________________
૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-a| ગાથા-૨
ગાથાર્થ :
દ્રવ્યમાં ગુણપર્યાયનો અભેદ સંબંધ છે. જો તેને ગુણ-પર્યાયને ભિન્ન કલ્પીએ તો અનવસ્થાનો બંધ થાય-અનવસ્થા દોષનું બંધન થાય તે પ્રકારની કલ્પના કરવામાં અનવસ્થા દોષ બંધનરૂપ થાય. II3/શા ટબો :
ઢગઈ કo દ્રવ્યનઈં વિષઈ, ગુણ-પર્યાયનો અભેદ સંબંધ છઈ. જે દ્રવ્યનઈ વિષઈ ગુણ-પર્યાયનો સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પિઈ, તેં અનવવાદોષનું બંધન થાઈં. ર્જ માટૐ ગુણ-ગુણીથી અલગ સમવાય સંબંધ કહિઈ, તો તે સમવાયનઈં પણિ અનેરો સંબંધ જોઈઈ. તેહનઈ પણિ અનેરો, ઈમ કરતાં કિહાંઈ કઈસવ ન થાઈ અનઈં જે સમવાઘન સ્વરૂપસંબંધ જ અભિન માનો તો ગુણ-ગુણીનઈં સ્વરૂપસંબંધ માનતાં વિઘટઈ કઈ? જે ફોક ન સંબંધ માનો . /ચા બાર્થ -
દ્રવ્ય કહેતાં દ્રવ્યના વિષયમાં, ગુણપર્યાયનો અભેદ સંબંધ છે. જો દ્રવ્યના વિષયમાં ગુણપર્યાયનો સમવાય નામનો ભિન્ન સંબંધ કલ્પીએ, તો તે કલ્પના કરવામાં અાવસ્થા દોષ બંધનરૂપ થાય.
ગુણ-ગુણીનો ભિન્ન એવો સમવાય સંબંધ કેમ ન સ્વીકારી શકાય ? એથી કહે છે –
જે માટે ગુણ-ગુણીથી જુદો સમવાય સંબંધ કહીએ તો તે સમવાયને પણ ગુણ સાથે સંબંધ થવા માટે અને ગુણી સાથે સંબંધ થવા માટે બીજો સંબંધ જોઈએ અને જો તે બીજો સંબંધ કલ્પીએ તો તે બીજા સંબંધને પણ અનેરો સંબંધ જોઈએ-ત્રીજો સંબંધ જોઈએ. એમ કરતાં ક્યાંય અંત થાય નહીં. તેથી અનવસ્થા દોષની પ્રાપ્તિ છે.
વળી, જો તૈયાયિક કહે છે તેમ સમવાયનો સ્વરૂપ સંબંધ જ અભિન્ન માનો–સમવાય સંબંધનો ગુણની સાથે અને સમવાયનો ગુણીની સાથે સ્વરૂપ સંબંધ જ અભિન્ન છે તેમ માનો, તો ગુણગુણીનો સ્વરૂપ સંબંધ માનતાં શું વિઘટન થાય છે ? અર્થાત્ કાંઈ અસંગત થતું નથી, જે ફોકટ સમવાયરૂપ નવો સંબંધ માનો છો ? i૩/રા ભાવાર્થ :
વસ્તુત: દ્રવ્યને વિષે ગુણપર્યાયનો અભેદ સંબંધ છે, તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યની સાથે કથંચિતું એકત્વને પામેલા ગુણપર્યાયો છે. આ કથનની પુષ્ટિ કરવા માટે કહે છે – નૈયાયિકો દ્રવ્યમાં ગુણપર્યાયનો સમવાય નામનો ભિન્ન સંબંધ કહ્યું છે તે સ્વીકારવામાં અનવસ્થાદોષ બંધનરૂપ થાય છે.
આશય એ છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય આ ત્રણ વસ્તુ ભિન્ન છે અને સમવાય નામનો સંબંધ ચોથી વસ્તુ છે જે દ્રવ્ય અને ગુણને તેમ જ દ્રવ્ય અને પર્યાયને સંબંધિત કરે છે, તેમ સ્વીકારીએ તો, એ પ્રાપ્ત થાય છે,