________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૪| ગાથા-૧૦ થી ૧૩
૧પપ જેમ પ્રદેશના વિષયમાં “સ્માતુ છના પ્રદેશો છે, ચાતુ પાંચના પ્રદેશો છે, સ્યાત્ પંચવિધ પ્રદેશો છે, સાતુ પાંચના ભાજ્યપ્રદેશો છે, સ્વાતું ધર્માસ્તિકાયાદિમાં ધર્માદિનો પ્રદેશ છે અથવા પ્રદેશ જ ધર્માસ્તિકાયાદિ છે, ચાતું પ્રદેશ જ ધર્માસ્તિકાયાદિરૂપ છે, ચાતું અખંડ જ દ્રવ્ય છે, પ્રદેશ નથી” એ મુજબનો એક જ ભંગ ઇચ્છવો જોઈએ.
જેમ “સમ્મતિ' ગ્રંથમાં વ્યંજનપર્યાયના સ્થળમાં બે ભાંગા સ્વીકાર્યા છે, તેમ એક જ ભાંગો સ્વીકારવો જોઈએ.
આ રીતે “અમે જાણ્યું છે' એમ કહીને “સમ્મતિ'ની સાક્ષી આપી તેનો ફલિતાર્થ ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યો. આમ છતાં જે સ્યાદ્વાદના પંડિત છે, જેઓને સર્વત્ર સાત ભાંગાના નિયમમાં જ આશ્વાસન છે, અર્થાત્ સાત ભાંગાથી તેનો બોધ થાય ત્યારે તેને જણાય છે કે, “આ વસ્તુવિષયક બધા વિકલ્પોથી મને બોધ થયો છે.' વળી, સ્યાદ્વાદના પંડિત પુરુષને થાય કે, “એક જ ભાંગાથી સર્વનયોનો મેં બોધ કર્યો છતાં તેને વિકલ્પ થાય કે “મેં એક ભાંગાથી પ્રદેશનો બોધ કર્યો છતાં તે વિરોધી નયનું કથન એક જ સાથે એક શબ્દથી કહી શકાય છે કે નહીં ? તે વિરોધી નયોનું કથન ક્રમસર કહી શકાય છે કે નહીં ? ઇત્યાદિ આકાંક્ષાઓ સ્વાત્કારપૂર્વક સર્વનયોના સમૂહથી બનેલા એક ભાંગાથી સંતોષાતી નથી. માટે સાત ભાંગાથી હું તેનો બોધ કરું તો જ મને પ્રદેશાદિ સ્થળમાં પૂર્ણ બોધ થાય તેવું જે સ્યાદ્વાદના પંડિત પુરુષને આશ્વાસન છે, તેઓને ગ્રંથકારશ્રી કહે છે કે તો તમારે “ચાલની ન્યાયથી તેટલા નવાર્થ વિષયબોધક બીજો પણ ભાંગો કરવો જોઈએ અર્થાત્ પૂર્વમાં પ્રદેશસ્થળમાં બતાવ્યું તે પ્રમાણે નગમાદિ એક એક નયને ગ્રહણ કરીને તેનો “અસ્તિનો પ્રથમ ભાંગો કરવો જોઈએ અને અન્ય નયોને ગ્રહણ કરીને તેનો “નાસ્તિનો બીજો ભાગો કરવો જોઈએ અને તેમ કરીને તેટલા નયોના વિધિ-નિષેધબોધક બે ભાંગા તેટલી વખત કરવા જોઈએ અને “અસ્તિ-નાસ્તિ'રૂપ બે ભાંગામૂલક અન્ય પણ પાંચ ભાંગા તેટલી વખત કરવા જોઈએ. જેમ પ્રદેશના સ્થળમાં સાત વખત સપ્તભંગી બનાવી તે પ્રમાણે સાત વખત પાંચ ભાંગાની કલ્પના કરવી. તેથી પ્રદેશના સ્થળમાં જેમ સાત સપ્તભંગી બની તેમ જે સ્થાનમાં જેટલી સપ્તભંગી થાય તેટલી સપ્તભંગીઓથી તે વસ્તુનો બોધ કરવામાં આવે તો બધી આકાંક્ષાઓ શાંત થાય છે. માટે તેટલી સપ્તભંગીઓના સ્વીકારથી પૂર્ણ બોધનો નિર્વાહ થાય છે.
જેમ પ્રદેશના સ્થળમાં પૂર્વમાં બતાવ્યું તેમ સાત નયોને આશ્રયીને સાત સપ્તભંગી કરી તે રીતે કરવાથી સાત નયોને આશ્રયીને પ્રદેશનો બોધ થાય છે. માટે દરેક નયોને આશ્રયીને થતી સપ્તભંગી કરીને પ્રદેશનો બોધ કરવામાં આવે તો પ્રદેશના વિષયમાં કોઈ નવો વિકલ્પ ઉસ્થિત થતો નથી. તેથી સંભવિત સર્વ વિકલ્પોથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો ઉત્તર તે સાત સપ્તભંગીથી પ્રાપ્ત થાય છે.
અહીં “ચાલની ન્યાય કહેવાથી એ પ્રાપ્ત થાય છે, જેમ ચોખા આદિ ધાન્યો મિશ્ર થઈ ગયેલાં હોય તો તેને ચાળીને પૃથફ કરાય છે તેમ સાત નયના સમૂહાત્મક એક ભાંગો કર્યો, તેમાં બધા નયો મિશ્ર હતા, તેને ચાળીને પૃથફ કરવાથી દરેક નયોની સપ્તભંગી જુદી પ્રાપ્ત થઈ, તેથી ‘ચાલની ન્યાયથી તે એક ભાંગાને ચાળીને સાત નયના વિભાગો પાડીને તેટલી સપ્તભંગી કરવાથી સર્વ ભાંગાનો બોધ થાય તેવું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. II૪/૧૩