________________
૧૦૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથા-૧૩
અવતરણિકા -
સર્વથા અસત્ વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં, એમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. આમ છતાં સર્વથા અસતનું જ્ઞાન તૈયાયિક માને છે તેને તેમ સ્વીકારવામાં દોષ બતાવે છે –
ગાથા :
ધર્મી, અછતઇ ધર્મ, જો જી, અછતઈ કાલિ સુહાઈ;
સર્વ કાલિ નિર્ભયપણઇ જી, તો શશશૃંગ જણાઈ રે. ભવિકા ||૩/૧૩ ગાથાર્થ :
ધર્મ એવો ઘટ અછતા ધર્મવાળો=અવિધમાન ઘટત્વ ધર્મવાળો, અવિધમાનકાળમાં-પોતે જ્યારે વિધમાન નથી તે કાળમાં, સુહાય છે-તેનું જ્ઞાન થાય છે, તે પ્રમાણે તૈયાયિકને અભિમત છે તો, સર્વકાળમાંeત્રણે કાળમાં, નિર્ભયપણે શશશૃંગ પણ તને જણાવું જોઈએ. ll૩/૧૩. ટબો:
“ધર્મી-અતીત ઘટ, અછતઈં ધર્મ-ઘટત્વ, અછતઈં કોલિં-ઘટનઈ અભાવકાઈં ભાસઈ છે, અથવા ધર્મી-અતીત ઘટ, અછતઈં ધર્મ-જ્ઞથાકાર, અછત કાલઈ ભાસઈ છઇં,” ઈમ જો તુઝને ચિત્તમાંહિ સુહાઈ, તો-સર્વ-અતીત, અનામત, વર્તમાન કાલઈ નિર્ભયપણઈ-અષ્ટાંકારહિતપણૐ શશશૃંગ પણિ જણાવ્યું જેઈઈ. [૩/૧૩ ટબાર્થ :
ધર્મી-અતીત ઘટ, તેમાં ઘટત્વ ધર્મ અવિદ્યમાન છે અને અછતાકાળમાંeઘટના અભાવકાળમાં, ભાસે છે=ઘટ ભાસે છે.
“અથવાથી બીજી રીતે અર્થ કરે છે.
“અથવા” ધર્મી=અતીત ઘટ, અછતઈ ધર્મ-અછતો શેયાકાર ધર્મ, અછતાકાળને વિશે ભાસે છે એમ જો તને=યાયિકો, ચિત્તમાં સોહાય છે=સંગત લાગે છે, તો સર્વ એવાં અતીત, અનાગત અને વર્તમાન – ત્રણે કાળમાં નિર્ભયપણે=ક્યારેય જોવાયેલું નથી એ પ્રકારની અદષ્ટ શંકારહિતપણે, શશશૃંગ પણ જણાવું જોઈએ. m૩/૧૩ ભાવાર્થ
નૈયાયિક અસતું એવાં ઘટની ઉત્પત્તિ સ્વીકારે છે અને તેના બળથી માટીથી ઘટને એકાંત ભિન્ન સ્થાપન કરે છે અને ગ્રંથકારશ્રી માટીરૂપ દ્રવ્યથી ઘટરૂપ પર્યાયને અભિન્ન સ્વીકારે છે. તેના નિરાકરણ માટે તૈયાયિક કહે છે કે, ભૂતકાળનો ઘટ અવિદ્યમાન છે, છતાં તેનું જ્ઞાન થાય છે તેમ માટીમાં અવિદ્યમાન