________________
૧૪૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૧૦ થી ૧૩
(૪) વળી, દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ છે કે અભેદ છે ? તે જિજ્ઞાસાના ઉત્તરમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બેઉ નયની ક્રમ વગર એકસાથે અર્પણ કરીને કહેવામાં આવે ત્યારે તે દ્રવ્યગુણપર્યાય ભિન્નરૂપે કે અભિન્નરૂપે કહી શકાતા નથી. તેથી આવઢે છે એ રૂ૫ ચોથો ભાંગો પ્રાપ્ત થાય.
અહીં પ્રશ્ન થાય કે, જેમ “પુષ્પદંત' શબ્દ ચંદ્ર અને સૂર્યને કહે છે તેમ “ભેદભેદ ઉપસ્થિત કરાવે એવો સંકેત કોઈ એક શબ્દમાં કરવામાં આવે અને ક્રમ વગર બે નયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાયનું કથન કરવું હોય તો તે શબ્દથી ક્રમ વગર ભેદાભેદની ઉપસ્થિતિ થશે. તેથી અવાચ્ય' ભાંગો પ્રાપ્ત થશે નહીં. તેના સમાધાનરૂપે કહે છે –
“પુષ્પદંત” શબ્દ પણ ચંદ્ર અને સૂર્યને એકોક્તિરૂપે કહે છે, પરંતુ ભિન્નોક્તિરૂપે કહેતો નથી અર્થાત્ જેમ “સેના' શબ્દ હાથી, ઘોડા, પાયદળ આદિના સમુદાયરૂપ એકોક્તિને કહેનાર છે, પરંતુ હાથી, ઘોડા, પાયદળ આદિને ભિન્નોક્તિરૂપે કહેતો નથી. તે રીતે “પુષ્પદંત” શબ્દ પણ સૂર્ય અને ચંદ્રને એકોક્તિરૂપે કહે છે, ભિન્નોક્તિ રૂપે કહેતો નથી. વળી, પ્રસ્તુતમાં બેઉ નયની ક્રમ વગર એકસાથે અર્પણ કરીને દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે કે અભેદ છે તેની ભિન્નોક્તિરૂપે જિજ્ઞાસા છે. તેથી કોઈ એક શબ્દમાં ભેદભેદનો સંકેત કરીને બેઉ નયની અર્પણાથી તેને કહેવામાં આવે તોપણ ભિન્નોક્તિરૂપે ભેદભેદ અવાચ્ય બને છે.
(૫) કોઈને જિજ્ઞાસા થાય કે કોઈ એક વસ્તુવિષયક દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે કે અભેદ છે ? તે જિજ્ઞાસાના ઉત્તરમાં પ્રથમ પર્યાયાર્થિકનયની અર્પણ કરીને કહેવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય ભિન્ન છે અને પછી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય બંનેની અર્પણ કરીને કહેવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાયનું કથન અવક્તવ્ય બને છે. તેથી દ્રવ્યગુણપર્યાય “કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય છે' એ રૂપ પાંચમો ભાંગો પ્રાપ્ત થાય.
(૭) વળી, કોઈને જિજ્ઞાસા થાય કે કોઈ એક વસ્તુવિષયક દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે કે અભેદ છે? તે જિજ્ઞાસાના ઉત્તરમાં પ્રથમ દ્રવ્યાર્થિકનયની અર્પણ કરીને કહેવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય અભિન્ન છે અને પછી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય બંનેની અર્પણ કરીને કહેવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાયનું કથન અવક્તવ્ય બને છે. તેથી દ્રવ્યગુણપર્યાય “કથંચિત્ અભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય છે એ રૂપ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય.
(૭) વળી, કોઈને કોઈ વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયના ભેદભેદની જિજ્ઞાસામાં ઉત્તર આપતી વખતે પ્રથમ ક્રમસર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે નયોની અર્પણ કરવામાં આવે ત્યારે કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન પ્રાપ્ત થાય અને પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બેઉ નયની એકસાથે અર્પણ કરવામાં આવે ત્યારે કથંચિત્ અવક્તવ્ય પ્રાપ્ત થાય. તેથી દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય છે એ રૂપ સાતમો ભાંગો પ્રાપ્ત થાય.
વળી, કોઈ એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયના પરસ્પર ભેદ અને અભેદને આશ્રયીને જેમ સપ્તભંગી બતાવી તેમ સર્વ મનુષ્યોમાં દ્રવ્યાર્થિકનયથી મનુષ્યમાં સાદશ્યતા છે. તેથી અભેદ છે અને પર્યાયાર્થિકનયથી