________________
૧૨૬.
દિવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢળ-૪ | ગાથા-પ-
દેવદત્તાદરૂપ એક મનુષ્યને આશ્રયીને વિચારીએ તો અનુભવ અનુસાર બાલ, તરુણ આદિ અવસ્થામાં સ્પષ્ટ ભેદ દેખાય છે.
વળી, તે જ પુરુષમાં મનુષ્યપણાના ભાવરૂપે એકની પ્રતીતિ હોવાથી બાલ અને તરુણમાં અભેદ પણ દેખાય છે. તેથી એ ફલિત થાય છે, અનુગત અવસ્થાને જોનારી દ્રવ્યની દૃષ્ટિથી એકતાની પ્રતીતિ થાય છે અને વિસદશભાવને જોનારી પર્યાયની દૃષ્ટિથી ભિન્નતાની પ્રતીતિ થાય છે. માટે એક જ વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. II૪/પો અવતરણિકા -
ભેદ હોઈ તિહાં અભેદ ન હોઈ જ ભેદ વ્યાવ્યવૃત્તિ છઈ, તે માટિ એવી પ્રાચીન નૈવાચિકની શંકા ટાલઈ કઈ –
અવતરણિકાર્ચ -
‘ભેદ હોય, ત્યાં અભેદ ન જ હોય; કેમ કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે તે માટે' એ પ્રકારની પ્રાચીન તૈયાયિકની શંકા ટાળે છે – ભાવાર્થ -
ગાથા-૪માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, શ્યામભાવવાળો ઘટ પાછળથી ભિન્ન એવો રક્તભાવવાળો ઘટ બને છે. તેથી ઘટમાં શ્યામભાવ અને રક્તભાવરૂપે ભેદ પ્રતીત થાય છે. વળી, તે ઘટમાં શ્યામભાવકાળમાં અને રક્તભાવકાળમાં ઘટભાવથી જોઈએ તો અભેદ પ્રતીત થાય છે. તેથી ઘટરૂપ એક વસ્તુમાં ભેદ-અભેદ અનુભવસિદ્ધ છે. ત્યાં તૈયાયિક કહે છે કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે. તેથી ઘટરૂપ વસ્તુમાં વ્યાપીને રહેલો છે, પરંતુ ઘટના એક દેશમાં રહેલ નથી. માટે ઘટમાં ભેદ હોય ત્યાં અભેદ હોઈ શકે નહીં.
આશય એ છે કે શ્યામઘટનો રક્તઘટમાં જે ભેદ છે, તે શ્યામઘટનો રક્તઘટમાં ભેદ, આખા રક્તઘટમાં વ્યાપીને રહેલો છે, પરંતુ રક્તઘટના એક દેશમાં શ્યામઘટનો ભેદ નથી અને શ્યામઘટનો ભેદ આખા રક્તઘટમાં વ્યાપીને રહેલો છે. તેથી રક્તઘટમાં શ્યામઘટનો અભેદ રહી શકે નહીં.
આ પ્રકારની પ્રાચીન નૈયાયિકની શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા -
ધર્મભેદ જો અનુભવિ ભાસઈ, ધર્મિભેદ નવિ કહિંઇ રે;
ભિન્ન ધર્મનો એક જ ધર્મ, જડ ચેતન પણિ લહિઈ રે. શ્રુતo II૪/કા ગાથાર્થ :- જો અનુભવથી ધર્મભેદ ભાસીએ=જો નૈયાયિક અનુભવથી ધર્મનો ભેદ કહે અને ધર્મીનો ભેદ નથી એમ કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે ભિન્ન ધર્મનો એક જ ધમ, જડ-ચેતન પણ ગ્રહણ