________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ ગાથા ૨
૧૨૦
ઔપાધિક છે, માટે જૂઠો છે" એમ કોઈ કહે છે તેઓ અનુભવતા નથી.
શું અનુભવતા નથી ? એથી કહે છે
‘વ્યવહારમાં પરની અપેક્ષા બેઉને છે એમ તેઓ અનુભવતા નથી' એમ અન્વય છે. વ્યવહારમાં ભેદ અને અભેદ બંનેને પરની અપેક્ષા કેમ છે ? તે બતાવવા માટે કહે છે. ‘ગુણાદિકનો ભેદ અને ગુણાદિકનો અભેદ' એ બે પ્રકારના વચનથી=એ પ્રકારના વ્યવહારના વચનથી બેઉને પરની અપેક્ષા 8. 118/211
ભાવાર્થ:
પૂર્વગાથામાં શંકા કરેલ કે, જ્યાં ઘટ હોય, ત્યાં ઘટનો અભાવ રહી શકે નહીં, તેમ જે એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ હોય તે વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો અભેદ રહી શકે નહીં અને દ્રવ્યગુણપર્યાયનો અભેદ હોય ત્યાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ રહી શકે નહીં. આ પ્રકારની શિષ્યની શંકાને જાણીને સ્યાદ્વાદી એવાં ગુરુ શિષ્યને દ્રવ્ય, ગુણ અને પર્યાયનો એક વસ્તુમાં ભેદાભેદ કઈ અપેક્ષાએ છે ? તેનો પ૨માર્થ બતાવે છે અને કહે છે કે ઘટ અને ઘટાભાવ જો કે એકસ્થાનમાં વિરોધી છે. તેથી ‘અહીં ઘટ છે અને ઘટાભાવ પણ છે' એમ કહી શકાય નહીં; કેમ કે ઘટ અને ઘટાભાવનો વિરોધ પ્રત્યક્ષ સિદ્ધ છે, તોપણ કોઈ એક વસ્તુને જોઈને તે વસ્તુમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ અને અભેદ-બંને અનુભવથી વિરોધી જણાતા નથી=ઘટ અને ઘટાભાવ જેવા વિરોધી જણાતા નથી. કેમ વિરોધી જણાતા નથી ? તેથી કહે છે
એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ અવિરોધરૂપે દેખાય છે=જે આશ્રયમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ દેખાય છે તે જ આશ્રયમાં અભેદ પણ દેખાય છે. વળી, તે ભેદ અને અભેદ બેઉ એક તોલે દેખાય છે=એક સમાન રીતે દેખાય છે. પરંતુ ભેદમાં કાંઈક વિશેષતા છે અથવા અભેદમાં કાંઈક વિશેષતા છે, તે રીતે દેખાતા નથી.
આશય એ છે કે, ચક્ષુ સામે રહેલા માટીના પિંડમાં વર્તતા ઘટને જોઈને તેમાં વર્તતા માટીરૂપ દ્રવ્ય, ઘટરૂપ પર્યાય અને તેમાં વર્તતા વર્ણાદિ ગુણો અનુભવ અનુસાર જોવા માટે યત્ન કરવામાં આવે તો એકપ્રદેશથી વળગેલા દેખાય છે, પરંતુ ઘટ-પટની જેમ જુદા દેખાતા નથી. તે દૃષ્ટિથી વિચારીએ તો માટીદ્રવ્ય, ઘટપર્યાય અને તેમાં વર્તતા વર્ણાદિકરૂપ ગુણોનો પરસ્પર અભેદ છે, તેવી પ્રતીતિ થાય છે. વળી, અન્ય દૃષ્ટિથી વિચારીએ તો ‘દ્રવ્ય’ શબ્દથી વાચ્ય માટીનો પ્રતિભાસ થાય છે. ‘પર્યાય’ શબ્દથી વાચ્ય માટીના ઘટપર્યાયનો પ્રતિભાસ થાય છે અને ‘ગુણ’ શબ્દથી વાચ્ય તગત વર્ણાદિનો પ્રતિભાસ થાય છે. એ દૃષ્ટિથી માટી-દ્રવ્ય, ઘટ-પર્યાય અને વર્ણાદિ-ગુણો એ ત્રણેનો ભેદ પ્રતીત થાય છે. માટે એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ અવિરોધરૂપે દેખાય છે.
વળી, તે વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ, એકતોલે પ્રતીત થાય છે, પરંતુ તે બેમાંથી એકને સ્વીકારવામાં કોઈ વિશેષતા દેખાતી નથી.