________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩
૧૪૯
દક્ષિણાર્ધ ભરતમાં, પાટલીપુત્રમાં, દેવદત્તના ગૃહમાં અથવા દેવદત્તના મધ્યગૃહમાં નૈગમનયથી તે પુરુષની વસતિ જાણવી. વળી, અતિશુદ્ધ નૈગમનય તો જે પુરુષ જ્યાં વસતો હોય તે સ્થાનને જ તે પુરુષની વસતિ કહે છે.
વ્યવહારનયનો પણ આ જ માર્ગ છે.
=
(૩) સંગ્રહનય :- સંથારા ઉપર આરૂઢ પુરુષને સ્પર્શેલા સંથારાના પ્રદેશો તે પુરુષની વસતિ છે એમ સંગ્રહનય સ્વીકારે છે.
(૪) ઋજુસૂત્રનય :- જે આકાશપ્રદેશને અવગાહન કરીને પુરુષ રહેલો હોય તે આકાશપ્રદેશોને ઋજુસૂત્રનય તે પુરુષની વસતિ કહે છે.
તે
(૫) શબ્દનય, (૯) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય :- દરેક જીવો પોતાના આત્મામાં વસે છે, આકાશમાં નહીં. તેથી દરેક જીવોની વસતિ પોતાનો આત્મા છે. એ પ્રમાણે આ ત્રણે નયો વસતિ સ્વીકારે છે.
હવે પ્રદેશવિષયક સાત ભાંગાથી અધિક ભાંગાની પ્રાપ્તિ આ રીતે થાય
(૧) નૈગમનયથી ‘છના પ્રદેશો છે.’ તેથી નૈગમનયને આશ્રયીને ‘છના પ્રદેશો છે’ એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘છના પ્રદેશો નથી’ એ રૂપ ‘નાસ્તિ’ એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થાય.
(૨) સંગ્રહનયથી ‘પાંચના પ્રદેશો છે.' તેથી સંગ્રહનયને આશ્રયીને ‘પાંચના પ્રદેશો છે' એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘પાંચના પ્રદેશો નથી’ એ રૂપ ‘નાસ્તિ' એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આમ કુલ ચૌદ ભાંગાની પ્રાપ્તિ થાય.
(૩) વ્યવહારનયથી ‘પંચવિધ પ્રદેશો છે’ પરંતુ ‘પાંચના પ્રદેશો નથી.’ તેથી વ્યવહારનયને આશ્રયીને ‘પંચવિધ પ્રદેશો છે’ એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘પંચવિધ પ્રદેશો નથી’ એ રૂપ ‘નાસ્તિ’ એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આમ કુલ એકવીસ ભાંગાની પ્રાપ્તિ થાય.
(૪) ઋજુસૂત્રનય ભાજ્યને પ્રદેશ માને છે. અર્થાત્ ‘ધર્માસ્તિકાયનો પ્રદેશ છે' એમ માને છે. પરંતુ ‘પંચવિધ પ્રદેશો નથી.’ એમ માને છે. તેથી ઋજુસૂત્રનયને આશ્રયીને ‘ધર્માસ્તિકાયનો પ્રદેશ છે’ એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી' એ રૂપ ‘નાસ્તિ’ એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આમ કુલ અઠ્ઠાવીસ ભાંગાની પ્રાપ્તિ થાય.
(૫) શબ્દનયથી ‘ધર્માસ્તિકાયમાં ધર્મનો પ્રદેશ છે' અથવા ‘પ્રદેશ ધર્માસ્તિકાય રૂપ જ છે.' તેથી શબ્દનયને આશ્રયીને ‘ધર્માસ્તિકાયમાં ધર્મનો પ્રદેશ છે’ અને ‘પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ જ છે' એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘ધર્માસ્તિકાયમાં ધર્મનો પ્રદેશ નથી' અને ‘પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ નથી' એ રૂપ