________________
૧૧૦
દ્રવ્યગાપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩નું યોજનસ્વરૂપ
વળ - ૩
પ્રસ્તુત ઢાળમાં આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનાનું સ્વરૂપ :
પ્રથમ ઢાળની ગાથા-ઉના ટબમાં કહેલ કે, દ્રવ્યાદિકના ચિંતવનથી શુક્લધ્યાન પ્રગટે છે અને તેમાં આત્માના દ્રવ્ય, આત્માના ગુણ અને આત્માના પર્યાયના અભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેથી ઢાળ-૩માં દ્રવ્ય, ગુણ અને પર્યાયના અભેદની ચર્ચા કરી છે.
વળી, ઢાળ-૩માં વર્ણન કરાયેલા દ્રવ્ય, ગુણ અને પર્યાયના અભેદનું ચિંતવન આત્મદ્રવ્ય સાથે યોજન કરવામાં આવે તો તેનાથી શુક્લધ્યાનને અનુકૂળ કઈ રીતે ઊહ થઈ શકે તેનો બોધ થાય તે માટે અહીં ત્રીજી ઢાળને અંતે આત્મદ્રવ્યના વિષયમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું યોજન કંઈક બોધ અર્થે બતાવાય છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ કઈ અપેક્ષાએ છે તે પૂર્વની ઢાળમાં બતાવ્યું. આમ છતાં બે દ્રવ્યોનો પરસ્પર જેવો ભેદ છે તેવો ભેદ કોઈ એક દ્રવ્યમાં વર્તતા તેના ગુણપર્યાયો સાથે નથી, પરંતુ એક પ્રદેશથી દ્રવ્ય, ગુણ અને પર્યાય પરસ્પર વળગેલા છે અને તેમ વિચારીએ તો પોતાનું આત્મદ્રવ્ય, પોતાના ગુણપર્યાયોથી અપૃથફ છે એવી ઉપસ્થિતિ થાય છે. આમ છતાં પોતાના આત્મદ્રવ્યના મૂળ ગુણપર્યાયો પોતાનાથી અભિન્ન હોવા છતાં અત્યારે કર્મથી આવૃત્ત હોવાને કારણે મૂળ સ્વરૂપે અનુભવાતા નથી અને મૂળ સ્વરૂપે તેનો અનુભવ કરવાનો અભિલાષ પ્રગટે તો તેને આવરનારાં કર્મોને દૂર કરવાની ઇચ્છા થાય.
વળી, જે જીવોને શાસ્ત્રવચનથી જણાય કે, પોતાના આત્માના મૂળ ગુણપર્યાયો જીવ માટે સુખરૂપ છે અને તે ગુણપર્યાયો કર્મથી તિરોધાન થયેલા હોવાથી વિકૃત રીતે વર્તતા ભાવારૂપે અનુભવાય છે અને તે આત્માની વિડંબના છે. માટે મારા આત્મામાં વર્તતા કર્મોથી આવરાયેલા પણ તે ગુણપર્યાયોનો મારામાં વર્તતો અભેદ કૃતના બળથી ઉપસ્થિત કરીને તેમાં તન્મય બનું જેથી તે ગુણપર્યાયનું મને સ્વસંવેદન પ્રગટે.” આ પ્રકારે ચિંતવન કરવાથી પોતાને પોતાનામાં વર્તતા અભેદ એવાં ગુણપર્યાયો પ્રત્યે પક્ષપાત વધે છે. જેથી બાહ્યપદાર્થો સાથેનો પક્ષપાત દૂર થાય છે, જે પ્રકર્ષને પામીને ક્ષપકશ્રેણીનું કારણ બને છે.
નૈયાયિક દ્રવ્યગુણપર્યાયનો એકાંત ભેદ માને છે, તેથી કહે છે કે દરેક દ્રવ્યોમાં તેના ગુણપર્યાયો સમવાય સંબંધથી સંબંધિત છે. પરંતુ દ્રવ્યની સાથે એકત્વભાવવાળા નથી. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં ગાથા નં-૨ થી ૧૪ સુધી ચર્ચા કરીને, એકાંત ભેદ માનવામાં કઈ રીતે અસંગતિ છે ? તેમ સ્થાપન કર્યું છે. જેનાથી, આત્મામાં વર્તતા પોતાના ગુણપર્યાયોનો કથંચિત્ ભેદ હોવા છતાં કઈ અપેક્ષાએ અભેદ છે? તેનો મર્મસ્પર્શી બોધ કરવામાં પ્રસ્તુત ઢાળનું વર્ણન અત્યંત ઉપકારક બને છે અને તે પ્રમાણે શુદ્ધ આત્મદ્રવ્યના ગુણપર્યાયના અભેદના ચિંતવનથી એકાગ્રતાનો પ્રકર્ષ થાય તો ક્ષપકશ્રેણીનો બીજો પાયો પ્રગટે છે. માટે તેની ભૂમિકાની નિષ્પત્તિ અર્થે નૈયાયિકની દૃષ્ટિથી ભેદ સ્વીકારવામાં, આવતા દોષોનું સૂક્ષ્મ સમાલોચન કરવામાં આવે તો માત્ર શબ્દથી નહીં, પરંતુ આત્મદ્રવ્યનો ગુણપર્યાયો સાથેનો અભેદ પરમાર્થથી દેખાય.