________________
૧૦૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથા-૧૦૧૧
કેમ સર્વથા અસતું નથી તે સ્પષ્ટ કરે છે –
તે અતીત ઘટાદિ, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી નથી=વર્તમાનમાં નથી. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી નિત્ય છે માટે વર્તમાનમાં પણ છે.
અતીત ઘટ દ્રવ્યાર્થિકનયથી નિત્ય કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
નાશ પામેલો ઘટ પણ કૃતિકારૂપે છે. સર્વથા ન હોય તો શશશૃંગ સરખો થાય=જેમ શશશૃંગ સર્વથા નથી તેમ ઘટ નાશ પામ્યા પછી મૃત્તિકારૂપે પણ ઘટ પ્રાપ્ત થવો જોઈએ નહીં. li૩/૧૦| ભાવાર્થ
સ્યાદ્વાદની દૃષ્ટિથી દરેક પદાર્થો પરિણામી છે. તેથી તે તે દ્રવ્ય તે તે પરિણામરૂપે પરિણમે છે, પરંતુ કોઈ પદાર્થ સર્વથા નાશ પામતો નથી. તેથી એ ફલિત થાય કે દરેક પદાર્થ દ્રવ્યરૂપે છે અને તે દ્રવ્યમાં તે તે પર્યાય પરિવર્તન પામે છે. તે પ્રમાણે ઘંટ નાશ થાય છે ત્યારે પણ ઘટ મૃત્તિકારૂપે રહે છે. તેથી જે ઘટનું કોઈને જ્ઞાન થાય છે, ત્યારે તે ઘટ જેમ વિદ્યમાન છે તેમ અતીત ઘટનું જ્ઞાન થાય છે ત્યારે તે અતીત ઘટ પણ દ્રવ્યરૂપે વિદ્યમાન છે, પરંતુ તે ઘટનો સર્વથા અભાવ થયો નથી. માટે તૈયાયિક કહે છે કે, “અવિદ્યમાન એવાં અતીત ઘટનું જ્ઞાન થાય છે તેમ ઘટનિષ્પત્તિ પૂર્વે અવિદ્યમાન એવો ઘટ સામગ્રીથી ઉત્પન્ન થઈ શકે છે. માટે માટીમાં ઘટનો અભેદ માનીને દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્થાપન કરવો એ ઉચિત નથી.” તે તેનું વચન મિથ્યા છે; કેમ કે ઘટ નાશ પામ્યા પછી પણ માટીરૂપે તે ઘટ વિદ્યમાન ન હોય તો શશશૃંગની જેમ સર્વથા અસત્ પ્રાપ્ત થવો જોઈએ, પરંતુ જેમ શશશૃંગ કોઈ પ્રકારે અસ્તિત્વરૂપે ઉપલબ્ધ નથી તેમ ઘટ, ઘટપર્યાયરૂપે અનુપલબ્ધ હોવા છતાં ઘટના ઉપાદાન કારણરૂપ માટી દ્રવ્યરૂપે ઉપલબ્ધ છે, માટે સર્વથા ઘટ અસતુ નથી. [૩/૧ના
અવતરણિકા :
સર્વથા અછત અર્થ જ્ઞાનમાંહિ ભાસઈ કઈ એવું કહઈ છઈ, તેહને બાધક દેખાડઈ થઈ –
અવતરણિકાર્ચ -
સર્વથા અવિદ્યમાન અર્થ જ્ઞાનમાં ભાસે છે' એ પ્રમાણે તૈયાયિક કહે છે તેને બાધક દેખાડે
ભાવાર્થ :
ગાથા-૯માં તૈયાયિકે કહેલ કે અતીત ઘટ નથી છતાં તેનું જ્ઞાન થાય છે અને તેના બળથી માટીમાં અવિદ્યમાન ઘટ ઉત્પન્ન થાય છે તેમ સ્થાપન કર્યું, તે મતને ગાથા-૧૦માં દૂષણ આપ્યું. આમ છતાં નૈયાયિક કહે છે તેમ સર્વથા અવિદ્યમાન એવો અતીત ઘટ જ્ઞાનમાં ભાસે છે, તેમ તે સ્વીકારે તો તેને શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે –