________________
૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧, ૨નું યોજનસ્વરૂપ પણ વર્તતા શુદ્ધિને અભિમુખ એવાં પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું ચિંતવન તે મહાત્મા કરે છે અને ચિંતવનકાળમાં યોગીનું લક્ષ્ય શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણો અને શુદ્ધ આત્માના પર્યાયો હોય છે. તેથી તે શુદ્ધ આત્મદ્રવ્ય, ગુણ, પર્યાયોને લક્ષ્યરૂપે ચિંતવન કરે છે અને શુદ્ધ આત્મદ્રવ્યને અભિમુખ છતાં કંઈક અશુદ્ધ આત્મદ્રવ્યની અવસ્થાનું પણ ભાવન કરે છે. જે યોગમાર્ગમાં યત્ન કરતાં યોગીની કંઈક કંઈક શુદ્ધિને પ્રાપ્ત કરતી અવસ્થાઓ છે જેના ચિંતવનથી પોતાનામાં પણ યોગમાર્ગની તે તે ભૂમિકા પ્રગટ થાય છે. જે ક્ષપક-શ્રેણીને અનુકૂળ દ્રવ્ય, ગુણ, પર્યાયના ચિંતવનસ્વરૂપ છે.
વળી, શુદ્ધ પર્યાયને અભિમુખ એવાં આત્માના અશુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતવન પણ ક્ષપકશ્રેણીનું કારણ બને છે. આથી વીરપ્રભુ છદ્મસ્થઅવસ્થામાં હતા ત્યારે વીર પરમાત્મામાં વર્તતા શુદ્ધ ભાવોને અભિમુખ એવાં અશુદ્ઘ દ્રવ્યગુણપર્યાયોના ભાવોથી ઉપરંજિત થઈને જીરણ શેઠ ભગવાન પ્રત્યેની ભક્તિવાળા થયેલ અને તે ભક્તિ પરમાત્માની નિર્લેપ પરિણતિવાળી અશુદ્ધ એવી સંસારી અવસ્થા પ્રત્યે હતી. તેથી તે ભાવોના બળથી જી૨ણ શેઠ ક્ષપકશ્રેણીને અભિમુખ થયા. માટે સંસારવર્તી અશુદ્ધ અવસ્થાના કોઈક ભાવોને અવલંબીને પણ જીવ ક્ષપશ્રેણીને અભિમુખ જઈ શકે છે.
વળી, કોઈ સાધક સમવસરણમાં રહેલા પરમાત્માના સ્વરૂપનું ભાવન કરે છે તે પણ પ્રાતિહાર્ય આદિથી યુક્ત પરમાત્માની કેવળજ્ઞાનઅવસ્થા જીવનો અશુદ્ધ જ પર્યાય છે અને પરમાત્માનો યોગનિરોધકાળનો પર્યાય પણ અશુદ્ધ જ છે. છતાં આ સર્વના ભાવનથી યોગ્ય જીવોને પ્રાતિભજ્ઞાન થાય છે. તેથી શુદ્ધઆત્માને અભિમુખ એવી અશુદ્ધ આત્મદ્રવ્ય, ગુણ, પર્યાયવાળી અવસ્થાનું ચિંતવન ક્ષપકશ્રેણીનું કારણ છે.
વળી, કોઈ સાધક સર્વકર્મરહિત કેવળજ્ઞાન, કેવળદર્શનમય, અરૂપી એવાં સિદ્ધ આત્માના સ્વરૂપનું ભાવન કરે તેનાથી પણ ક્ષપકશ્રેણીનો પરિણામ પ્રગટે છે. વળી, સંસારી જીવોની કર્મવાળી અવસ્થામાં સંસારીજીવો કઈ રીતે ચાર ગતિની વિડંબના પામે છે, તેના સ્વરૂપના ચિંતવનથી પણ ચિત્ત નિર્લેપભાવને અભિમુખ બને તો ક્ષપકશ્રેણીનો પરિણામ પ્રગટે છે અને ક્ષપકશ્રેણીના પરિણામમાં શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાયનું પારમાર્થિક ચિંતવન વર્તે છે. તેથી ક્ષપકશ્રેણીના પ્રાદુર્ભાવમાં શુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતવન પણ ઉપકારક છે.
વળી, પ્રસ્તુત ગાથાના ટબામાં બતાવ્યું કે જેમ, મૃદ્રવ્ય અધિક પર્યાયને સ્પર્શનારું છે, પરંતુ ઘટદ્રવ્ય થોડા પર્યાયને સ્પર્શનારું છે તેમ, આત્મદ્રવ્ય અધિક પર્યાયને સ્પર્શનારું છે, પરંતુ અશુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ આત્મદ્રવ્ય થોડા પર્યાયને સ્પર્શનારું છે. આ કથન નૈગમનયના મતાનુસાર પ્રાપ્ત થાય છે.
વળી, શુદ્ધ આત્માને જોનાર સંગ્રહનયના મતથી વિચારીએ તો સર્વ આત્માઓમાં ઊર્ધ્વતાસામાન્યનો અને તિર્યસામાન્યનો સ્વીકાર થાય છે. તેથી “જગતમાં એક જ આત્મદ્રવ્ય છે, અનેક આત્મા નથી” એ પ્રકારનું તત્ત્વ પ્રાપ્ત થાય અને આ કથન ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં ઉપયોગી બને.
વળી, ગાથા-૫માં તિર્યક્સામાન્યનું સ્વરૂપ બતાવ્યું તે પ્રમાણે સર્વ દ્રવ્યોમાં સરૂપે સદશતા છે. તેથી સર્વ દ્રવ્યોમાં એકપણાની પ્રતીતિ થાય છે તે તિર્યક્-સામાન્ય છે અને આત્માના દ્રવ્યગુણપર્યાયના ચિંતવનમાં