________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૧૫
૧૧૧
સાંખ્ય દર્શન દ્રવ્યગુણપર્યાયનો અભેદ પ્રકાશન કરે છે. કેમ અભેદ માને છે તે બતાવતાં કહે છે સાંખ્ય સત્કાર્યવાદી છે. તેથી દ્રવ્યમાં પર્યાય વિદ્યમાન જ હતો, સામગ્રીથી તે અભિવ્યક્ત થાય છે એમ સાંખ્ય સ્વીકારે છે.
-
વળી, જૈન દર્શન સ્યાદ્વાદની દૃષ્ટિથી બેઉ નયને પોતપોતાના સ્થાને સ્વીકારીને ભલા યશનો વિલાસ પામે છે; કેમ કે ભેદનયને સ્વીકારનાર નૈયાયિક, દ્રવ્યગુણપર્યાયનો ભેદ નહીં સ્વીકારનાર સાંખ્યને જે જે દૂષણ આપે છે, તે સર્વ દૂષણો અપેક્ષાએ ભેદનયનો સ્વીકાર કરવાથી જૈન દર્શનને પ્રાપ્ત થતાં નથી.
તે રીતે અભેદનયને સ્વીકારનાર સાંખ્યદર્શનકાર, દ્રવ્યગુણપર્યાયનો અભેદ નહીં સ્વીકારનાર નૈયાયિકને જે જે દૂષણ આપે છે, તે સર્વ દૂષણો અપેક્ષાએ અભેદનયનો સ્વીકા૨ ક૨વાથી જૈનદર્શનને પ્રાપ્ત થતાં નથી. તેથી સર્વથા દોષરહિત જૈનદર્શન છે તેવું વિચારકને સ્પષ્ટ જણાય છે. માટે મધ્યસ્થતાથી તત્ત્વના અર્થી જીવોને ‘સ્યાદ્વાદ સર્વ દૃષ્ટિથી વિશુદ્ધ છે' તેવું અનુભવ અને યુક્તિથી જણાવાને કારણે જૈનદર્શન સુહાય છે. તેથી મધ્યસ્થ પરીક્ષક યોગ્ય જીવોના હૈયામાં વિસ્તારને પામતું એવું જૈન દર્શન ભલા યશના વિલાસને પામે છે. કેમ ભલા યશને પામે ? તેમાં યુક્તિ આપે છે
=
જે કારણથી પક્ષપાતી ભેદનય અને અભેદનય પરસ્પર એકબીજાને દૂષણ આપીને અન્ય-અન્ય નયને જર્જરિત કરે છે. તેથી બંને નયો પરસ્પર જર્જરિત થાય છે અને બંને નયોની ઉચિત દૃષ્ટિ પ્રત્યે અપક્ષપાતી એવો સ્થિત પક્ષ=પ્રમાણ એવો સ્યાદ્વાદીનો પક્ષ, દીપે છે.
ભેદપક્ષ પરસ્પર ઘસાય છે અને સ્થિત પક્ષ દીપે છે તેમ પૂર્વમાં કહ્યું તેમાં સાક્ષી આપે છે
એકાંતે ભેદની મતિ છે એવાં નૈયાયિકો અને એકાંતે અભેદની મતિ છે એવાં સાંખ્યદર્શનકારો ‘આ મારો પક્ષ છે અને આ મારો પ્રતિપક્ષ છે' તેવી મતિ ધારણ કરીને સ્વદર્શન પ્રત્યે રાગવાળા અને ૫૨દર્શન પ્રત્યે મત્સ૨વાળા થાય છે; કેમ કે બંને પક્ષને પોતાનો નય સત્ય જણાય છે, અન્ય નય મિથ્યા જણાય છે. તેથી અન્ય નયની દૃષ્ટિ પ્રત્યે મત્સર ધારણ કરીને તેનું નિરાકરણ કરવા ઉદ્યમ કરે છે.
જૈનશાસન સર્વનયોને અવિશેષથી ઈચ્છે છે. તેથી કોઈ નય પ્રત્યે તેને પક્ષપાત નથી. તેના કારણે “સર્વ નયોની દૃષ્ટિથી દેખાતો પદાર્થ તે તે દૃષ્ટિથી તેમ જ છે” એમ સ્વીકારીને સર્વનય પ્રત્યે અપક્ષપાતી બને છે= મધ્યસ્થી રહે છે.
વળી, માત્ર એક જ નયને માનનારા એવાં નિત્યવાદમાં જે દોષો પ્રાપ્ત થાય છે, તે સર્વ દોષો સમાન જ રીતે ક્ષણિકવાદમાં પણ પ્રાપ્ત થાય છે. તેથી તે બંને નયવાદને એકબીજાનો ધ્વંસ કરવા માટે કંટક જેવા છે. તેથી તેઓના વાદ-પ્રતિવાદ દ્વારા તે બંને નયો પરસ્પર ધ્વંસ પામે છે અને જૈનદર્શન બંને નયોને ઉચિત સ્થાને સ્વીકારે છે. તેથી નિત્યવાદી જે દોષો આપે છે તે સ્થાનમાં નિત્યવાદનો સ્વીકાર હોવાથી સ્યાદ્વાદીને નિત્યવાદી દ્વારા અપાયેલા દોષોરૂપ કાંટાઓ લાગતા નથી. વળી, ક્ષણિકવાદી જે દોષો આપે છે તે સ્થાનમાં ક્ષણિકવાદનો સ્વીકાર હોવાથી સ્યાદ્વાદી એવાં જૈન દર્શનને ક્ષણિકવાદી દ્વારા અપાયેલા દોષરૂપ કાંટાઓ લાગતા નથી. તેથી ભગવાનનું શાસન જય પામે છે; કેમ કે સર્વથા દોષરહિત છે. II૩/૧૫/I