________________
૧૩૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪ | ગાથા-૮
સ્થાસ-કોસાદિ સર્વ અવસ્થામાં મૃદ્રવ્ય વર્તે છે. તેથી તે સર્વ અવસ્થામાં મૃદ્રવ્યનો અભેદ છે અને તે અભેદ કઈ રીતે પ્રતીત થાય છે તે બતાવવા કહે છે –
મૃદ્રવ્યત્વથી વિશિષ્ટ એવાં સ્થાસ-કોસ-કુશૂલ આદિ પર્યાયોની અનર્પણા કરવામાં આવે અર્થાતુ ગૌણ કરવામાં આવે, તો તે સર્વ અવસ્થામાં અભેદની પ્રતીતિ થાય છે, કેમ કે વિચારક પુરુષને જણાય છે કે સ્થામાં પણ મૃદ્દવ્યરૂપ છે, કોસ પણ મૃદ્ધવ્યરૂપ છે, કુશૂલ પણ મૃદ્ધવ્યરૂપ છે અને ઘટ પણ મૃદુદ્દવ્યરૂપ છે. તેથી મુદ્રવ્યરૂપે અભેદની પ્રતીતિ છે.
વળી, તેને જ અન્ય દૃષ્ટિથી વિચારીએ તો ભેદ પણ દેખાય છે. સ્વાસપર્યાયવિશિષ્ટ મૃદુદ્રવ્ય, કોસપર્યાયવિશિષ્ટ મૃદુદ્રવ્ય, કશૂલપર્યાયવિશિષ્ટ મુદ્રવ્ય અને ઘટપર્યાયવિશિષ્ટ મુદ્રવ્યને જોવામાં આવે ત્યારે તે મૃદ્ધવ્યનો જ ભેદ જણાય છે; કેમ કે સ્થાસપર્યાયવિશિષ્ટ મુદ્દવ્ય કોસપર્યાયવિશિષ્ટ મૃદ્રવ્ય નથી.
આ પ્રકારે સર્વ પદાર્થોમાં ભેદ અને અભેદ છે. તેને સામે રાખીને એક નયમાંથી સો નય નિષ્પન્ન થાય છે. તેથી પદાર્થને જોનારી એક દૃષ્ટિના સો ભેદો કરવામાં કારણ ભેદભેદ છે અને તે રીતે જૈનશાસનમાં પ્રસિદ્ધ સાત નયોમાં ભેદભેદને ઉતારીને સો નયો કરવામાં આવે તો સાતસો નયોની પ્રાપ્તિ થાય છે.
આ રીતે સાતસો નયનો ભેદ કરવા માટે જે ભેદભેદ કરવામાં આવે છે તેમાં દ્રવ્યની અર્પણા કરવામાં આવે અને પર્યાયની અનર્પણ કરવામાં આવે ત્યારે અભેદની પ્રાપ્તિ થાય છે. જેમ, પૂર્વમાં મૃદ્રવ્યત્વવિશિષ્ટ સ્થાસકાંસાદિ પર્યાયો અર્પિત કર્યા ત્યારે તે પર્યાયો અનર્પિત હોવાને કારણે ગૌણ બન્યા અને મૃદ્ધ અર્પિત હોવાને કારણે મુખ્ય બન્યું. તેથી અભેદની પ્રાપ્તિ થઈ. વળી, જ્યારે સ્થાસકાંસકુશૂલાદિવિશિષ્ટ મુદ્રવ્યનો ભેદ બતાવ્યો, ત્યારે સ્થાસકાંસાદિ પર્યાયો અર્પિત બન્યા. માટે મુખ્ય બન્યા અને મૃદ્રવ્ય અનર્પિત બન્યું. તેથી ગૌણ બન્યું. માટે પર્યાયની અર્પણ કરવામાં આવે અને દ્રવ્યની અનર્પણ કરવામાં આવે ત્યારે ભેદની પ્રાપ્તિ થાય છે.
આ ભેદભેદને આશ્રયીને જે સાતસો નયો પ્રાપ્ત થાય છે, તે પૂર્વના કાળમાં “શતારનયચક્રઅધ્યયન” નામના ગ્રંથમાં વિદ્યમાન હતા. વર્તમાનમાં એ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેથી તેના વિષયમાં કઈ રીતે સાતસો ભેદો પડે છે. તેની સ્પષ્ટતા વર્તમાનમાં થઈ શકે તેમ નથી, ફક્ત શાસ્ત્રવચનના બળથી તેનો સ્વીકાર થાય છે. વળી, હમણાં “બાદશાનિયચક્ર' નામનો ગ્રંથ ઉપલબ્ધ છે. તેમાં ભેદભેદને જ ગ્રહણ કરીને વિધિ, વિધિવિધિ, વિધિનિષેધ, નિષેધવિધિ, ઇત્યાદિ પ્રકારે બાર ભેદો કરેલ છે. તેથી તે બારેય ભેદો સાતે નયોમાં યોજન થાય છે. તેથી સાતે નયોમાંથી પ્રત્યેક નયોમાં બાર-બાર ભેદોની પ્રાપ્તિ થાય છે, જે અતિ ગંભીર છે. તેથી ‘દ્વાદશાનિયચક્ર'માંથી જ તેનો બોધ થઈ શકે. II૪/૮