________________
CG
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-a| ગાથા-૪ ભાર ખંધમાંહિ થયો જઈશું. જે માર્ટિ શતતંતુના પટમાંહિ શતતંતુનો જેટલો ભાર તેટલો પટમાંહિં પણ ઈઈ.
અનઈં જે કોઈ નવા નૈદાયિક ઈમ કહઈ કઈ જે-“અવયવના ભારથ અવયવીનો ભાર અત્યંત હીન છઈ,” તે માટઈં તેહનઈ મતઈં –“ઢિપ્રદેશાદિક ખંધમાંહિ કિહાંઈ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જઈઈ. જે માટઈ-ઢિપ્રદેશાદિક ખંધ એકપ્રદેશાદિકની અપેક્ષાઈ અવયવી છઈ. અનઈં પરમાણમાંહિ જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિઈ, તો રૂપાદિક વિશેષ પણિ પરમાણમાંહિં માથાં ઈઈ, દ્વિપદેશાદિકમાંહિં ન માવ્યાં ઈઈ.
અભેદ નથનો બંધ માનઈં તો પ્રદેશનો ભાર તેહ જ અંધભારપણ પરિણમઈ, જિમ તંતુરૂપ પટરૂપાણઈ. તિવારઈ ગુરુતાવૃદ્ધિનો દોષ કવિઓ, તે ન લાગઈ. ll૩/૪ ટબાર્થ -
બંધ સ્કંધ, અવયવી કહેવાય. દેશ અવયવ કહેવાય. એનો જો ભેદ માનીએ તો સ્કંધમાં બમણો ભાર થવો જોઈએ=સ્કંધનું વજન અને અવયવોનું વજન મળીને બમણું વજન થવું જોઈએ. બમણું વજન કેમ થવું જોઈએ ? તે બતાવે છે.
જે માટે સો તંતુના પટમાં સો તંતુનો જેટલો ભાર છે, તેટલો ભાર પટમાં પણ જોઈએ=સો તંતુથી બનેલા પટમાં પણ સો તંતુ જેટલો ભાર જોઈએ. તેથી સો તંતુનો ભાર અને પટનો ભાર બેય મળીને બમણો ભાર જોઈએ એમ પૂર્વ સાથે સંબંધ છે.
અને જે કોઈ નવા તૈયાયિક એમ કહે છે, જે અવયવના ભારથી અવયવીનો ભાર અત્યંત હીન છે, અર્થાત્ ગણવામાં ન આવે તેવો છે. (માટે અવયવોના ભારથી અવયવીનો ભાર બમણો થતો નથી.) તે માટેeતવ્ય તૈયાયિકો અવયવીમાં બમણા થતા ભારના નિવારણ માટે જે કહે છે તે માટે, તેના મતે દ્વિપ્રદેશાદિક સ્કંધમાં ક્યાંય પણ ઉત્કૃષ્ટ ગુરુતા થવી જોઈએ નહીં. કેમ થવી જોઈએ નહીં? તેથી કહે છે–જે માટે દ્વિપ્રદેશાદિક સ્કંધ એકપ્રદેશાદિક સ્કંધની અપેક્ષાએ અવયવી છે અને તવ્ય તૈયાયિક પરમાણુમાં જ ઉત્કૃષ્ટ ગુરુતા સ્વીકારી લે તો તેને ગ્રંથકારશ્રી કહે છે-જો પરમાણુમાં જ ઉત્કૃષ્ટ ગુરુતા માનીએ તો રૂપાદિકવિશેષ પણ પરમાણુમાં જ માનવા જોઈએ. દ્વિપ્રદેશાદિકમાં ન માનવા જોઈએ.
અભેદનયનો સંબંધ માનીએ તો=સ્કંધ અને પ્રદેશ વચ્ચે અભેદનયનો સંબંધ માનીએ તો, પ્રદેશનો ભાર તે જ સ્કંધના ભારપણે પરિણમે છે. જેમ, તંતુનું રૂપ પટના રૂ૫પણે પરિણમે છે. તિવારઈ-સ્કંધ અને પ્રદેશ વચ્ચે અભેદ નયતો સંબંધ માનીએ તો, ગુરુતાવૃદ્ધિનો દોષ કહિયો=તૈયાયિક મતાનુસાર અવયવ-અવયવીનો ભેદ સ્વીકારવાથી ગુરુતાવૃદ્ધિનો દોષ ગ્રંથકારશ્રીએ કહ્યો, તે ત લાગે=જૈનદર્શનની માન્યતા અનુસાર ન લાગે. Im૩/૪