રવ્યનો નિર્જરાપર્યાય અને આત્મદ્રવ્યનો નિર્જરાને અનુકૂળ એવો અધ્યવસાયપર્યાય જણાય છે, આત્માના જ્ઞાનાદિ ગુણો અને નિર્જરા કરાયેલાં કર્મોના રૂપાદિ ગુણો દેખાય છે. આ સર્વની ઉપસ્થિતિ પ્રમાણદૃષ્ટિથી મુખ્યરૂપે કરવામાં આવે ત્યારે તે નિર્જરા એ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે બોધનો વિષય બને છે.
વળી, મોક્ષ એ સંપૂર્ણ કર્મક્ષયરૂપ છે=સંપૂર્ણ કર્મક્ષય થવાથી પ્રગટ થતી જીવની અવસ્થા એ મોક્ષ છે. તેથી મોક્ષ એ જીવનો પર્યાય છે અને તે મોક્ષપર્યાયનો આધાર જીવદ્રવ્ય છે અને મુક્તાવસ્થામાં વર્તતા જ્ઞાનાદિ ગુણો છે. તેથી જીવદ્રવ્ય, તેના જ્ઞાનાદિગુણો અને તેનો મોક્ષપર્યાય તે ત્રણેની મુખ્યરૂપે ઉપસ્થિતિ ક૨વામાં આવે ત્યારે મોક્ષરૂપ એક અર્થ=પદાર્થ, ત્રણરૂપે જણાય છે.
અહીં ટબામાં કહ્યું કે, સપ્તભંગીઆત્મક પ્રમાણથી દ્રવ્યગુણપર્યાય ત્રયરૂપપણું મુખ્ય રીતે જણાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યગુણપર્યાયરૂપ પૂર્ણ પદાર્થને પ્રમાણદૃષ્ટિથી જોવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય ત્રણે મુખ્યરૂપે જણાય છે અને તે પ્રમાણવચન જેમ ત્રણેને મુખ્ય જણાવે છે તેમ તે દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ અને અભેદ કરીને સાત ભાંગા કરીને પણ જણાવે છે. તેથી તે પ્રમાણવચન સપ્તભંગીઆત્મક પણ છે અને મુખ્યરૂપે દ્રવ્યગુણપર્યાયનો બોધ કરાવનાર પણ છે, પરંતુ નયદૃષ્ટિની જેમ તે દ્રવ્યગુણપર્યાયમાંથી એકને મુખ્યરૂપે અને અન્ય બેને ઉપચારથી=ગૌણરૂપે, જણાવતું નથી.