________________
૧૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૮ ઘટાદિકનો ભેદ છે=પરસ્પર ભેદ છે, અને તે જ સ્થાસ-કોસ-કુશૂલ-ઘટાદિક જ, મૃદ્ધવ્યત્વવિશિષ્ટ અર્પિત એવાં સ્વપર્યાયનોમૃદ્રવ્યમાં ગૌણ કર્યાં છે સ્થાસ-કોશાદિ સ્વપર્યાયો જેને એવાં તેનો, અભેદ છેઃસ્થાસ-કોસાદિ પરસ્પરનો અભેદ છે.
તેહતો જ પૂર્વમાં જેનો અભેદ કર્યો તેનો જ, રૂપાંતરથી જ=અન્ય દૃષ્ટિથી જ, ભેદ થાય. તે અન્ય દૃષ્ટિથી સ્પષ્ટ કરે છે –
જેમ, સ્થાસ-કોસ-કુશૂલાદિવિશિષ્ટ મૃદ્દવ્યપણે સ્થાસવિશિષ્ટ પૃદ્રવ્યપણે કોસવિશિષ્ટ પૃદ્રવ્યપણે, કુશૂલવિશિષ્ટ મુદ્રવ્યપણે; તેનો જ=સ્થાસાદિમાં વર્તતા મૃદ્રવ્યનો જ, ભેદ થાય.
“આ ભેદ અને અભેદ છે' તે સઈગમે નયનો મૂળ હેતુ છે=સો નયનો મૂળ હેતુ છે. તેનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરે છે –
સાત નયના જે સાતસો ભેદ છે તે ભેદભેદને આશ્રયીને થાય છે એમ સંબંધ છે. તે=સાત નયના જે સાતસો ભેદ છે તેનો મૂળ હેતુ એવો તે ભેદભેદ, એ રીતેeટબામાં પૂર્વમાં બતાવ્યું કે મૃદ્ધથવિશિષ્ટ અર્પિત એવાં સ્થાસ-કોસાદિ સર્વપર્યાયનો અભેદ છે અને સ્વાસ-કોસાદિવિશિષ્ટ મૃદ્રવ્યપણે તેનો જ ભેદ છે એ રીતે દ્રવ્યપર્યાયની અપણા-અનપણાથી થાય દ્રવ્યની અપણા અને પર્યાયની અર્પણ કરવાથી અર્થાત્ દ્રવ્યને મુખ્ય કરવાથી અને પર્યાયને ગૌણ કરવાથી, અભેદ થાય, તેમ જ દ્રવ્યની અનVણા અને પર્યાયની અર્પણ કરવાથી અર્થાત્ દ્રવ્યને ગૌણ કરવાથી અને પર્યાયને મુખ્ય કરવાથી, ભેદ થાય.
તે=પૂર્વમાં કહ્યું કે સાત નયોના સાતસો નય છે કે, “શતારનયચક્રઅધ્યયન' નામના ગ્રંથમાં પૂર્વમાં હતા (હમણાં તે ગ્રંથ વિચ્છિન્ન છે.) હમણાં વર્તમાનમાં દ્વાદશારાયચક્ર' નામના ગ્રંથમાં વિધિ, વિધિવિધિ ઇત્યાદિ રીતે એકેક વયમાં ૧૨-૧૨ ભેદ ઊપજતા કહ્યા છે. તેથી સાત લયોના ૧૨-૧૨ ભેદો કરવાથી કુલ ૮૪ ભેદો થાય. In૪/૮ ભાવાર્થ
ગાથા-૪માં ઘટનો જ ભેદ અને ઘટનો જ અભેદ છે તેમ યુક્તિથી બતાવ્યું અને ગાથા-૭માં સ્થાપન કર્યું કે ભેદભેદ સર્વત્ર વ્યાપક છે. તેથી કોઈ પદાર્થો વચ્ચે પરસ્પર એકાંત ભેદ નથી કે એકાંત અભેદ નથી, પરંતુ દરેક પદાર્થોનો પરસ્પર ભેદભેદ છે. જેથી ભેદભેદરૂપ સ્યાદ્વાદ સર્વત્ર સિદ્ધ થાય છે. તે અનુભવથી પ્રસ્તુતમાં સ્પષ્ટ કરે છે.
જેમ, માટીના એક પિંડમાંથી ઘટ બનાવવામાં આવે છે ત્યારે તે માટીનો પિંડ પ્રથમ સ્થાન અવસ્થામાં હોય છે, પછી કોસ અવસ્થામાં હોય છે પછી કશુલ અવસ્થામાં હોય છે અને અંતે ઘટરૂપે બને છે. આ બધી અવસ્થાઓનો ભેદ પ્રત્યક્ષથી અનુભૂત છે, છતાં અન્ય કોઈક દૃષ્ટિથી જોવામાં આવે તો અભેદ પણ પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે. તે અન્ય દષ્ટિ સ્પષ્ટ કરે છે.