________________
૧૦૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩ | ગાથા-૧૪-૧૫ બોધ થતો નથી, જનમ ન હોઈ=આછતાનો જન્મ થતો નથી. કાર્ય-કારણનો સહી=નક્કી, અભેદ છે ઈમ જોઈ રે એમ વિચારીને, દ્રવ્યગુણપર્યાયનો પણ અભેદ છે એમ સંબંધ છે. ll૩/ ૧૪ll
ટબો : -
- તે માટઈં અછતા અર્થનો બોધ ન હોઈ, જન્મ પણિ ન હોઈ. ઈમ નિર્ધાર કાર્યકારણનો અભેદ થઈ; તે દષ્ટાંતઈં-દ્રવ્ય, ગુણ, પર્યાયનો પણિ અભેદ છઈ, ઈમ સહવું. ૩/૧૪ ટબાર્થ :
તે માટે અછતા એવાં શશશંગનો બોધ થતો નથી તે માટે, અછતા અર્થતો=અવિદ્યમાન એવાં ઘટાદિનો, બોધ ન થાય; જન્મ પણ ન થાયaઉત્પત્તિ પણ ન થાય; એમ નિર્ધાર કરીને, કાર્યકારણનો અભેદ છે. તે દષ્ટાંતથી કાર્ય-કારણનો અભેદ છે તે દષ્ટાંતથી, દ્રવ્યગુણપર્યાયનો પણ અભેદ છે એમ શ્રદ્ધા કરવી જોઈએ. ll૩/૧૪ ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ પ્રમાણે સર્વથા અસત્ એવાં શશશૃંગનું જ્ઞાન ક્યારેય થતું નથી. તેથી એ ફલિત થાય છે કે જે વસ્તુ સર્વથા ન હોય તેનો બોધ થઈ શકે નહીં. વળી, જેમ અવિદ્યમાન વસ્તુનો બોધ ન થઈ શકે તેમ અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. માટે માટીમાં દ્રવ્યરૂપે સત્ એવો ઘટ, દંડાદિ સામગ્રીથી પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે.
આ રીતે કાર્યકારણભાવનો અભેદ નિર્ધાર થાય છે; કેમ કે કારણ એવી માટી જ ઘટપર્યાયરૂપે પરિણમન પામી. માટે ઘટરૂપ કાર્ય અને માટીરૂપ કારણનો ભેદ નથી, પરંતુ અભેદ જ છે.
તે દષ્ટાંતથી એ સિદ્ધ થાય છે કે દ્રવ્યગુણપર્યાયનો પણ અભેદ છે; કેમ કે દરેક દ્રવ્યો તે તે ગુણસ્વરૂપ છે અને તે તે સામગ્રીને પામીને તે તે પર્યાયરૂપે પરિણમન પામે છે. માટે દ્રવ્યથી, તે દ્રવ્યના ગુણ અને તે દ્રવ્યના પર્યાયનો ભેદ નથી પરંતુ અભેદ જ છે એમ શ્રદ્ધા કરવી જોઈએ. ll૩/૧૪મા અવતરણિકા -
એ ભેદના ઢાલ ઉપરિ અભદન ઢાલ કર્થોિ, જે માટઈં ભેદનય પક્ષનો અભિમાન અભેદનથ ટાલ . હવઈ એ બિહું નયના સ્વામી દેખાડીનઈ, સ્થિત પક્ષ કહઈ છઈ –
અવતરણિતાર્થ -
ભેદ નયને બતાવનારી બીજી ઢાળ ઉપર અભેદ નયને બતાવનારી ત્રીજી ઢાળ ગ્રંથકારશ્રીએ