________________
૭૩
દિવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧, ૨નું યોજના વરૂપ
ગાથા-૧માં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું છે અને ગાથા-રમાં ગુણ અને પર્યાયનું લક્ષણ બતાવીને તેના પરસ્પર ભેદની ચર્ચા કરી છે. તે રીતે આત્મદ્રવ્યના વિષયમાં વિચારણા આ રીતે થાય.
આત્મદ્રવ્યની વિચારણા બે રીતે થાય છે.
(૧) શુદ્ધ આત્મદ્રવ્યઃ- સિદ્ધના આત્માઓ શુદ્ધ આત્મદ્રવ્ય છે. વળી, સંસારઅવસ્થામાં પણ નિશ્ચયનયની દૃષ્ટિથી દરેક જીવનો આત્મા સિદ્ધસદશ છે, તે દૃષ્ટિથી પણ શુદ્ધ આત્મદ્રવ્યની વિચારણા થાય.
(૨) અશુદ્ધ આત્મદ્રવ્ય - વળી, સંસારવર્તી જીવો કેવલ આત્મા નથી, પરંતુ કર્મ, દેહ અને આત્મા આદિના મિશ્રણરૂપ આત્મા છે અને વ્યવહારનય સંસારી આત્માને શુદ્ધ આત્મા સ્વીકારતો નથી, પરંતુ અશુદ્ધ આત્મદ્રવ્ય જ સ્વીકારે છે.
તેથી શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણ અને શુદ્ધ આત્માના પર્યાયો – એ ત્રણેની વિચારણા લક્ષણથી અને ભેદથી કરવી આવશ્યક છે.
વળી, અશુદ્ધ આત્મદ્રવ્ય, અશુદ્ધ આત્માના ગુણ અને અશુદ્ધ આત્માના પર્યાયો – એ ત્રણેની વિચારણા લક્ષણથી અને ભેદથી કરવી આવશ્યક છે.
( ૧) શુદ્ધ આત્મા :- સર્વ કર્મથી રહિત જ્ઞાનગુણમય, સર્વ ચેષ્ટાથી રહિત સ્થિર સ્વભાવવાળા, અરૂપી એવાં સિદ્ધના આત્માઓ શુદ્ધ આત્મા છે. તેમનું આત્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશમય છે. વળી, જેવું સિદ્ધના આત્માનું આત્મદ્રવ્ય છે, તેવું જ આત્મદ્રવ્ય નિશ્ચયનયથી સંસારવર્તી સર્વ જીવોનું પણ છે. અર્થાત્ ભવ્ય કે અભવ્ય સર્વ જીવોનો આત્મા નિશ્ચયનયની દૃષ્ટિથી શરીરથી પૃથક છે. તેથી સર્વ જીવોનો આત્મા સિદ્ધના જેવો જ અરૂપી છે અને સિદ્ધના જેવા જ ગુણ-પર્યાયવાળો છે. તેથી શુદ્ધ આત્માની વિચારણા કરવામાં આવે ત્યારે સંસારના સર્વ ભાવોથી પર, અસંખ્યાત પ્રદેશના સમુદાયરૂપ, અરૂપી એવાં શુદ્ધ આત્મદ્રવ્યને શબ્દના બળથી ઉપસ્થિત કરવામાં આવે છે અને તેમાં વર્તતા સહભાવી એવાં ગુણો અને ક્રમભાવી એવાં પર્યાયોની વિચારણા કરાય છે.
શુદ્ધ આત્મદ્રવ્યમાં સહભાવી ગુણો કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ આદિ ભાવો છે. જે સિદ્ધના આત્મામાં સદા છે અને નિશ્ચયનયથી સંસારી આત્મામાં પણ સદા છે, પરંતુ કર્મથી તિરોધાન થયેલા હોવાથી વ્યક્ત દેખાતા નથી.
વળી, સિદ્ધના આત્માને જ્ઞાનગુણનું વેદન પ્રતિક્ષણ પરિવર્તન થાય છે. સુખના ગુણનું વેદન પણ પ્રતિક્ષણ પરિવર્તન થાય છે. આથી જ વર્તમાન ક્ષણમાં જે પૂર્ણસુખ છે તેવું જ પૂર્ણસુખ બીજી આદિ ક્ષણોમાં છે, તોપણ પ્રથમ ક્ષણના વેદન કરતાં બીજી આદિ ક્ષણોનું વેદના અન્ય છે. તેથી તે વેદનની અપેક્ષાએ તેઓના પર્યાયો પ્રતિક્ષણ પરિવર્તન પામે છે.
આ રીતે અસંખ્યાત પ્રદેશમય શુદ્ધ આત્મદ્રવ્ય, તેમાં વર્તતા અરૂપી ગુણ, કેવળજ્ઞાનગુણ અને સુખગુણ આદિની ગુણરૂપે ઉપસ્થિતિ કરીને અને પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયની ઉપસ્થિતિ કરીને ચિંતવન કરવામાં આવે તો શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણ અને શુદ્ધ આત્માના પર્યાયનું ચિંતવન થાય. વળી,