________________
દ્રવ્યગુણપર્યાયનો સસ ભાગ-૧ | ટાળ-૧, ૨નું યોજનસ્વરૂપ શુદ્ધ આત્માને જોનાર સંગ્રહનયના મતે પ્રાપ્ત થયેલ સદàતવાદ તેમ જ ગાથા-પમાં બતાવેલ તિર્યસામાન્યનો ઉપયોગ આ રીતે થાય છે :
જગતમાં જે આત્માઓ છે તે સર્વ આત્માઓ પોતાના સદશ છે અને અનાદિ કાળથી જીવનો પોતાના સદશ એવાં પણ આત્મામાં સ્વપરની અત્યંત ભેદબુદ્ધિ વર્તે છે. તેથી પોતાના હિત અર્થે અન્ય જીવોને પીડા થાય તેવા આરંભસમારંભ પણ કરે છે. વળી, જ્યાં કુટુંબપણાની બુદ્ધિ છે ત્યાં પણ પોતાના સ્વાર્થમાંથી ઊઠેલી બુદ્ધિ છે, પરંતુ પરમાર્થથી સર્વ આત્માઓ સિદ્ધસદશ છે તેવી ઉપસ્થિતિથી કુટુંબ સાથે એકત્વની બુદ્ધિ નથી. વળી, તિર્યસામાન્યને જોનારી બુદ્ધિથી વિચારવામાં આવે ત્યારે સંસારી જીવો અને સિદ્ધના જીવોરૂપ સર્વ જીવોમાં આત્માનું સ્વરૂપ સદશ છે. તેથી સર્વ આત્મામાં એકત્વની બુદ્ધિ થાય તો સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ સ્થિર થાય. તેથી સર્વ આત્માઓને પોતાના સદશરૂપે ચિંતવન કરવાથી પણ ક્ષપકશ્રેણીના પરિણામ પ્રગટે છે.
વળી, જડ-ચેતન દ્રવ્યનો પણ ભેદ ન કરવામાં આવે અને સત્વરૂપે જોવામાં આવે ત્યારે શુદ્ધ સંગ્રહાયની દૃષ્ટિથી જગતના સર્વ પદાર્થો સરૂપે પ્રતિભાસ થાય છે તેથી તે પદાર્થોમાં વર્તતા કોઈ પર્યાયોને આશ્રયીને તેનો ભેદ ઉપસ્થિત થતો નથી પરંતુ “સત્ સત્' એ પ્રકારનો દ્રવ્યનો જ ઉપયોગ વર્તતો હોય અને તે ઉપયોગ અતિસ્થિર થાય તો પર્યાયને જોઈને જીવને જ રાગદ્વેષ થાય છે તે રાગ કે દ્વેષ થઈ શકે નહીં. વસ્તુત: દ્રવ્યને જોયા પછી તે તે પર્યાયો ઉપર ઉપયોગ જાય છે, ત્યારે રાગદ્વેષ થાય છે; કેમ કે દેખાતો પર્યાય અનુકૂળ જણાય તો રાગ થાય અને પ્રતિકૂળ જણાય તો ષ થાય. આથી ઊર્ધ્વતાસામાન્યને અને તિર્યસામાન્યને ગ્રહણ કરીને દ્રવ્યમાં વર્તતો ઉપયોગ પ્રકર્ષવાળો થાય તો ક્ષપકશ્રેણીના પરિણામ પ્રાપ્ત થાય છે. આથી જ જેઓ દ્રવ્યમાં નિરત છે, તેઓ સ્વસમયમાં રહેલા છે અને જેઓ પર્યાયમાં નિરત છે, તેઓ પરસમયમાં રહેલા છે એમ કુંદકુંદાચાર્યએ “સમયસારમાં કહેલ છે.
વળી, ગાથા-કથી ૯ માં ઊર્ધ્વતાસામાન્યની શક્તિના બે ભેદો બતાવ્યા. (૧) ઓઘશક્તિ અને (૨) સમુચિત શક્તિ. આત્માના દ્રવ્યગુણપર્યાયના ચિંતવનમાં તેનો ઉપયોગ આ રીતે થાય –
સંસારી આત્માઓમાં પરમાત્મભાવની શક્તિ છે અને તે પરમાત્મભાવની શક્તિ ચરમાવર્તને નહીં પામેલા જીવોમાં અઘરૂપે છે, જ્યારે ચરમાવર્તન પામેલા જીવોમાં તે શક્તિ સમુચિતરૂપે છે. આ પ્રકારનો બોધ થવાથી મોક્ષના અર્થી જીવને નિર્ણય થાય કે, “હું મોક્ષનો અર્થી છું. માટે નક્કી મારા આત્મામાં રહેલી પરમાત્મભાવની શક્તિ સમુચિત શક્તિ છે. તેથી મારા આત્મામાં રહેલા પરમાત્મભાવના સ્વરૂપને સમ્યક જાણીને તેની સાથે તન્મયભાવ થાય તેવી ઉચિતક્રિયામાં જો હું યત્ન કરીશ તો મારા આત્મામાં રહેલા પરમાત્મભાવની શક્તિ અભિવ્યક્તિરૂપે પ્રગટ થશે અને તેવો બોધ થવાથી મોક્ષનો અર્થી જીવ ઉત્સાહિત થઈને પોતાના પરમાત્મભાવને પ્રગટ કરવાને અનુકૂળ ઉચિત ચિંતવનમાં યત્ન કરે તો તે ચિંતવનથી ઉલ્લસિત થયેલ વીર્ય ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા અવશ્ય ક્ષપકશ્રેણીનું કારણ બને છે.
વળી, ગાથા-૧૦ થી ૧કમાં દ્રવ્યથી ગુણનો અને પર્યાયનો ભેદ છે તેમ બતાવ્યું અને કહ્યું કે, દરેક દ્રવ્યમાં વર્તતા ગુણપર્યાયનો અનેક પ્રકારનો ભેદ છે તે આ રીતે :