________________
GO
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩ | ગાથા-૬
ગાથાર્થ :
ગુણ અને પર્યાયના અભેદથી દ્રવ્યનો નિયત વ્યવહાર થાય છે=“આ જીવદ્રવ્ય છે, આ અજીવદ્રવ્ય છે” એ પ્રકારનો નિયત વ્યવહાર થાય છે. પરિણતિ જે એકતાની છે=દરેક દ્રવ્યોની ગુણપર્યાયની પરિણતિ-તેની દ્રવ્ય સાથે એકતા છે, તેસિંeતેથી, તે દ્રવ્યગુણપર્યાય, એક પ્રકાર છે એક જ છે. II3/ ટબો:
જીવઢવ, અજીવદ્રવ્ય ઈત્યાદિ જે નિયત કહેતાં વ્યવસ્થા સહિત વ્યવહાર થાઈ છ, તે ગુણ-પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક-ગુણપર્યાયથી અભિન્ન દ્રવ્ય તે જીવદ્રવ્ય, રૂપાદિક-ગુણપર્યાયથી અભિન તે અજીવઢવ્ય, નહીં તો-દ્રવ્યસામાન્યથી વિશેષ સંજ્ઞા ન થાઈ. દ્રવ્ય, ગુણ, પર્યાય એ ૩ નામ છઈ, પણિ સ્વજાતિ ૩ નઈં એકત્વ પરિણામ છÉ, તે માટિ તે ૩ પ્રકાર એક કહઈ. જિમ આત્મવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કહિઈં. જિમ રત્ન ૧, કાંતિ ૨, જ્વરાપહાર શક્તિ ૩, એ ૩ નઈ એક જ પરિણામ છઈ, તિમ દ્રવ્ય-ગુણ-પર્યાયનઈ ઈમ જાણવું. ૩/ બાર્થ :
જીવદ્રવ્ય, અવદ્રવ્ય ઈત્યાદિ જે નિયત કહેતાં વ્યવસ્થા સહિત વ્યવહાર થાય છે તે ગુણ પર્યાયના અભેદથી થાય છે. અર્થાત્ જીવદ્રવ્યના ગુણપર્યાયતો અને અજીવદ્રવ્યના ગુણપર્યાયતો પોતાની સાથે અભેદ છે. તેનાથી “આ જીવદ્રવ્ય છે, આ અજીવદ્રવ્ય છે” એ પ્રકારનો નિયત વ્યવહાર થાય છે.
ગુણપર્યાયના અભેદથી નિયત વ્યવહાર કેમ થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
જ્ઞાનાદિક ગુણપર્યાયથી અભિન્ન તે જીવદ્રવ્ય અને રૂપાદિક ગુણપર્યાયથી અભિન્ન તે અજીવદ્રવ્ય છે એ પ્રકારનો નિયત વ્યવહાર થાય છે. નહીં તો ગુણપર્યાયનો દ્રવ્ય સાથે અભેદ ન સ્વીકારવામાં આવે અને ભેદ સ્વીકારવામાં આવે તો, દ્રવ્યસામાન્યથી જીવદ્રવ્યમાં અને અજીવદ્રવ્યમાં દ્રવ્ય સામાન્ય થવાથી વિશેષ સંજ્ઞા થાય નહીં= “આ જીવદ્રવ્ય છે, આ અજીવદ્રવ્ય છે." એ પ્રકારે વિશેષ સંજ્ઞા થાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યગુણપર્યાય એ ત્રણ નામ જુદી વસ્તુનાં વાચક છે તોપણ તે ત્રણ જુદાં કેમ નથી ? તેથી કહે છે –
દ્રવ્ય, ગુણ, પર્યાય એ ત્રણ નામ છે પણ સ્વજાતિ એવાં ત્રણનો એક પરિણામ છે કોઈ નિયત વસ્તુમાં વર્તતા ગુણ અને પર્યાય-તે નિયત દ્રવ્યના સ્વજાતિ છે. તે સ્વજાતિ એવાં ત્રણનો એકત્વ પરિણામ છે, તે માટે તે ત્રણ પ્રકાર=દ્રવ્ય, ગુણ અને પર્યાય શબ્દોથી વાચ્ય એવાં ત્રણ