________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથા-૪-૫ અવયવીઓમાં રૂપ નથી, તેમ નવ્ય તૈયાયિકે માનવું જોઈએ, પરંતુ તૈયાયિકો તો અવયવના રૂપથી અવયવીમાં રૂ૫ પેદા થાય છે તેમ માને છે અને જો તે અવયવીમાં ભાર નથી તેમ સ્વીકારે તો અવયવીમાં રૂપ નથી તેમ પણ સ્વીકારવું જોઈએ.
આ દોષનિવારણ માટે સ્કંધ અને દેશનો અભેદ સંબંધ માનવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે, પ્રદેશનો ભાર તે સ્કંધના ભારરૂપે પરિણમન પામે છે. અર્થાત્ તે સ્કંધમાં રહેલા જેટલા દેશો છે તેનો ભાર જ સ્કંધના ભારરૂપે પરિણમન પામે છે; કેમ કે સ્કંધના પ્રદેશોથી સ્કંધનો ભેદ નથી, પરંતુ સ્કંધના પ્રદેશો જ સ્કંધરૂપે પરિણમન પામ્યા. જેમ સો તંતુથી પટ બને છે તે વખતે સો તંત જ પટરૂપે પરિણમન પામે છે, માટે સો તંતુથી પટ જુદો નથી, પરંતુ સો તંતુનો અને પટનો અભેદ છે અને તેમ સ્વીકારવાથી સો તંતુનો ભાર અને પટનો ભાર ભેગો કરીને બમણા ભારની પ્રાપ્તિનો જે દોષ તૈયાયિકોને પ્રાપ્ત થાય છે તે દોષ સ્યાદ્વાદીને પ્રાપ્ત થાય નહીં. ૩/૪ અવતરણિકા -
દ્રવ્યાદિકનઈ અભેદ ન માંનઈ જઈ, તેહનઈં ઉપાલંભ દિઈ કઈં –
અવતરણિયાર્થ:
દ્રવ્યાદિકને દ્રવ્ય, ગુણ અને પર્યાય, અભેદ જેઓ નથી માનતા તેમને ઉપાલંભ આપે છે –
ગાથા -
ભિન્ન દ્રવ્ય-પર્યાયનઇ જી, ભવનાદિકનઇ રે એક; ભાષઇ, કિમ દાખઈ નહીં જી, એક દ્રવ્યમાં વિવેક રે ?
ભવિકા ૩/પણા ગાથાર્થ :
ભિન્ન દ્રવ્યના=પાષાણાદિ અનેક દ્રવ્યોના, ભવનાદિક પર્યાયને એક ભાખે છે તો, એક દ્રવ્યમાં કેમ વિવેક દેખાડતો નથી ?=એક દ્રવ્યમાં રહેલા ગુણ-પર્યાયનો અભેદ છે એ પ્રકારનો વિવેક કેમ દેખાડતો નથી ? Il૩/પા. ટબો:
ભિન્ન દ્રવ્ય જે પાષાણ, કાષ્ઠ, પૃથિવી, જલાદિક, તેહનો પર્યાય જે ભવનાદિક ઘર પ્રમુખ, તેહનઈ તું “એક કહઈ છઈ. “એક ઘર એ ઈત્યાદિક લોકવ્યવહાર માટÚ? તો એક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં અભેદ હોઈ, એહર્તા વિર્વક કાં નથી કહિતો? જે માટÓ આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ, તેહ જ આત્મપર્યાય એવો વ્યવહાર અનાદિ સિદ્ધ થઈ. ll૩/પાઈ