________________
૧૦૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧/ ગાથા-૧૩-૧૪ ઘટ દંડાદિ સામગ્રીથી ઉત્પન્ન થઈ શકે છે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે, અતીત ઘટ સર્વથા અસતું નથી, પરંતુ દ્રવ્યરૂપે સત્ જ છે.હવે જો નૈયાયિક કહે કે, અતીત એવો ઘટ અછતા એવાં ઘટત્વ ધર્મવાળો અવિદ્યમાન કાળમાં ભાસે છે. માટે અસતુનું જ્ઞાન સ્વીકારવામાં દોષ નથી “અથવા” નૈયાયિક કહે કે, અતીત એવો ઘટ અવિદ્યમાન એવાં શેયાકાર ધર્મવાળો અછતાકાળમાં ભાસે છે. માટે અસતુનું જ્ઞાન સ્વીકારવામાં વાંધો નથી.
તેને ગ્રંથકારશ્રી દોષ આપે છે કે આ પ્રમાણે તૈયાયિક સ્વીકારે તો, અવિદ્યમાનકાળમાં અવિદ્યમાન ધર્મવાળો અતીત ઘટ જ્ઞાનમાં ભાસે છે. માટે અસતુનું જ્ઞાન થઈ શકે છે તો જેમ અતીત ઘટ અવિદ્યમાનકાળમાં જ્ઞાનનો વિષય બને છે તેમ અવિદ્યમાન એવું શશશૃંગ પણ ત્રણે કાળમાં જ્ઞાનનો વિષય બનવો જોઈએ; કેમ કે જેમ અવિદ્યમાન એવાં પણ ઘટનું જ્ઞાન અવિદ્યમાનકાળમાં થઈ શકે છે તેમ ત્રણે કાળમાં અવિદ્યમાન એવાં શશશૃંગનું જ્ઞાન પણ ત્રણે કાળમાં થવું જોઈએ. પરમાર્થથી શશશૃંગનું જ્ઞાન કલ્પનાથી થઈ શકે છે, પરંતુ શશશૃંગ અતીત કાળમાં વિદ્યમાન હતું, અનાગતકાળમાં વિદ્યમાન હશે કે વર્તમાનકાળમાં વિદ્યમાન છે તેમ ક્યારેય થતું નથી, તેમ તૈયાયિક પણ માને છે. તેથી જેમ સર્વથા શશશૃંગ નથી માટે તેનું જ્ઞાન થતું નથી, તેમ અતીત ઘટ પણ જો સર્વથા ન હોય તો તેનું જ્ઞાન થઈ શકે નહીં.
આનાથી એ ફલિત થયું કે, અતીત વસ્તુનું જ્ઞાન થાય છે માટે તે સર્વથા અસતું નથી. તેથી અસતુનું જ્ઞાન જેમ થઈ શકે નહીં તેમ અસત્ વસ્તુ પણ ઉત્પન્ન થઈ શકે નહીં, પરંતુ દ્રવ્યરૂપે સત્ જ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. માટે દ્રવ્યની સાથે પર્યાયનો અભેદ છે. l૩/૧૩
અવતરણિકા :
ઈમ નથી –
અવતરણિકાર્ય :
એમ નથી –
ભાવાર્થ :
ગાથા-૧૩માં કહ્યું કે અતીત એવાં અછતા ઘટનું જ્ઞાન થતું હોય તો ત્રણે કાળમાં અછતા એવાં શશશૃંગનું પણ જ્ઞાન થવું જોઈએ-“એમ નથી” અર્થાત્ શશશૃંગનું જ્ઞાન થતું નથી તેથી શું ? તે ગાથા-૧૪માં બતાવે છે –
ગાથા :
તે માટ૮ અછતા તણો જી, બોધ ન જનમ ન હોઇ;
કારય-કારણનઈં સહી જી, છઇ અભેદ ઇમ જોઇ રે. ભવિકાo l૩/૧૪ll ગાથાર્થ :
તે માટે=આછતા એવાં શશશૃંગનું જ્ઞાન થતું નથી તે માટે, અછતા તણોજી બોઘ ન=આછતાનો