________________
૧૫૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ ગાથા-૧૪
અવતરણિકા :
ફલિતાર્થ કહઈ છઈ –
અવતરણિકાર્ય :
ફલિતાર્થ કહે છે –
ભાવાર્થ :
દરેક પદાર્થમાં ભેદભેદની પ્રાપ્તિ છે તે નિયમ પ્રમાણે પદાર્થમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો પણ ભેદભેદ છે, તે ચોથી ઢાળમાં અત્યારસુધી સ્થાપન કર્યું. હવે તે સર્વ કથનથી શું ફલિતાર્થ પ્રાપ્ત થાય છે તે કહે છે –
ગાથા -
સપ્તભંગ એ દઢ અભ્યાસી, જે પરમારથ દેખાઈ રે; ન કીરતિ જગિ વાધઈ તેહની, નફર ભાવ તસ લેખઈ રે.
મૃતધર્મઇ મન દઢ કરી રાખો, જિમ શિવસુખફલ ચાખો રે. II૪/૧૪ના ગાથાર્થ -
એ સપ્તભંગનો પૂર્વમાં વર્ણન કર્યા એ સપ્તભંગનો, દઢ અભ્યાસી પુરુષ જે પરમાર્થને દેખે છે=જૈનશાસનના ચાદ્વાદના પરમાર્થને જોઈ શકે છે, તેનાં યશ અને કીર્તિ જગતમાં વધે છે“આ મહાત્માએ ભગવાનના શાસનમાં પરમાર્થનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે” એ પ્રકારનાં યશ અને કીર્તિ જગતમાં વધે છે. તસ-તેનો, જૈન ભાવ લખે છે. ll૪/૧૪ll
શ્રત ધર્મમાં દઢ મન કરીને રાખો, જેમ મોક્ષસુખના ફળને ચાખો. ટબો :
એ-કહિયા જે સપ્તભંગ તે દઢ અભ્યાસ-સકલાદેશ, વિકલાદેશ, નાસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ ઈત્યાદિ ભેદઈ ઘણ અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ-જીવાજીવાદિ પરમાર્થ-રહસ્ય સમજઈ, તેહની યશકીતિ વાધઈં. જે માટઈં સ્યાદ્વાદ પરિજ્ઞાનઈ જ જૈનનઈં તર્કવાદનો યશ છઈ. અનઈ જેનભાવ પણિ તેહનો જ લેખઈં. જે માર્ટિ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદ પરિજ્ઞા જ છd. 5/૪/૧૪ उक्तं च सम्मतो -
"चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं ण याणंति" ।।३-६७।। ।।४/१४॥