________________
S
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૨-૩ - પૂર્વમાં કહ્યું કે, એક વસ્તુમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ અને અભેદ એક તોલે દેખાય છે. ત્યાં કોઈ કહે કે, ભેદ-અભેદ એક તોલે નથી, પરંતુ દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્વાભાવિક છે અને ભેદ પાધિક છે. આ પ્રકારે કહેનારનો આશય એ છે કે, પુરોવર્તી વસ્તુ જે દેખાય છે તેમાં ગુણપર્યાયનો ભેદ છે તેમ કહેવા માટે કોનો ભેદ ? એ પ્રકારના પ્રશ્નમાં તે ભેદના પ્રતિયોગી એવાં ગુણપર્યાયરૂપ ઉપાધિની અપેક્ષા છે. માટે જે પાધિક ધર્મ હોય તે સાચો ન કહેવાય અને અભેદ એ સ્વાભાવિક ધર્મ છે; કેમ કે દેખાતી વસ્તુ એકસ્વરૂપ જ જણાય છે. માટે દરેક વસ્તુ પોતાના સ્વરૂપે જ હોય છે. તેથી તે દેખાતી વસ્તુથી અતિરિક્ત કોઈ ગુણપર્યાય નામની વસ્તુ નથી, પરંતુ પોતાના સ્વરૂપથી ગુણપર્યાયનો અભેદ દેખાય છે, માટે અભેદ સ્વાભાવિક છે. તેથી સાચો છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
એકાંત અમેદવાદી અભેદને સ્વાભાવિક માનીને સાચો કહે છે અને ભેદને પ્રતિયોગીની આવશ્યકતા હોવાથી પાધિક માનીને જૂઠો કહે છે. તેઓ અનુભવતા નથી=પદાર્થના વાસ્તવિક સ્વરૂપને તેઓ અનુભવતા નથી, પરંતુ શબ્દવચનોથી પોતાના મતનું સ્થાપન કરે છે. કેમ અનુભવતા નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ભેદનો અને અભેદનો વ્યવહાર કરવા માટે પરની અપેક્ષા બેઉને સમાન છે. ભેદનો અને અભેદનો વ્યવહાર કરવા માટે પરની અપેક્ષા બેઉને સમાન કેમ છે ? તે બતાવતાં કહે છે –
ગુણાદિકનો ભેદ–ગુણ, પર્યાય અને દ્રવ્યનો ભેદ, અને ગુણાદિકનો અભેદ-ગુણ, પર્યાય અને દ્રવ્યનો અભેદ, એ પ્રકારનું વ્યવહારવચન પ્રવૃત્ત થાય છે. તેથી ભેદના પ્રતિયોગી ગુણાદિક છે, માટે ગુણાદિક પ્રતિયોગીરૂપ ઉપાધિથી ભેદની પ્રતીતિ થાય છે, માટે ભેદ જૂઠો છે તેમ કહેવામાં આવે તો અભેદના પ્રતિયોગી ગુણાદિક છે. માટે ગુણાદિક પ્રતિયોગીરૂપ ઉપાધિથી અભેદની પ્રતીતિ છે, માટે અભેદ જૂઠો છે તેમ માનવું પડે. તેથી એ ફલિત થાય છે કે ભેદ અને અભેદ એક પદાર્થમાં તુલ્યરૂપે રહેલા છે. માટે દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ જ સ્વીકારવો યુક્તિયુક્ત છે તેમ સ્યાદ્વાદી સ્થાપન કરે છે. II૪/શા અવતરણિકા :
ગાથા-રમાં ગ્રંથકારશ્રીએ એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ સમાન રીતે દેખાય છે તેમ સ્થાપન કર્યું. હવે તેને દઢ કરવા અર્થે અનુભવથી બતાવે છે –
ગાથા -
એક કામિ સવિ જનની સાખિ, પ્રત્યક્ષઈં જે લહિઈ રે;
રૂપરસાદિકની પરિ તેહનો, કહો વિરોધ કિમ કહિ રે. શ્રુતo II/II ગાથાર્થ -
એક સ્થાનમાં=એક દ્રવ્યના વિષયમાં, રૂપરસાદિકની જેમ, સર્વ જનની સાક્ષીએ પ્રત્યક્ષથી