________________
૮૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૧ ટબાર્થ :
દ્રવ્યાદિકનો દ્રવ્ય, ગુણ અને પર્યાયતો, જો એકાંતથી=સર્વથા, ભેદ કહીએ તો પરદ્રવ્યની જેમ=પરદ્રવ્યની સાથે સ્વદ્રવ્યનો ભેદ છે તેમ, સ્વદ્રવ્યને વિશે પણ=સ્વદ્રવ્યમાં વર્તતા ગુણોની સાથે પણ, ગુણ-ગુણીભાવતો ઉચ્છેદ થાય. હવે તે કથન સ્પષ્ટ કરે છે.
જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેનો ગુણી જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્યના ગુણ રૂપાદિ, તેનો ગુણી પુદ્ગલદ્રવ્ય" એ વ્યવસ્થા શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ભેદ માનતા દ્રવ્યમાં વર્તતા ગુણ, પર્યાયતો દ્રવ્યની સાથે સર્વથા ભેદ માનતા, તે લોપાય જીવદ્રવ્યના જ્ઞાતાદિક ગુણો છે અને પુગલદ્રવ્યના રૂપાદિક ગુણો છે તે વ્યવસ્થા લોપાય.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યમાં વર્તતા ગુણ, પર્યાયનો એકાંત ભેદ માનવાથી શાસ્ત્રપ્રસિદ્ધ વ્યવસ્થાનો લોપ કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જીવદ્રવ્યનો પુદગલદ્રવ્યની સાથે જેમ ભેદ છે તેમ તિજ ગુણની સાથે પણ જીવદ્રવ્યનો પોતાના ગુણની સાથે પણ, ભેદ છે એમ માનવામાં આવે તો, “આનો આ ગુણી”=“જ્ઞાનાદિક ગુણનો આ જીવદ્રવ્ય ગુણી” અને “આતા આ ગુણ"="જીવદ્રવ્યના આ જ્ઞાનાદિક ગુણ" એ પ્રકારના વ્યવહારનો વિલોપ પ્રાપ્ત થાય. તે માટે શાસ્ત્રકથિત લોકવ્યવહારનો લોપ કરવો ઉચિત નથી તે માટે, દ્રવ્યગુણ-પર્યાયનો અભેદ જ સંભવે છે. આવો અભેદનયનો ગુરુનો ઉપદેશ ભણીગુરુ પાસેથી જાણીને, ભવ્ય પ્રાણી ધારો-મનમાં ધારણ કરો. ૩/૧ ભાવાર્થ- સાદ્વાદી સર્વત્ર ભેદભેદ સ્વીકારે છે, તેથી એકાંતે ભેદ સ્વીકારવો તે પણ દુર્નય છે અને એકાંતે અભેદ સ્વીકારવો તે પણ દુર્નય છે. પૂર્વની ઢાળમાં એક દ્રવ્યમાં વર્તતા ગુણો અને પર્યાયોની સાથે દ્રવ્યનો કઈ રીતે ભેદ છે તે અનુભવ, યુક્તિ અને શાસ્ત્રવચનથી સ્થાપન કર્યું અને તે પ્રમાણે બોધ થવાથી કોઈને ભ્રમ થાય કે, કોઈ એક દ્રવ્યમાં વર્તતા ગુણ અને પર્યાયની સાથે તે દ્રવ્યનો સર્વથા ભેદ છે. તે ભ્રમના નિવારણ માટે હવે કોઈ એક દ્રવ્યમાં વર્તતા ગુણ અને પર્યાયની સાથે તે દ્રવ્યનો કથંચિત્ અભેદ કઈ રીતે છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
કોઈ એક દ્રવ્યમાં વર્તતા ગુણ અને પર્યાયની સાથે તે દ્રવ્યનો એકાંત ભેદ સ્વીકારીએ તો તે કોઈ એક દ્રવ્યનો પરદ્રવ્યની સાથે સર્વથા ભેદ દેખાય છે, તેમ કોઈ એક સ્વદ્રવ્યમાં વર્તતા ગુણો સાથે પણ તેનો ભેદ પ્રાપ્ત થાય. અને કોઈ એક દ્રવ્યમાં વર્તતા ગુણ-પર્યાયની સાથે તે દ્રવ્યનો સર્વથા ભેદ છે તેમ સ્વીકારીએ તો તે દ્રવ્ય અને દ્રવ્યમાં વર્તતા ગુણોની સાથે ગુણ-ગુણીનો ભાવ છે. અર્થાત્ “આ દ્રવ્યનો આ ગુણ છે” અને “આ દ્રવ્ય આ ગુણનો ગુણી છે.” એ પ્રકારના સંબંધનો ઉચ્છેદ થાય; કેમ કે જેમ એક દ્રવ્યનો અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી, તેમ પોતાનામાં વર્તતા ગુણો સાથે પણ એકાંત ભેદ હોવાને કારણે તે ગુણો સાથે સંબંધ નથી તેમ માનવું પડે.