________________
૧પ૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪/ ગાથા-૧૪
સપ્તભંગી આદિના અભ્યાસથી જીવાદિ તત્ત્વના પરિજ્ઞાનને કારણે યશકિર્તિ કેમ વધે છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે માટે સ્યાદ્વાદના પરિજ્ઞાનથી જ જૈનોને તર્કવાદનો યશ છે. આશય એ છે કે જૈનશાસન સ્યાદ્વાદની પ્રરૂપણા કરે છે અને સ્યાદ્વાદ યથાર્થવાદ છે; કેમ કે સર્વ ઉચિત સ્થાને ઉચિત દૃષ્ટિથી પદાર્થનું યથાર્થ સ્વરૂપ બતાવે છે અને જેઓ સાદ્વાદના મર્મને જાણનારા થાય છે તેઓ સર્વ પદાર્થો ઉચિત સ્થાને ઉચિત દૃષ્ટિથી યોજનારા છે. તેથી મધ્યસ્થ દૃષ્ટિવાળા છે અને જેઓ મધ્યસ્થ દૃષ્ટિથી યથાર્થ તત્ત્વને જોનારા છે તેઓ જિનના ઉપાસક છે અને જિનના ઉપાસકો જે તર્કદષ્ટિથી પદાર્થનું સ્થાપન કરે છે, તે સ્થાપન કરાયેલો પદાર્થ મધ્યસ્થ વિદ્વાનને સહજ સુહાય છે. તેથી જૈનોના તકવાદથી તે મધ્યસ્થ વિદ્વાનો પ્રભાવિત થઈને કહે છે કે “આ પદાર્થને કહેનાર આપ્તપુરુષ જ છે, કે જેઓએ અનુભવને અનુરૂપ સર્વ ઉચિત દૃષ્ટિઓથી પદાર્થનું યથાર્થ સ્થાપન કર્યું છે તેથી સ્યાદ્વાદના પરિજ્ઞાનથી જૈનોને તર્કવાદનો યશ પ્રાપ્ત થાય છે.
વળી, જેઓ સપ્તભંગી આદિના બળથી જીવાદિ તત્ત્વોને જાણે છે, તેઓને સ્યાદ્વાદનું યથાર્થ પરિજ્ઞાન છે અને જેઓએ પોતાની શક્તિ અનુસાર અપ્રમાદથી યત્ન કરીને સ્યાદ્વાદનું પરિજ્ઞાન મેળવ્યું છે, તેનો જૈનભાવ લખે છે; કેમ કે જે જિનના ઉપાસક હોય તે જૈન કહેવાય અને જે જૈન હોય તેમાં જૈનનો ભાવ હોય અને જેઓ જિનના ઉપાસક હોય, આમ છતાં શક્તિ હોવા છતાં સ્યાદ્વાદનું પરિજ્ઞાન કરતાં નથી તેનો જૈનભાવ પણ સફળ નથી.
સ્યાદ્વાદના પરિજ્ઞાન વગરના જીવોનો જૈન ભાવ કેમ સફળ નથી? તેથી કહે છે –
જે માટે નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદના પરિજ્ઞાનવાળા પુરુષને જ છે. તેથી જેઓ સ્યાદ્વાદના પરિજ્ઞાનને પામ્યા નથી તેઓને નિશ્ચયથી સમ્યક્ત્વ નથી અને જેઓને નિશ્ચયથી સમ્યકત્વ નથી તેઓનો જૈન ભાવ પણ લેખે નથી=સફળ નથી.
નિશ્ચયથી સ્યાદ્વાદના પરિણાનમાં જ સમ્યક્ત્વ છે તેમાં “સમ્મતિ'ની સાક્ષી આપે છે.
જેઓ મોક્ષના અર્થી છે, સંયમ ગ્રહણ કરેલું છે અને સંયમની ચરણસિત્તરી-કરણસિત્તરી શાસ્ત્રવચનાનુસાર સેવે છે, આમ છતાં તે શુદ્ધ આચારમાં સંતોષવાળા છે અને માને છે કે “આ શુદ્ધ આચારના બળથી અમે સંસારસાગરને તરશું.” તેથી સ્વદર્શન-પરદર્શનના પરમાર્થને જાણવા માટે મુક્તવ્યાપારવાળા છે તેવા સાધુઓ ચરણ-કરણનો સાર અર્થાત્ ચારિત્રપાલનના જે અસંગભાવની પ્રાપ્તિનું પ્રબળ કારણ એવાં સમ્યકત્વરૂપ સાર, તે સારને નિશ્ચયશુદ્ધ જાણતા નથી અર્થાત્ પરમાર્થથી જાણતા નથી; કેમ કે સર્વે નયોની દષ્ટિથી ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે યત્ન નહીં કરનારા હોવાથી સર્વ નયોની દૃષ્ટિથી ઉચિત પરિણામોને પ્રાપ્ત કરવાને અનુકૂળ માર્ગાનુસારી બોધનો અભાવ છે. I૪/૧૪