________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧, ૨નું યોજનસ્વરૂપ
૭૫
અશુદ્ધ આત્માની સાથે એકપ્રદેશસંબંધથી વળગેલા અશુદ્ધ ગુણો અને અશુદ્ધ પર્યાયો આત્માથી પૃથક્ થાય છે.
વળી, ગાથા-૪માં ઊર્ધ્વતાસામાન્યનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે, કોઈ એક પદાર્થમાં પરિવર્તન પામતા પર્યાયોમાં અનુગત એવું જે દ્રવ્ય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. વળી, નૈગમનયથી આપેક્ષિક દ્રવ્યને ગ્રહણ કરીને ઊર્ધ્વતાસામાન્યનું સ્વરૂપ બતાવ્યું. આનું યોજન આત્માની વિચારણામાં આ રીતે ઉપયોગી થાય :
આત્મદ્રવ્યને આશ્રયીને વિચારીએ તો, આત્માના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એમ બે પર્યાયોની પ્રાપ્તિ થાય. વળી, અશુદ્ધ આત્મા પણ આત્મદ્રવ્યનો પર્યાય હોવા છતાં અપેક્ષાએ આત્માને દ્રવ્યરૂપે આદેશ કરીને તેના પર્યાયની વિચારણા કરીએ ત્યારે તે અશુદ્ધ આત્મદ્રવ્ય, તેના ગુણો અને તેના પર્યાયોની પ્રાપ્તિ આ રીતે થાય
—
અશુદ્ધ જીવદ્રવ્યને સામે રાખીને વિચારીએ તો, અશુદ્ધ જીવદ્રવ્ય જેમ નરના૨કાદિ ભવોને પામે છે તેમ અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને વશ થઈને સંસારી ભાવો કરે છે અને તે ભાવો ચરમ પુદ્ગલપરાવર્તથી દૂરના પુદ્ગલપરાવર્તોમાં ભવ્ય જીવો ગાઢ મિથ્યાત્વ હોવાને કા૨ણે અતિશયિત કરે છે અને તે સર્વ ભાવોમાં અનુગત એવું પોતાનું આત્મદ્રવ્ય છે. વળી, તે અશુદ્ધ ભાવો ચ૨મ પુદ્ગલપરાવર્તોમાં મિથ્યાત્વની મંદતાને કારણે પૂર્વના પુદ્ગલપરાવર્તી કરતાં કંઈક મંદ કક્ષાના છે અને જીવ જેમ જેમ તત્ત્વને સન્મુખ બને છે તેમ તેમ મિથ્યાત્વને મંદમંદતર કરીને સમ્યક્ત્વને પામે છે, સમ્યક્ત્વની પ્રાપ્તિના બળથી આત્માનું પારમાર્થિક સ્વરૂપ તેને સા૨રૂપ દેખાય છે તેથી તેની પ્રાપ્તિના અર્થે ક્રમસર અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો નાશ કરે છે ત્યારે અયોગી કેવલી અવસ્થાને પ્રાપ્ત કરે છે તે સર્વ ભાવોમાં અનુગત પોતાનું આત્મદ્રવ્ય ઊર્ધ્વતાસામાન્યરૂપ છે.
શુદ્ધ-અશુદ્ધ આત્મદ્રવ્યના વિભાગ વગર માત્ર આત્મદ્રવ્યની વિચારણા કરવામાં આવે ત્યારે નરનારકાદિ પર્યાયોમાં અને સિદ્ધના પર્યાયોમાં અનુગત એવો પોતાનો આત્મા છે તેવી ઉપસ્થિતિ ઊર્ધ્વતાસામાન્યથી થાય છે. વળી, નરનારકાદિક પર્યાયો આત્માની વિડંબના સ્વરૂપ છે અને સર્વકર્મરહિત એવાં શુદ્ધ આત્માના પર્યાયો આત્માની રમ્ય અવસ્થા છે તેવી ઉપસ્થિતિ થાય. વળી, સંસારી અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પોતાનો આત્મા અનુગત છે તેવો બોધ થવાથી પોતાની વિડંબનાવાળી સંસારી અવસ્થાને દૂર કરી વિડંબના રહિત એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિનો અર્થી આત્મા બને છે અને જિજ્ઞાસા થાય કે, જીવના નર-નારકાદિ પર્યાયોની પ્રાપ્તિનું કારણ એવાં જીવના કયા પરિણામો છે ? વળી, નરનારકાદિ પર્યાયોની પ્રાપ્તિના કારણીભૂત એવાં મિથ્યાત્વાદિ પાંચ ભાવોનો શાસ્ત્રથી બોધ કરીને તેને કાઢવાના ઉચિત ઉપાયોની તેને જિજ્ઞાસા થાય. તેથી મિથ્યાત્વાદિ પાંચ ભાવોથી રહિત થવા માટે યોગની કઈ ભૂમિકાના પર્યાયોમાં યત્ન કરવાથી તે ભાવો નાશ પામે ? તેનો ઊહ પ્રગટે છે અને તેવા પ્રકારના ઊહના બળથી તે મહાત્મા મિથ્યાત્વાદિ અશુદ્ધ પર્યાયોનો ક્રમસર નાશ થાય અને શુદ્ધ પર્યાયો ક્રમસ૨ પ્રગટ થાય તેવા પ્રકારના માનસઉપયોગપૂર્વક સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેના બળથી આત્માના અશુદ્ધ પર્યાયકાળમાં