________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૪નું યોજનસ્વરૂપ
૧૬૩ શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત કરે છે અને પોતાના શુદ્ધ આત્માના દ્રવ્યગુણપર્યાયનો કઈ રીતે અભેદ છે તેનો અનુભવ અનુસાર ચિંતવન કરીને શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત કરે છે. માટે જિનવચનાનુસાર ભેદભેદનું સમ્યફ ચિંતવન અનુભવ અનુસાર કરીને યત્ન કરવાથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. . વળી, ગાથા-૭માં કહ્યું કે, જિનશાસન માત્ર દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ સ્વીકારતો નથી, પરંતુ જગતના સર્વ પદાર્થો સાથે ભેદભેદ સ્વીકારે છે. તેથી ભેદભેદ સર્વત્ર વ્યાપક છે અને તે ભેદભેદની વિચારણા આત્મકલ્યાણ માટે આ રીતે ઉપયોગી થાય –
દ્રવ્યાર્થિકનયથી સર્વ દ્રવ્યોનો પરસ્પર અભેદ છે; કેમ કે શુદ્ધ દ્રવ્યાર્થિકનય ઊર્ધ્વતા સામાન્ય અને તિર્યસામાન્ય સ્વીકારે છે. તેથી સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ સમાન છે. માટે સર્વ દ્રવ્યોને અભેદ કરીને એક માને છે અને પર્યાયાર્થિકનય તે દ્રવ્યોમાં વર્તતા જડત્વ, ચેતનત્વાદિ ધર્મોને ગ્રહણ કરીને ભેદ માને છે અને યોગીઓ રાગાદિ વિકલ્પોના શમન અર્થે શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સર્વ દ્રવ્યોનો અભેદ વિચારે છે ત્યારે કોઈપણ દ્રવ્યમાં રહેલ વિશેષ ધર્મમાં ઉપયોગ જતો નથી. તેથી સર્વ દ્રવ્યોમાં વર્તતા સમાન ધર્મના બળથી યોગીઓ પોતાનામાં સમતાની પરિણતિ ઉત્પન્ન કરે છે અને જ્યારે તે દ્રવ્યોમાં વર્તતા કોઈક વિશેષ ધર્મ પ્રત્યે યોગીનો ઉપયોગ જાય તો તે વિશેષ ધર્મના ઉપયોગને કારણે યોગીના ચિત્તમાં તે ધર્મ પ્રત્યે પક્ષપાત થવાથી સમભાવનો પરિણામ જ્ઞાન થાય છે. તેથી સમભાવના અર્થી યોગી સર્વ દ્રવ્યોને સમાન જોઈને સમભાવને અતિશય કરવા અર્થે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લે છે. જેથી અભેદ બુદ્ધિ સ્થિર થાય છે.
વળી, આત્માથી ભિન્ન એવાં સર્વ પદાર્થો પ્રત્યે મમત્વના પરિવાર અર્થે યોગી ભેદનયની દૃષ્ટિનું અવલંબન લઈને આત્માથી ભિન્ન એવાં દેહાદિ અને ભિન્ન એવાં અન્ય દ્રવ્યો પ્રત્યેના મમત્વના પ્રતિબંધનો નાશ કરે છે. તેથી શ્રુતાનુસારે સર્વ દ્રવ્યો સાથે ભેદભેદની વિચારણા પણ મોહનું ઉન્મેલન કરીને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને છે.
વળી, ગાથા-૮માં કહ્યું કે જે વસ્તુનો પરસ્પર ભેદ છે તે જ વસ્તુનો અન્ય દૃષ્ટિથી અભેદ પણ છે અને આ ભેદભેદ સાતસો નયોનો મૂળ હેતુ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પદાર્થને શ્રુતાનુસારે યથાર્થ રીતે જોનારી દૃષ્ટિ અનેક પ્રકારની છે અને તે સર્વ દૃષ્ટિને સાત નયમાં વિભાગ પાડીને ભગવાનના શાસનમાં સાત નયો બતાવાયા છે. વળી, આ સાતે નયોમાં પણ અવાંતર અનેક દૃષ્ટિ પદાર્થના યથાર્થ સ્વરૂપને બતાડનાર છે તેને આશ્રયીને એક એક નયાના સો-સો ભેદો પડે છે. તેથી સાત નિયોને આશ્રયીને સાતસો ભેદો પડે છે અને તે સર્વ નયદૃષ્ટિથી પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે ભેદભેદની દૃષ્ટિ જ ઉપકારક છે. તેથી ગાથા-૮માં કહ્યું કે તે ભેદભેદ જ સાતસો નયોનો મૂળ હેતુ છે અને જે યોગીઓ તે સાતસો નયોના પરમાર્થને જાણીને શ્રુતાનુસાર તે સર્વ નયોની દૃષ્ટિથી જગતના સ્વરૂપનું અવલોકન કરે છે તેઓ શુદ્ધ આત્માના સ્વરૂપના અવલોકન અર્થે તે સર્વ નયોની દૃષ્ટિના બળથી જ વિશેષ પ્રકારની નિર્લેપ પરિણતિ પ્રગટ કરી શકે છે; કેમ કે સર્વે નયો જિનવચનાનુસાર બોધ કરાવીને પોતાના ભાવોને જિનતુલ્ય પ્રગટ કરાવવામાં જ ઉપકારક બને છે. તેથી ક્ષપકશ્રેણી તરફ જવા માટે સૂક્ષ્મ માર્ગાનુસારી ઊહ પ્રગટ કરવામાં આ સર્વ નયની દૃષ્ટિઓ અત્યંત ઉપકારક છે અને વર્તમાનમાં દ્વાદશાર નયચક્ર અનુસાર એક-એક