________________
૧૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-a| ગાથા-૯-૧૦ બનશે, જે ગુરુ છે. વળી, અમે ઘટઅભિવ્યક્તિનું કારણ ચક્ષુઆદિ કહીએ છીએ, ત્યાં કાર્યતાઅવચ્છેદક ધર્મ ઘટઅભિવ્યક્તિત્વ બનશે અને તમે ભાવઘટ અભિવ્યક્તિનું કારણ ચક્ષુઆદિ કહો છો, તેથી કાર્યતાઅવચ્છેદક ધર્મ ભાવઘટઅભિવ્યક્તિત્વ બનશે. જેથી ઘટઅભિવ્યક્તિત્વ ધર્મ કરતાં ભાવઘટઅભિવ્યક્તિત્વ ધર્મ ગુરુભૂત બનશે. માટે તે પ્રકારનો કાર્યકારણભાવ માનવો ઉચિત નથી, એમ કહીને દ્રવ્યથી પર્યાયનો ભેદ સ્વીકારવો જોઈએ, તેમ તૈયાયિક સ્થાપન કરે છે. ll૩/લા
અવતરણિકા :
હવઈ એ મત દૂષઈ છ0 – અવતરણિકાર્ચ -
હવે એ મતપૂર્વગાથામાં બતાવેલ તૈયાયિકનો મત, દૂષિત કરે છે –
ગાથા :
તે મિથ્યા, નહીં સર્વથા જી, અછતો વિષય અતીત;
પર્યાયારથ તે નહીં જી, દ્રવ્યારથ છઈ નિત્ય રે. ભવિકા ૩/૧ના ગાથાર્થ :
તે મિથ્યા પૂર્વગાથામાં તૈયાયિકે કહ્યું કે જેમ અતીત ઘટ અછતો હોવા છતાં જ્ઞાન થાય છે તેમ માટીમાં અછતા એવાં ઘટની દંડાદિથી ઉત્પત્તિ થાય છે તે મિથ્યા છે કેમ કે; અતીત વિષય સર્વથા અછતો નથી .
અતીત વિષય કેમ સર્વથા અસતું નથી તેથી કહે છે –
પર્યાયાર્થિકનયથી તે નથી=અતીત વિષય નથી. દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે-અતીત વિષય પણ સર્વદા છે. [૩/૧૦/ ટબો :
અછતાની જ્ઞપ્તિની પરિ અછતાની ઉત્પત્તિ હઈ ઈમ કહીઉં તે મત મિશ્રા, જે માટઈં અતીત વિષય ઘટાદિક, સર્વથા અછત નથી. તે પર્યાપારથથી નથી, દ્રવ્યારથથી નિત્ય છઈ. નષ્ટ ઘટ પણિ કૃતિકારૂપઈ છઈ. સર્વથા ન હોઈ તો શશ-શૃંગ સરખો થાઈ. ૩/૧૦માં
ટબાર્થ :
અછતાના જ્ઞાનની જેમ અછતા એવાં ઘટની ઉત્પત્તિ થાય છે' એમ તૈયાયિકે કહ્યું તે મત મિથ્યા છે, જે માટે અતીત વિષયવાળા એવાં ઘટાદિક સર્વથા અછતા નથી કથંચિત્ અસત્ હોવા છતાં સર્વથા અસત્ નથી.