________________
૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩ | ગાથા-૩-૪ નહીં, પરંતુ એમ જ કહેવું પડે કે, સોનું અને કુંડલ બે જુદી વસ્તુ છે અને તે બે વચ્ચે કોઈ સંબંધ કરનાર વસ્તુ છે, પરંતુ તેવો વ્યવહાર થતો નથી. તેથી જ નક્કી થાય છે કે સોનારૂપ દ્રવ્ય અને કુંડલરૂપ પર્યાય વચ્ચે અભેદ સંબંધ છે.
હવે દ્રવ્ય અને ગુણ વચ્ચેનો અભેદ સ્વભાવ બતાવે છે –
પહેલાં શ્યામ ઘડો હોય તે પાકક્રિયાથી રાતો થાય છે ત્યારે કહેવાય છે કે, “શ્યામ ઘડો જ રક્ત થયો”. તેથી ઘટરૂપ દ્રવ્ય અને રક્ત વર્ણરૂપ ગુણ વચ્ચે અભેદ સંબંધ છે તેમ માનવું જોઈએ. આથી જ કહેવાય છે કે, “શ્યામ ઘડો રક્ત થયો'.
આનાથી એ ફલિત થાય કે, સર્વલોકના અનુભવથી સિદ્ધ એવાં વ્યવહારથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર અભેદ સ્વભાવ છે તેમ માનવું જોઈએ.
પૂર્વગાથામાં કહ્યું કે, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ સંબંધ છે અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ સ્વભાવ છે, તે એક અર્થવાચી છે. II3/ અવતરણિકા -
વલી, બીજ બાધક કહઈ છ6 – અવતરણિકાર્ચ -
વળી, બીજું બાધક કહે છે – ભાવાર્થ
પૂર્વગાથામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ ન સ્વીકારવામાં લોકઅનુભવનો બાધ બતાવ્યો. હવે બીજો બાધ બતાવે છે.
ગાથા :
ખંધ-દેશ ભેદઇ હુઇ જી, બિમણી ગુરુતા રે ખંધિ;
પ્રદેશ-ગુરુતા પરિણામ જી, ખંધ અભેદહ બંધ રે. ભવિકા ll૩/૪ ગાથાર્થ :
સ્કંધ અને દેશના ભેદથી ખંધિ સ્કંધમાં, બિમણી=બમણી, ગુરુતા હુઈ જી થાય, અને પ્રદેશગુરુતાત્કંધમાં પ્રદેશની ગુરુતા, પરિણમઈજી=સ્કંધમાં પરિણમન પામે છે, તેમ સ્વીકારવામાં આવે તો ખંઘ અભેદ સંબંધ છે જીંઘ પ્રદેશની સાથે અભેદ સંબંધવાળો છે. ll૩/૪ll ટબો :
બંધ કહિઈ-અવયવી, દેશ કહિઈ-અવયવ; એહોનઈ ભેદ માનિઈં, તો બિમણો