________________
૧૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪/ ગાથા-૯ (૫) વળી, એક અંશને સ્વરૂપથી ઘટનો અગ્ર ભાગરૂપ અંશ સ્વરૂપથી, અને એક અંશ યુગપત અર્થાત્ ઉભયરૂપે=ઘટતો પશ્ચાત્ અંશ ઉભયરૂપે, વિવક્ષા કરીએ, ત્યારે “છે અને અવાચ્ય છે"= અગ્ર ભાગથી ઘટ છે અને પશ્ચાત્ ભાગથી ઘટ અવાચ્ય છે એમ પાંચમો ભાંગો પ્રાપ્ત થાય.
(૬) વળી, એક અંશને પરરૂપથી-ઘટનો અગ્ર ભાગરૂ૫ અંશ પરરૂપથી અને એક અંશ યુગપત્ અર્થાત્ ઉભયરૂપે-ઘટનો પશ્ચાત્ અંશ ઉભયરૂપે, વિવક્ષા કરીએ, ત્યારે “નથી અને અવાચ્ય છે”=અગ્ર ભાગથી ઘટ નથી અને પશ્ચાત્ ભાગથી ઘટ અવાચ્ય છે એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય.
આ ત્રણ ભાંગા એક ઘટના બે અંશોને ગ્રહણ કરીને થાય છે.
છે નથી છે અવાચ્યા
તથી અવાચ્ય (૭) એક અંશને સ્વરૂપથી=ઘટના ત્રણ અંશોની કલ્પના કરીને અગ્ર ભાગરૂપ અંશને સ્વરૂપથી, એક અંશને પરરૂપથી=ઘટના મધ્યભાગરૂપ અંશને પરરૂપથી, એક અંશને યુગપત અર્થાત્ ઉભયરૂપેeઘટતા અંતિમ ભાગરૂ૫ અંશને સ્વરૂપ અને પરરૂપ-ઉભયરૂપે, વિવક્ષા કરીએ, ત્યારે, તે ઘટ “છે, નથી અને અવાચ્ય છે”=અગ્ર ભાગથી ઘટ છે, મધ્ય ભાગથી ઘટ નથી અને અંતિમ ભાગથી ઘટ આવઢે છે એમ સાતમો ભાંગો પ્રાપ્ત થાય. આ અંતિમ ભાંગો એક ઘટના ત્રણ અંશોને ગ્રહણ કરીને થાય છે. જ|લા
છે તેથી અવાચ્ય
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં મૃદ્દવ્યત્વવિશિષ્ટને ગ્રહણ કરીને અભેદનો વિકલ્પ બતાવ્યો અને સ્થાસકાંસાદિવિશિષ્ટને ગ્રહણ કરીને ભેદનો વિકલ્પ બતાવ્યો. તેથી દ્રવ્યના અને પર્યાયના વિશેષણથી બે ભાંગાની પ્રાપ્તિ થઈ અને એ રીતે એક સપ્તભંગી થાય..
તે રીતે ક્ષેત્રના, કાળના અને ભાવના વિકલ્પોથી પણ અનેક ભાગાઓ પ્રાપ્ત થાય. તે આ રીતે :
(૧) દ્રવ્યઘટને દ્રવ્યવિશિષ્ટઘટને, સ્વ કરીને અને ક્ષેત્ર ઘટન=ક્ષેત્રવિશિષ્ટઘટને, પાર કરીને વિવફા કરીએ ત્યારે સ્વ અને પરને આશ્રયીને એક સપ્તભંગી થાય.
(૨) વળી, દ્રવ્યઘટને સ્વ કરીને અને કાળઘટન=કાળવિશિષ્ટઘટને, પર કરીને વિવક્ષા કરીએ ત્યારે સ્વ અને પરને આશ્રયીને એક સપ્તભંગી થાય.
(૩) વળી, દ્રવ્યઘટને સ્વ કરીને અને ભાવઘટને ઘટમાં વર્તતા ઘટત્વભાવવિશિષ્ટ ઘટને, પર કરીને વિવક્ષા કરીએ ત્યારે સ્વ અને પરને આશ્રયીને એક સપ્તભંગી થાય.
અહીં મૂળગાથામાં “ક્ષેત્રકાળભાવાદિ' શબ્દમાં “આદિ પદથી ઘટમાં વર્તતા રૂપ, રસ, સ્પર્ધાદિ