________________
.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ–૪/ ગાથા-૧
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ :
હવઈ ચઉથી ઢાલમાંહિ ભેદાભેદો વિરોધ આશંકીનઈ ટાલઈ છઈ –
ટબાર્થ ઃ
હવે ચોથી ઢાળમાં ભેદાભેદના વિરોધની આશંકાને કરીને ટાળે છે
અવતરણિકા :
ઢાળ૪
ભાવાર્થ:
બીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે એમ સ્થાપન કર્યું. ત્રીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો અભેદ છે એમ સ્થાપન કર્યું. તેથી અર્થથી એ ફલિત થયું કે, સ્યાદ્વાદની દૃષ્ટિથી દ્રવ્યગુણપર્યાયનો ભેદ પણ નથી કે અભેદ પણ નથી, પરંતુ ભેદાભેદ છે. તેથી હવે ચોથી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદાભેદ સ્વીકારવામાં પરસ્પર વિરોધ છે એવી આશંકા કરીને વિરોધનો પરિહાર કરે છે.
પરવાદી કહઈ છઈ –
અવતરણિકાર્ય :
પરવાદી કહે છે
૧૧૫
ભાવાર્થ:
બીજી ઢાળમાં ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો ભેદ સ્થાપન કર્યો અને ત્રીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્થાપન કર્યો ત્યાં પરવાદી કહે છે –
ગાથા:
‘ભેદ અભેદ ઉભય કિમ માનો? જિહાં વિરોધ નિરધારો રે; એક ઠામિ કહો કિમ કરિ રહવઇ, આતપ નઈં અંધારો રે ?' |૪|૧|| શ્રુતધર્મઇ મન દૃઢ કરી રાખો, જિમ શિવસુખ ફલ ચાખો રે. શ્રુતધર્મઇ
ગાથાર્થ ઃ
ભેદ-અભેદ=દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ, ઉભય=બંને, કેમ માનો છો ? જ્યાં= દ્રવ્યગુણપર્યાયના ભેદમાં અને અભેદમાં, વિરોધ નિરધારો રે=વિરોધનો નિર્ધાર છે. કેમ વિરોધ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે