________________
ર
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૭
અવતરણિકા :
વલી અભેદ ન માનઈં તેહનઈં દોષ દેખાડઈ છઈ -
—
અવતરણિકાર્થ ઃ
વળી, અભેદ ન માને=દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ ન માને અને એકાંતે ભેદ માને, તેને દોષ
દેખાડે છે
ગાથા:
જો અભેદ નહીં એહોનો જી, તો કારય કિમ હોઇ ?; અછતી વસ્તુ ન નીપજઇ જી, શશવિષાણ પરિ જોઈ રે.
ભવિકા॰ ||૩/૭ll
ગાથાર્થ ઃ
જો એહોનો=દ્રવ્ય, ગુણ અને પર્યાયનો, અભેદ ન હોય તો, કાર્ય કેમ થાય ?=દ્રવ્યમાંથી તે તે ગુણ કે પર્યાયની નિષ્પત્તિરૂપ કાર્ય કેમ થાય ? જેમ શશવિષાણ=સસલામાં વિષાણ, ક્યારેય હોતું નથી, તેથી શશવિષાણરૂપ વસ્તુ નિષ્પન્ન થતી નથી. તેમ, અછતી વસ્તુ=દ્રવ્યમાં ગુણપર્યાયરૂપ અછતી વસ્તુ, નિષ્પન્ન થાય નહીં. ||૩/૭II
ટબો ઃ
જો એહનઈં=દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં, અભેદ નથી, તો કારણ-કાર્યનઈં પણ અભેદ ન હોઈ. તિવાÛ મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ નીપજઈ ? કારણમાંહિં કાર્યની શક્તિ હોઈ તો જ કાર્ય નીપજÖ, કારણમાંહિ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઈ જ, જેમ શશવિષાણ. જો કારણમાંહિ કાર્યસત્તા માનિઈ, તિવાર અભેદ સહજિ જ આવ્યો. [[૩/૭||
ટબાર્થ ઃ
જો એહને=દ્રવ્યગુણપર્યાયને, અભેદ નથી તો કારણ અને કાર્યનો પણ અભેદ થાય નહીં. અર્થાત્ દ્રવ્યરૂપ કારણનો ગુણપર્યાયરૂપ કાર્યની સાથે અભેદ થાય નહીં. તે વખતે માટી આદિ કારણથી ઘટાદિ કાર્ય કેમ ઉત્પન્ન થાય ? અર્થાત્ થાય નહીં.
માટીમાંથી ઘટાદિ કાર્ય કેમ ઉત્પન્ન થાય નહીં ? તેથી કહે છે
કારણમાં કાર્યની શક્તિ હોય તો જ કાર્ય નિષ્પન્ન થાય=કારણમાંથી કાર્ય નિષ્પન્ન થાય. કારણમાં અછતી એવી કાર્યવસ્તુની પરિણતિ નિષ્પન્ન થાય નહીં જ.
જેમ શશવિષાણ નિષ્પન્ન થતું નથી.