________________
૧૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧ શ્રતધર્મના મર્મને જાણીને તેવી દઢ શ્રદ્ધા ન થઈ હોય તો પણ ચારિત્રાચારના સેવનથી મોક્ષરૂપ કલ્પવૃક્ષના સુખરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકે છે એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે –
શ્રતધર્મ વગર ચારિત્રધર્મ પણ ફલવાન થાય નહીં.
આશય એ છે કે, ભગવાનના વચન અનુસાર શ્રુતના મર્મને જાણીને તે શ્રુતના મર્મના બોધપૂર્વક અંતરંગ ભાવો ઉલ્લસિત થાય તે ચારિત્ર ધર્મરૂપ છે. માત્ર ચારિત્રાચારની ક્રિયા ચારિત્રધર્મરૂપ નથી. તેથી શ્રતધર્મના મર્મને જાણવાની શક્તિ હોવા છતાં જેઓ તે જાણવા માટે યત્ન કરતાં નથી તેઓને ભગવાનના વચનના પરમાર્થને જાણવાની રુચિ નથી અને તેવા જીવો દઢ યત્નપૂર્વક ચારિત્રાચારનું સેવન કરતાં હોય તોપણ તે ચારિત્રાચારના સેવનથી મોક્ષને અનુકૂળ એવાં પરમ સુખરૂપ ચારિત્રધર્મની પરિણતિ ઉલ્લસિત થાય નહીં.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભગવાનના વચનમાં રૂચિ છે. આથી જ ભગવાનના વચનાનુસાર કોઈ મહાત્મા ચારિત્રાચારની ક્રિયા કરે છે. તેથી તે મહાત્મા શ્રતધર્મના મર્મને જાણવા યત્ન ન કરે અને શ્રતધર્મના પરમાર્થનો નિર્ણય કરીને દૃઢ શ્રદ્ધાવાળા ન થાય તો પણ ચારિત્રના સેવનથી ચારિત્રનું ફળ કેમ ન મળે ? તેથી કહે છે – ( જે માટે શંકા સહિત ચારિત્રી પણ સમાધિને પામતા નથી. આશય એ છે કે, શ્રતધર્મનું તાત્પર્ય શું છે? તેવું જેણે જાણવા યત્ન કર્યો નથી તેવા જીવોને તેના મર્મવિષયક અનાભોગ વર્તે છે અને શ્રુતનું શું તાત્પર્ય છે ? તે વિષયમાં સૂક્ષ્મ દૃષ્ટિથી અનેક વિકલ્પરૂપ કોટિ પડેલી છે. તેથી જેના વિષયમાં અનેક વિકલ્પોની કોટિ હોય તે શંકા કહેવાય અને તેવા વ્યક્ત કે અવ્યક્ત શંકાવાળા ચારિત્રી સાધુ ચારિત્રાચારનું પાલન કરતાં હોય તોપણ સંયમની પરિણતિરૂપ સમાધિને પામતા નથી; કેમ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ વગર ચારિત્રની પરિણતિ ન પ્રગટે. વળી, જિનવચનમાં જો શંકા ન હોય અને શક્તિના પ્રકર્ષથી જિનવચનના મર્મને જાણવા ઉદ્યમ થાય, જાણીને જિનવચનના પરમાર્થને સ્થિર કરવા ઉદ્યમ થાય અને તે પરમાર્થના નિયંત્રણ નીચે ચારિત્રાચારના પાલનમાં ઉદ્યમ થાય તો જ ચારિત્રાવરણીય કર્મના વિગમનથી સમાધિની પ્રાપ્તિ થાય. તેમાં આચારાંગની સાક્ષી આપી. તેનો અર્થ એ પ્રાપ્ત થાય કે જેને ભગવાનના વચનમાં લેશ પણ શંકા ન હોય, પરંતુ એકાંત સ્થિર બુદ્ધિ હોય કે ભગવાનનું વચન જ કલ્યાણનું કારણ છે, તેઓ શક્તિના પ્રકર્ષથી જિનવચનને જાણવા અવશ્ય યત્ન કરે છે અને જેઓને ચારિત્રાચારને કહેનારું વચન કલ્યાણને કરનારું જણાય છે, આમ છતાં ચરણસિત્તરી અને કરણસિત્તરીથી અન્ય દ્રવ્યાનુયોગને કહેનારાં ભગવાનનાં વચનો આત્માને ઉપકારક જણાતાં નથી, તેથી તેને જાણવા માટે અનાદરવાળા છે, તેઓ વિતિગિચ્છાસમાપન છે; કેમ કે ભગવાનના વચનના એક અંશમાં રુચિ હોવા છતાં દ્રવ્યાનુયોગને કહેનારાં ભગવાનના વચનના અન્ય અંશમાં રુચિ નથી, તેઓ જિનવચનાનુસાર ચારિત્રાચાર પાળે છે, ચારિત્રની ક્રિયા પણ અપ્રમાદભાવથી કરીને શુભ ભાવને પ્રાપ્ત કરે છે, તોપણ ભગવાનનાં અન્ય વચનો કલ્યાણનાં કારણ છે, તેમાં સંદેહવાળા છે. તેથી તેને જાણવા માટે ઉપેક્ષાવાળા છે, તેઓ ચારિત્રાચારના સેવનથી પણ સંયમની પરિણતિરૂપ વિશેષ પ્રકારની સમાધિને પ્રાપ્ત કરતાં નથી. II૪/૧ાા