________________
૩૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૮
તિરોભાવ અને આવિર્ભાવ પણ દર્શન અને અદર્શનના નિયામક એવાં=આવિર્ભાવ દર્શનના નિયામક અને તિરોભાવ અદર્શનના નિયામક એવાં, કાર્યના પર્યાયવિશેષ જ જાણવા. અર્થાત્ માટીમાં તિરોભાવરૂપે રહેલા ઘટતો અદર્શનનિયામક પર્યાય તિરોભાવ છે અને જ્યારે માટીમાંથી ઘટ આવિર્ભાવ પામે છે, ત્યારે માટીમાં રહેલા ઘટતો દર્શનનિયામક પર્યાય આવિર્ભાવ છે. તેથી આવિર્ભાવને સત-અસત્ વિકલ્પથી દૂષણ આવે નહીં.
દૂષણ કેમ ન આવે ? તેથી કહે છે –
જે માટે અનુભવને અનુસાર પર્યાયની કલ્પના કરાય છે=અનુભવને અનુસાર પ્રથમ માટીમાં દ્રવ્યરૂપે રહેલા ઘટપર્યાયની કલ્પના કરાય છે ત્યાર પછી અનુભવ અનુસાર દ્રવ્યરૂપે રહેલા તે ઘટના અદર્શન નિયામક પર્યાયની કલ્પના કરાય છે અને તે માટી જ્યારે ઘટરૂપે પરિણમન પામે છે ત્યારે અનુભવને અનુસાર તે માટીના ઘટપર્યાયમાં દર્શનનિયામક આવિર્ભાવ પર્યાયની કલ્પના કરાય છે, માટે આવિર્ભાવને સત્-અસત્ વિકલ્પથી દૂષણ આવતું નથી, તેમ પૂર્વના કથન સાથે સંબંધ છે. ll૩/૮
ભાવાર્થ -
પૂર્વ ગાથામાં દ્રવ્યની સાથે ગુણપર્યાયનો અભેદ છે તે બતાવવા માટે કહ્યું કે, કારણમાં કાર્યની નિષ્પત્તિ પૂર્વે પણ કાર્ય શક્તિરૂપે રહેલું છે. તેથી તે શક્તિરૂપે રહેલું કાર્ય, દ્રવ્યથી અભિન્ન છે, માટે કાર્યનો કારણ સાથે અભેદ છે. ત્યાં પ્રશ્ન થાય કે, દ્રવ્યરૂપ કારણમાં કાર્ય ઉત્પન્ન થયા પૂર્વે પણ કાર્ય સત્તારૂપે રહેલું છે તો, કાર્ય કેમ દેખાતું નથી ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે, માટીમાં ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થયું નથી ત્યારે પણ માટીરૂપ કારણમાં દ્રવ્યરૂપે ઘટરૂપ કાર્યની તિરોભાવની શક્તિ છે અને દ્રવ્યરૂપે કાર્ય તિરોભાવ હોવાથી તેનું દર્શન કારણમાં થતું નથી. તેથી એ ફલિત થાય કે, પુરોવર્સી પડેલી માટીને જોઈને કોઈ જાણકાર પુરુષ કહી શકે કે આ માટીમાં ઘટ થવાની યોગ્યતા છે અને તે યોગ્યતા એટલે જ તે માટીમાં રહેલી ઘટની તિરોભાવની શક્તિ છે. વળી, માટીમાં ઘટરૂપ કાર્યની તિરોભાવની શક્તિ હોવાથી માટીમાં ઘટરૂપ કાર્યની સત્તા હોવા છતાં ઘટરૂપ કાર્ય દેખાતું નથી અને ઘટશક્તિને પ્રગટ કરવાની સામગ્રી મળે ત્યારે તે માટીમાં ઘટપર્યાયરૂપ કાર્ય પ્રગટ થાય છે, તે વખતે તે દ્રવ્યમાં ગુણપર્યાય આવિર્ભાવ પામેલા છે. તેથી કાર્યરૂપે દેખાય છે.
માટી દ્રવ્ય છે અને તેમાં ઘટપર્યાય પૂર્વમાં તિરોભાવ હતો અને સામગ્રી મળવાથી આવિર્ભાવ પામ્યો તેમ પૂર્વે કહ્યું ત્યાં પ્રશ્ન થાય કે, આવિર્ભાવ અને તિરોભાવ શું છે ? તેથી કહે છે.
તિરોભાવ એ ઘટરૂપ પર્યાયનો અદર્શનનિયામક પર્યાયવિશેષ છે અને આવિર્ભાવ એ ઘટરૂપ પર્યાયનો દર્શનનિયામક પર્યાયવિશેષ છે. તેથી એ ફલિત થાય કે માટી દ્રવ્ય છે, તેનો ઘટ પર્યાય છે અને ઘટપર્યાય પણ અપેક્ષાએ આપેક્ષિક દ્રવ્ય છે છતાં માટી દ્રવ્યનું ઘટ કાર્ય છે અને આપેક્ષિક દ્રવ્યરૂપ ઘટના બે પર્યાય છે (૧) તિરોભાવરૂપ પર્યાય (૨) આવિર્ભાવરૂપ પર્યાય. તેથી જ્યારે ઘટરૂપ કાર્યમાં તિરોભાવપર્યાય