________________
૧૨૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૪| ગાથા-૬ થાય જડત્વ અને ચેતનવરૂપ ભિન્ન ઘર્મનો જડ-ચેતનરૂપ એક ઘમ પણ તૈયાયિકને મતે પ્રાપ્ત થાય. Il૪/૬ll રબો -
“વીમો ર:-ઈહાં ક્ષામત્વ, રક્તત્વ ધર્મનો ભેદ ભાઈ છઇં, પણિ-ધર્મિઘટન, ભેદ ન ભાસઈ ઈમર્જ કહિઈ, તો જડ-ચૈતનનો ભેદ ભાઈ છ6, તિહાં જડત્વ, ચેતનત્વ ધર્મનો જ ભેદ, પણિ જડ, ચેતન દ્રવ્યનો ભેદ નહીં? ઈમ અવ્યવસ્થા થાઈ. ધર્મીનો પ્રતિયોગીપણઈં ઉલ્લેખ તો બિહુ ઠાર્મ સરખો છઈ. અનઈં પ્રત્યક્ષસિદ્ધઅર્થઈં બાધક ત અવતરઈં જ નહીં. [૪/૪ ટબાર્થ :
‘શ્યામરક્ત નથી' એ અનુભવમાં શ્યામત્વ અને રક્તત્વ ધર્મનો ભેદ ભાસે છે, પરંતુ ધર્મી એવાં ઘટનો ભેદ ભાસતો નથી, એ પ્રમાણે જો તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
જડ ચેતનનો ભેદ ભાસે છે, ત્યાં જડત્વ અને ચેતનત્વ ધર્મનો જ ભેદ છે, પરંતુ જડ અને ચેતન દ્રવ્યનો ભેદ નથી એમ તૈયાયિકે સ્વીકારવું પડે અને એમ તૈયાયિક સ્વીકારે તો અવ્યવસ્થા થાય=જડ અને ચેતતના ભેદની વ્યવસ્થાનો લોપ થવાથી તે પ્રકારના વ્યવહારની અવ્યવસ્થા થાય.
ગ્રંથકારશ્રીએ આપેલી જડચેતનની અવ્યવસ્થાના નિવારણ માટે તૈયાયિક કહે કે, જડદ્રવ્ય અને ચેતનદ્રવ્ય બે જુદાં દ્રવ્યો છે. તેથી જડમાં ચેતનપ્રતિયોગિક ભેદ છે એમ કહી શકાય છે. જ્યારે શ્યામઘટકાળમાં અને રક્તઘટકાળમાં દેખાતો ઘટ જુદો નથી; કેમ કે જે માટીના પગલોથી શ્યામઘટ બનેલો હતો તે જ ઘટ રક્ત બને છે. માટે રક્તઘટમાં ઘટપ્રતિયોગિક ભેદ છે એવો ઉલ્લેખ થઈ શકે નહીં.
તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ધર્મીનો પ્રતિયોગીપણે ઉલ્લેખ તો બેઉ સ્થાને સરખો છે=જડ અને ચેતનનો ભેદ છે તે સ્થાનમાં ‘જડમાં ચેતનનો ભેદ છે' તે બતાવવા માટે ચેતનરૂપ ધર્માનો પ્રતિયોગીપણે ઉલ્લેખ છે, તેમ “શ્યામ ઘટમાં રક્ત ઘટનો ભેદ છે તે બતાવવા માટે રક્તભાવવિશિષ્ટ એવાં ઘટરૂપ ધર્માનો પ્રતિભાગીપણે ઉલ્લેખ થઈ શકે છે. તેથી જડચેતનના સ્થાનમાં અને શ્યામઘટ-રક્તઘટના સ્થાનમાં-એમ બેઉ સ્થાનમાં પ્રતિયોગીપણે ઉલ્લેખ સમાન છે.
અને પ્રત્યક્ષસિદ્ધ અર્થમાં બાધકનો અવતાર નથી જ=જેમ જડ અને ચેતનમાં પ્રતિયોગીપણે ઉલ્લેખ પ્રત્યક્ષસિદ્ધ છે તેમ શ્યામઘટ અને રક્તઘટમાં રક્તઘટનો પ્રતિયાગીપણે ઉલ્લેખ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી પ્રત્યક્ષસિદ્ધ એવાં અર્થનો કોઈ બાધક સ્વીકારી શકાય નહીં. માટે જેમ જડ અને ચેતનનો ભેદ તૈયાયિકને અભિમત છે, તેમ ૨યામઘટ અને રક્તઘટનો ભેદ તૈયાયિકે સ્વીકારવો જોઈએ. I૪/૬