________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪ | ગાથા-૧
૧૧૭ “વિતિષ્ઠિસમવનેvi =વિતિનિચ્છસમાપને માત્મના=વિતિગિચ્છા સમાપન એવાં આત્મા વડે, સમર્દિ નો નમતિ=સમfધ ન નીતિ=સમાધિ પ્રાપ્ત થતી નથી.” (આચારાંગસૂત્ર ૫/૫) I૪/૧૫
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ છે એમ સ્થાપન કર્યું અને ત્યારપછી તે દ્રવ્યગુણપર્યાયનો અભેદ છે એમ સ્થાપન કર્યું. ત્યાં પરવાદી કહે છે કે, એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે અને અભેદ છે તેમ બેઉ ધર્મ કેમ માનો છો ? અર્થાત્ બેઉ ધર્મ માનવા ઉચિત નથી. કેમ દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ માનવો ઉચિત નથી ? તેથી કહે છે –
બેઉ ધર્મ સ્વીકારવામાં વિરોધ નક્કી છે. કેમ વિરોધ નક્કી છે ? તે અનુભવથી પરવાદી બતાવે છે.
કોઈ એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ હોય તો તે ત્રણમાં અભેદ ન હોઈ શકે અને જો તે ત્રણનો અભેદ હોય તો તે ત્રણનો ભેદ ન હોઈ શકે. આ રીતે અનુભવથી બતાવ્યા પછી દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
આ બેઉ ભાવાભાવરૂપે વિરોધી છે. અર્થાત્ કોઈ સ્થાનમાં ઘટનો ભાવ છે, ત્યાં ઘટનો અભાવ છે તેમ કહેવામાં આવે તો તે વિરોધી વચન છે. તેમ એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે અને અભેદ છે તેમ કહેવામાં આવે તો તે વિરોધી વચન છે.
વળી, તે અન્ય દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. વિરોધી એવી બે વસ્તુ એકસ્થાને રહે નહીં. જેમ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહે નહીં અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ રહે નહીં. તેમ કોઈ એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ બન્ને રહી શકે નહીં.
ઓ રીતે પ્રસ્તુત ગાથામાં પરવાદીનો પ્રશ્ન બતાવ્યા પછી ભગવાનના ધર્મમાં સ્થિર વિશ્વાસ કરવાથી મહાફળ મળે છે અને ભગવાનના વચનમાં સ્થિર વિશ્વાસ કરવા માટે શ્રતધર્મના અર્થને જાણવો જોઈએ, યુક્તિ અને અનુભવ અનુસાર જોડવો જોઈએ અને જોડીને ભગવાનના વચનાનુસાર દઢ શ્રદ્ધા કરવી જોઈએ એ બતાવવા અર્થે કહે છે –
અહીંગદ્રવ્યગુણપર્યાય વિષયક ભેદાભેદની વિચારણામાં, કૃતધર્મ વિષયક મન દઢ કરી રાખો=ભગવાનના વચનના તે તે નયદષ્ટિના તાત્પર્યને યથાર્થ જાણીને અનુભવ અનુસાર તે દૃષ્ટિથી તે પદાર્થનો નિર્ણય કરીને મનને વિશ્વાસવંત કરો કે, ભગવાને જે કહ્યું છે તે યુક્તિથી અને અનુભવથી પણ તે પ્રમાણે છે, જેનાથી ભગવાનના વચનમાં શ્રદ્ધા દઢ થાય અને ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા થાય તો તે વચન અનુસાર દઢ યત્ન કરવાનો ઉત્સાહ થાય. જેથી મોક્ષરૂપ કલ્પવૃક્ષનાં સુખરૂપ ફળ ચાખો. અર્થાત્ આત્મા માટે મોક્ષ કલ્પવૃક્ષ સમાન છે અને તેનાં સુખરૂપ ઉત્તમ ફળો સંયમની નિર્લેપ પરિણતિ દ્વારા જિનશાસનમાં દૃઢ શ્રદ્ધાવાળા મુનિઓ ચાખે છે તે તમે ચાખો.