________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧, ૨નું યોજનરવરૂપ દ્રવ્યમાં જે ભાવો સહભાવી છે તે ગુણ છે અને જે ભાવો ક્રમભાવી છે તે પર્યાય છે. વળી, દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાય આધેય છે. વળી, એક-અનેક ઇન્દ્રિય વડે ગ્રાહ્યપણાથી પણ દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ છે. વળી, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અન્યોન્યથી પણ ભેદ છે તે આ રીતે - -
સંજ્ઞાથી ત્રણેનો ભેદ છે અર્થાત્ ત્રણેનાં નામ અલગ અલગ છે. વળી, ત્રણેની સંખ્યા અલગ અલગ છે અર્થાત્ દ્રવ્ય ક છે, જ્યારે ગુણ અનેક અને પર્યાયો ગુણો કરતાં પણ અધિક છે. વળી, ત્રણેનાં લક્ષણ અલગ અલગ છે અર્થાત્ દ્રવ્યનું લક્ષણ દ્રવન–અનેક પર્યાયગમન છે; ગુણનું લક્ષણ ગુણન=એકથી અન્યને ભિન્નકરણ છે; અને પર્યાયનું લક્ષણ પરિગમન સર્વતઃ વ્યાપ્તિ છે.
આમ, દ્રવ્યગુણપર્યાયના પરસ્પરના ભેદનો બોધ થવાથી આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયના ચિતવનમાં તેનો ઉપયોગ આ રીતે થાય :
“પોતાના આત્મદ્રવ્યમાં સહભાવી ગુણ કયા છે ? ક્રમભાવી પર્યાયો કયા છે ? વળી, પોતાના આત્મદ્રવ્યથી તેના ગુણનો અને પર્યાયનો જે કથંચિત્ ભેદ છે તે કઈ અપેક્ષાએ છે? વળી, પર્યાયથી ગુણ પૃથક નહીં હોવા છતાં કલ્પનાથી પર્યાયોથી ગુણને પૃથફ કેમ કહ્યો ?” તેનો માર્ગાનુસારી બોધ થાય તો “પોતાનો આત્મા સંસારી અવસ્થામાં છે ત્યારે, પોતાના અશુદ્ધ ગુણો કયા છે ? અને અશુદ્ધ પર્યાયો કયા છે ? વળી, આત્માથી તે ગુણપર્યાયનો ભેદ કઈ અપેક્ષાએ છે ? વળી, પોતાના શુદ્ધ આત્માના શુદ્ધ ગુણો કયા છે? અને શુદ્ધ પર્યાયો કયા છે ?” તેનો પરમાર્થિક બોધ થવાથી સાધક પોતાના શુદ્ધ આત્માના ગુણપર્યાયનો ભેદ ઉપસ્થિત કરીને તેને પ્રગટ કરવા અર્થે આત્માના દ્રવ્યગુણપર્યાયનું ચિંતવન કરવામાં યત્નશીલ બને છે અને તેનાથી ક્ષપકશ્રેણીને અભિમુખ એવો માર્ગાનુસારી ઊહ પ્રગટ થાય છે.