________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૮
અવતરણિકાર્ય :
કારણમાં=માટી આદિ કારણમાં, કાર્યની ઉત્પત્તિ પહેલાં=ઘટાદિરૂપ કાર્યની ઉત્પત્તિ પહેલાં, જો કાર્યની સત્તા છે=ઘટાદિરૂપ કાર્યની સત્તા છે, તો કાર્યનું દર્શન=ઘટાદિરૂપ કાર્યનું દર્શન, કેમ થતું નથી ? એ પ્રકારની શંકા ઉપર ગ્રંથકારશ્રી કહે છે
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે, કારણમાં શક્તિરૂપે કાર્ય વિદ્યમાન છે. માટે કાર્ય નિષ્પન્ન થાય છે અને કારણમાં કાર્યનિષ્પત્તિ પૂર્વે કાર્યની શક્તિ સ્વીકારીએ તો, કા૨ણની સાથે કાર્યનો અભેદ સિદ્ધ થાય. ત્યાં કોઈ શંકા કરે છે કે, કાર્યની નિષ્પત્તિ પૂર્વે કારણમાં કાર્યની સત્તા છે તેમ સ્વીકારીને કાર્યકારણનો અભેદ તમે સ્થાપન કરો છો, પરંતુ જો કા૨ણમાં કાર્યની સત્તા હોય તો, કારણમાં કાર્યનું દર્શન કેમ થતું નથી ? તે શંકાના નિવારણ માટે કહે છે.
ગાથા:
૪
દ્રવ્યરૂપ છતી કાર્યની જી, તિરોભાવની રે શક્તિ;
આવિર્ભાવĚ નીપજઈ જી, ગુણપર્યાયની વ્યક્તિ રે. ભવિકાo ll૩/૮ll
ગાથાર્થ ઃ
દ્રવ્યરૂપ છતી=દ્રવ્યરૂપે વિધમાન એવી, કાર્યની તિરોભાવની શક્તિ છે અને આવિર્ભાવથી ગુણપર્યાયની વ્યક્તિ નીપજે છે. II૩/૮ા
ટબો ઃ
કાર્ય નથી ઊપનું તિવારÜ કારણમાંહિં કાર્યની દ્રવ્યરૂપઈં તિરોભાવની શક્તિ છઈં. તેણઈ કરી છઈ, પણિ કાર્ય જણાતું નથી. સામગ્રી મિલઈ, તિવારઈ ગુણ-પર્યાયની વ્યક્તિથી આવિર્ભાવ થાઈ છઈ, તેણઈ કરી કાર્ય દીસઈ છઈ. તિરોભાવ-આવિર્ભાવ પણિ દર્શન-અદર્શન નિયામક કાર્યના પર્યાય-વિશેષ જ જાણવા. તેણઈં કરી આવિર્ભાવનઈં સત્-અસત્ વિકલ્પઈં દૂષણ ન હોઈ, જે માટઈં અનુભવનઈં અનુસારઈ પર્યાય કલ્પિઈં. ||૩/૮||
ટબાર્થ ઃ
કાર્ય ઉત્પન્ન થયું નથી તે વખતે કારણમાં દ્રવ્યરૂપે કાર્યની તિરોભાવની શક્તિ છે. તેથી વિદ્યમાન પણ કાર્ય=દ્રવ્યમાં તિરોભાવરૂપે વિદ્યમાન પણ કાર્ય, જણાતું નથી અને સામગ્રી મળે છે ત્યારે ગુણપર્યાયની વ્યક્તિથી આવિર્ભાવ પામે છે, તેથી કાર્ય દેખાય છે.
અહીં પ્રશ્ન થાય કે તિરોભાવ અને આવિર્ભાવ શું છે ? તેથી કહે છે