________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ ગાથા ૭
તિહાં=જડચેતનમાંહિં, પણિ ભેદાભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ, જે માટઈંભિન્નરૂપ-જે જીવાજીવાદિક, તેહમાં, રૂપાંતર-દ્રવ્યત્વ, પદાર્થત્વાદિક, તેહથી જગમાંહિં અભેદ પણિ આવઈ. એટલઈં ભેદાભેદનઈં સર્વત્ર વ્યાપકપણું કહિઉં, [[૪/૭]]
૧૩૦
ટબો ઃ
ટબાર્થ :
ત્યાં=જડ અને ચેતન દ્રવ્યમાં, પણ ભેદાભેદ કહેતાં જૈન મત વિજય પામે છે=સર્વત્ર યથાર્થ પદાર્થનું દર્શન કરાવીને સત્યવાદીરૂપે પ્રસિદ્ધિને પામે છે. જે માટે, ભિન્નરૂપ જે જીવાદિક તેમાં, રૂપાંતર તેહથી=ઘટમાં જે અપેક્ષાએ ભેદાભેદ કર્યો છે તેના કરતાં રૂપાંતર એવાં દ્રવ્યત્વ, પદાર્થત્વાદિકથી, જગતમાં=જગતના સર્વ પદાર્થોમાં, અભેદ પણ આવે.
આનાથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે
એટલે=રૂપાંતરથી અભેદ પણ પ્રાપ્ત થાય છે એટલે, ભેદાભેદને સર્વત્ર=સર્વ પદાર્થોમાં, વ્યાપકપણું શાસ્ત્રમાં કહ્યું છે=જગતના સર્વ પદાર્થો કોઈક દૃષ્ટિથી ભેદરૂપ પ્રતીત થાય છે અને કોઈક દૃષ્ટિથી અભેદરૂપ પ્રતીત થાય છે. પરંતુ જગતવર્તી દ્રવ્યોમાં સર્વથા ભેદ નથી કે સર્વથા અભેદ નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. ।।૪/૭||
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ નૈયાયિકને કહ્યું કે, જો શ્યામઘટ અને રક્તઘટનો ભેદ પ્રતીત થાય છે, તે સ્થાનમાં શ્યામત્વધર્મ અને રક્તત્વધર્મનો ભેદ છે, ઘટનો ભેદ નથી તેમ કહીને નૈયાયિક એક ઘટરૂપ વસ્તુમાં ભેદાભેદ સંભવે નહીં એમ સ્થાપન કરે તો જડ અને ચેતનનો ભેદ તે સ્વીકારે છે, ત્યાં પણ જડત્વ અને ચેતનત્વ ધર્મનો ભેદ છે, જડ અને ચેતન દ્રવ્યનો ભેદ નથી એમ તેણે સ્વીકારવું જોઈએ અને તેમ નૈયાયિક સ્વીકારી શકે નહીં; કેમ કે તેમ સ્વીકારે તો જગતમાં “આ જડ પદાર્થો છે, આ ચેતન પદાર્થો છે” એ પ્રકારની વ્યવસ્થા પ્રસિદ્ધ છે તે સંગત થાય નહીં. માટે એક વસ્તુમાં ભેદાભેદ વિરોધી નથી એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી તેમ ગ્રંથકારશ્રીએ ગાથા-૬માં સ્થાપન કર્યું.
હવે એ સ્થાપન ક૨વું છે કે જગતવર્તી કોઈ પદાર્થોનો પરસ્પર એકાંત ભેદ નથી કે એકાંત અભેદ નથી, પરંતુ જેમ એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો ભેદાભેદ છે અથવા એક ઘટમાં જેમ ભેદાભેદ છે, તેમ જડ અને ચેતનમાં પણ, જ્યાં સ્થૂલ દૃષ્ટિથી ભેદ પ્રતીત થાય છે, ત્યાં પણ ભેદાભેદ છે અને આ રીતે સર્વ પદાર્થોના ભેદાભેદ સ્વીકારવાથી જૈન શાસનના સ્યાદ્વાદનો સિદ્ધાંત સર્વવ્યાપક બને છે અને ભિન્ન પ્રતીત થતા એવાં જડ અને ચેતનમાં ભેદાભેદ કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરતાં કહે છે
-
જડ અને ચેતન બધાં દ્રવ્યો છે અથવા બધાં પદાર્થો છે અથવા બધાં શેય છે. તેથી બધાં દ્રવ્યમાં દ્રવ્યત્વરૂપે કે પદાર્થત્વરૂપે કે શેયત્વરૂપે વિચારીએ તો અભેદ પણ છે. જેમ શ્યામભાવવિશિષ્ટ ઘટ અને